મુન્દ્રા પોર્ટ પર ઝડપાયેલા હેરોઇનની કિંમત અંદાજિત 9000 કરોડ

author img

By

Published : Sep 20, 2021, 7:51 AM IST

Updated : Sep 20, 2021, 8:42 AM IST

મુન્દ્રા પોર્ટ પર ઝડપાયેલા હેરોઇનની કિંમત અંદાજિત 9000 કરોડ

મુન્દ્રા પોર્ટ પર ટેલ્કમ પાવડરની આડમાં અંદાજિત ડ્રગ્સનો જથ્થો લઇ જતું હોવાનું બહાર આવ્યું હતું. મુન્દ્રા બંદરે અફઘાનિસ્તાનથી વાયા ઈરાન થઇને પકડાયેલ હિરોઈનનો જથ્થો અંદાજિત 3000 કિલો જેટલો છે.જેની બજાર કિંમત 9000 કરોડ રૂપિયાની અંદાજવામાં આવી રહી છે અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે.

  • હેરોઈન મામલે મુંદરામાં 5 દિવસથી બે કન્ટેઈનરની ચાલતી તપાસના અંતે 3000 કિલોગ્રામ હેરોઈનનો જથ્થો મળી આવ્યો
  • સૂત્રો અનુસાર આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેની કિંમત અંદાજિત 9000 કરોડ
  • મુન્દ્રા પોર્ટ સિવાય પણ અન્ય 5 શહેરોમાં પણ તપાસ હાથ ધરાઇ

કચ્છ: જિલ્લાના મુન્દ્રા પોર્ટ પર પકડાયેલા હેરોઈન પ્રકરણમાં DRI તેમજ અન્ય તપાસ એજન્સિઓ દ્વારા સઘન તપાસ હાથ ધરાઇ હતી અને મુન્દ્રા પોર્ટ સિવાય પણ અન્ય 5 શહેરોમાં પણ તપાસ હાથ ધરાઇ હતી. જેમાં ગાંધીધામ, માંડવી, દિલ્હી અમદાવાદ અને ચેન્નઈમાં પણ આ પ્રકરણ સબંધિત તપાસ કરવામાં આવી હતી, ત્યારે આગામી દિવસોમાં આ પ્રકરણમાં મોટા ખુલાસા પણ થઈ શકે છે. ઉપરાંત આ પ્રકરણમાં સંડોવાયેલ આરોપીઓ કોણ છે તે પણ બહાર આવી શકે છે.

આ પણ વાંચો: હેરોઈન કેસમાં ધરપકડ કરવા ગયેલી ATSના હાથે બોમ્બ બ્લાસ્ટનો આરોપી પણ ઝડપાયો

ટેલ્ક સ્ટોનના નામે હેરોઈન કન્ટેનરમાં છૂપાવવામાં આવ્યું

આ હેરોઈનનો જથ્થો આંધ્રપ્રદેશના વિજયવાડાની આશી ટ્રેડિંગ કંપનીએ માલ લોડ કરતી વખતે કસ્ટમને કન્ટેનરમાં સેમી પ્રોસેસ્ડ ટેલ્ક સ્ટોન હોવાનું જાહેર કર્યું હતું. આ હેરોઈનનો જથ્થો ઈરાનના અબાસ બંદર પરથી લોડ કરવામાં આવ્યો હતો. આ કેફી દ્રવ્ય મૂળ અફઘાનનું છે. DRI ની ટીમને બાતમી મળતાં આ કામગીરી હાથ ધરાઈ હતી અને બે કન્ટેનરમાં તપાસ કરવામાં આવી હતી અને કુલ અંદાજિત 3000 કિલો જેટલો જથ્થો બંને કન્ટેનરમાંથી મળી આવ્યો હતો. આ કેફી દ્રવ્યોની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આંકવામાં આવે તો અંદાજિત 9000 કરોડ છે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

Last Updated :Sep 20, 2021, 8:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.