Vaccination news: મહીસાગર જિલ્લાના 9 ગામોમાં 100 ટકા રસીકરણ

author img

By

Published : Aug 1, 2021, 3:12 PM IST

Gujarat News

કોરોના સામેની લડાઈમાં રક્ષિત થવા માટે વેક્સિન એ જ એકમાત્ર અમોઘ શસ્ત્ર પુરવાર થઈ રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા વેક્સિનેશનને ખાસ પ્રાધાન્ય આપી સમયબદ્ધ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે 25મી જુલાઈના રવિવારના રોજ સમગ્ર રાજ્યમાં વેપારીઓ- હોટેલ- સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે ખાસ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે આજે રવિવારે જે નાગરિકોએ પ્રથમ ડોઝ લીધો છે. તેમને બીજો ડોઝ આપવા માટે ખાસ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

  • આરોગ્ય વિભાગની રસીકરણમાં સીમા ચિહ્નરૂપ કામગીરી
  • જિલ્લાના વિવિધ 9 ગામોમાં 100 ટકા રસીકરણ
  • બીજો ડોઝ આપવા ખાસ વેક્સિનેશન કેમ્પનું આયોજન

મહીસાગર: રાજ્યમાં જ્યારથી વેક્સિનેશન (vaccination) નો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારથી જિલ્લામાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રસીકરણની કામગીરીનો અસરકારક રીતે અમલ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે મહિસાગર જિલ્લાના આરોગ્ય વિભાગને જિલ્લાના વિવિધ તાલુકાના 9 ગામોમાં 100 ટકા રસીકરણ કરી દેવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. કલેક્ટર મનીષકુમાર અને જિલ્લા વિકાસ અધિકારીએ રાજ્ય સરકાર જિલ્લાના તમામ નાગરિકોને કોવિડ -19 વેક્સિનના બન્ને ડોઝ આપીને વધુ સુરક્ષિત કરવા પ્રતિબદ્ધ હોવાનું જણાવી જિલ્લાના હજુ જે નાગરિકોએ રસી લીધી નથી તેઓને રસી મૂકાવી દેવાની અપીલ કરી છે.

મહીસાગર જિલ્લાના 9 ગામોમાં 100 ટકા રસીકરણ
મહીસાગર જિલ્લાના 9 ગામોમાં 100 ટકા રસીકરણ

આ પણ વાંચો: સુરતમાં વેક્સિનેશન માટે આખી રાત મચ્છરોના ત્રાસમાં લાઈનમાં ઉભા રહે છે લોકો

જેને રસી લીધી નથી તેઓને રસી મૂકાવી દેવા કલેક્ટરની અપીલ

મહિસાગર જિલ્લામાં રસીકરણ (vaccination) ની કામગીરી દરમિયાન જિલ્લાના જે 9 ગામોમાં 100 ટકા રસીકરણ (vaccination) ની કામગીરી થઇ છે. તેની વિગતો આપતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એસ.બી.શાહે જણાવ્યું કે, લુણાવાડા તાલુકાના ફતેપુરા, સબલપુર, ગધનપુર, ચંદપુર, કોડિયાની મુવાડી, સુવા માડીયા અને કડાણા તાલુકાના જાગુના મુવાડા, નથ્થુની મુવાડી ગામનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: 25 જુલાઈએ વેપારીઓ અને કર્મચારીઓ માટે સ્પેશિયલ વેક્સિનેશન કેમ્પ, 31 જુલાઈ પહેલા વેપારીઓએ ફરજીયાત લેવી પડશે વેક્સિન

જિલ્લા પ્રશાસન દ્વારા વેક્સિનયુક્ત જિલ્લો બનાવવાનો પ્રયાસ

જિલ્લા આરોગ્ય અધિકારી (District Health Officer) એ વધુમાં જિલ્લા પ્રશાસન દ્વારા જિલ્લાના નાગરિકો રસીકરણ કરાવવા માટે આગળ આવે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જિલ્લાના રસીકરણ કરાવવા પાત્ર તમામ નાગરિકો રસીકરણ કરાવી લઇ સમગ્ર કરી મહીસાગર જિલ્લાને વેક્સિનયુક્ત જિલ્લો બનાવવામાં સહભાગી થશે તેવી આશા વ્યક્ત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.