કમોસમી વરસાદથી ભુજમાં કેરીના પાકને નુક્સાન

author img

By

Published : Apr 19, 2021, 12:16 PM IST

કમોસમી વરસાદથી ભુજમાં કેરીના પાકને નુક્સાન

ભુજ તાલુકાના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે કરા પડતા ખેડૂતોને કેરીના પાકમાં મોટાપાયે નુક્સાન થયું છે. કમોસમી વરસાદના કારણે ભુજ તાલુકાના ગડા ગામ પાસે કેરીની બાગાયતી ખેતી કરતા બગીચાઓમાં મોટા પ્રમાણમાં કેરીઓ ખરી પડી હતી અને કરાથી આંબા પરની મોટાભાગની કેરીઓને પણ નુક્સાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

  • કમોસમી વરસાદ અને કરાથી કેરીના પાકને નુકસાન
  • 3000 જેટલા આંબાઓને કમોસમી વરસાદથી નુકસાન
  • કરાથી ખરી પડેલી કેરી 2 રૂપિયે કિલો પણ વેચાતી નથી


ભુજ: કચ્છમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા ભુજ શહેર તથા નજીકના ગામોમાં કવેગીલા પવન સાથે કમોસમી વરસાદ તથા કરા પડ્યા હતા. ત્યારે માધાપર નજીકના ગડા ગામ ખાતે કમોસમી વરસાદ સાથે કરા પડતા ખેડૂતોને મોટાપાયે કેરીના પાકમાં નુકસાન થયું હતું. આ વિસ્તારની મુલાકાત લેવામાં આવતા ખેડૂતોએ પોતાની વ્યથા રજૂ કરી હતી.

આ પણ વાંચો: કેસર બનશે કડવી, કેરીના મોરમાં નુકસાન જતાં આ વર્ષે ભાવ આસમાને પહોંચવાની શક્યતા

આ વર્ષે માંડ 50% કેરીનું ઉત્પાદન

ખેડૂત અગ્રણી હરજીભાઈએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 50 વર્ષથી ખેતી કરે છે. આ વર્ષે માંડ 50% કેરીનું ઉત્પાદન થયું હોવાનો દાવો તેઓ કરી રહ્યા છે. તેમાં પણ આ કરા સાથેના માવઠા કેરીના પાકને ખૂબ જ વિપરીત અસર કરે તેમ છે. જેના પગલે ખેડૂતોને આર્થિક પાયમાલી ભોગવવાનો વારો આવ્યો છે.

કમોસમી વરસાદથી ભુજમાં કેરીના પાકને નુક્સાન

આ પણ વાંચો: વલસાડમાં કેરીનો પાક નિષ્ફળ રહેતા ખેડૂતો મુશ્કેલીમાં, સરકાર પેકેજ જાહેર કરે એવી માગ

3000થી વધુ આંબા ધરાવતા ખેડૂતનો તમામ પાક નિષ્ફળ

અન્ય એક ખેડૂતે પણ કેરીના પાકમાં નુક્સાની અંગે વાત કરતા જણાવ્યું હતું કે, 3000 જેટલા આંબાનો બગીચો છે. જેમાં મોટાપાયે નુક્સાન થયું છે. માવઠા, પવન તેમજ બરફના કરાથી જે કાચી કેરીઓ જમીન પર પડી ગઈ છે, તે કેરીઓ કોઈ 2 રૂપિયે કિલો લેવા માટે પણ તૈયાર નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.