જાણો સરહદી ગામ હોડકોના લોકો કઈ રીતે કરે છે જીવનનિર્વાહ, અહીં છે 100 વર્ષ જૂના ભુંગા

author img

By

Published : Sep 11, 2021, 2:24 PM IST

જાણો સરહદી ગામ હોડકોના લોકો કઈ રીતે કરે છે જીવનનિર્વાહ

સરહદી જિલ્લા કચ્છના બન્ની વિસ્તારનું હોડકો ગામ કે જે સરહદના અંતિમ ગામો પૈકીનું એક છે. હોડકો કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું છે. અહીં 400 જેટલા પરિવારો રહે છે. અહીં મુખ્યત્વે જત, મારવાડા, મુસ્લિમ અને અનુસૂચિત જાતિના લોકો રહે છે. અહીંના લોકો મુખ્યત્વે પશુપાલન, હેન્ડીક્રાફ્ટ અને ચર્મ ઉદ્યોગના વ્યવસાય થકી પોતાનો જીવન નિર્વાહ કરે છે.

  • હોડકોના લોકો પશુપાલન, હેન્ડીક્રાફ્ટ અને ચર્મ ઉદ્યોગ થકી કરે છે ગુજરાન
  • વિદેશમાં ભુંગા બનાવીને પણ કરે છે જીવન નિર્વાહ
  • સફેદ રણમાં જામતા રણોત્સવમાં પણ મેળવે છે રોજગારી

હોડકો ગામમાં લોકો કરતાં પશુઓની સંખ્યા વધારે જોવા મળે છે. અહીં માલધારીઓ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અને દરેક ઘરમાં અહીં ગાય-ભેંસ તો હોય જ છે. અહીં પશુઓમાં ભેંસોની સંખ્યા વધારે છે. માલધારીઓ ભેંસનું દૂધ વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે. આ ઉપરાંત આ માલધારીઓની ભેંસો પણ ખૂબ મોંઘી હોય છે. અહીંના માલધારીઓ દ્વારા જરૂર પડે પોતાની ભેંસોને ઊંચા ભાવે વેચવામાં પણ આવતી હોય છે.

પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે લોકો
પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે લોકો

હોડકો ગામના રહેવાસીઓ સાદું જીવન જીવે છે

હોડકો ગામના રહેવાસીઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેરતા હોય છે અને ખૂબ સાદું જીવન જીવતા હોય છે. અહીંના લોકો સવારના 10:30 - 11 વાગ્યે બપોરનું ભોજન કરી લેતા હોય છે, તો સાંજે પણ 6-6:30 વાગ્યે ભોજન કરતા હોય છે. ભોજનમાં પણ બાજરાનો રોટલો, ખીચડી, અને જુદાં જુદાં લીલાં શાકભાજી જેવો ખોરાક લેતા હોય છે.

બાજરાનો રોટલો, ખીચડી, અને જુદાં જુદાં લીલાં શાકભાજી મુખ્ય ભોજન
બાજરાનો રોટલો, ખીચડી, અને જુદાં જુદાં લીલાં શાકભાજી મુખ્ય ભોજન

અનેક જગ્યાએ ભુંગા બનાવીને કરે છે જીવન નિર્વાહ

હોડકો ગામમાં 100 પણ વધુ વર્ષના જૂના ભુંગા આવેલા છે. અહીં મુખ્યત્વે દેશી અને માંગરોઇ નળિયાવાળા ઘરો આવેલા છે. અહીંના લોકોને આજે પણ ભુંગામાં રહેવાનું પસંદ કરે છે. અમુક લોકો પાસે પાકા મકાન પણ છે, પરંતુ લોકોને ભુંગામાં રહેવાનું વધુ અનુકૂળ આવે છે. અહીંના લોકો રોજગારી મેળવવા માટે જુદાં જુદાં ગામ, શહેરો તથા વિદેશોમાં પણ આ ભુંગા બનાવવા માટે જતાં હોય છે. આ ઉપરાંત આજકાલ જ્યારે લોકો માટે ભુંગા એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, ત્યારે હોટલ, રિસોર્ટમાં પણ આકર્ષણ માટે ભુંગા બનાવવા માટે અહીંના સ્થાનિક લોકોને બોલાવવામાં આવતા હોય છે.

અમુક લોકો પાસે પાકા મકાન પણ છે
અમુક લોકો પાસે પાકા મકાન પણ છે

Germnayના લોકો 100 વર્ષ જૂનો ભુંગો જોઈ થયા પ્રભાવિત

કચ્છ પ્રવાસનની નજરે ખૂબ વિકસ્યું છે, ત્યારે અવારનવાર અહીં દેશ-વિદેશથી પ્રવાસીઓ મુલાકાત લેવા આવતા હોય છે, ત્યારે આ ગામની મુલાકાત દરમિયાન જર્મનીથી આવેલ પ્રવાસીઓ આ ભુંગો જોઈને પ્રભાવિત થયા હતા અને તેમને સુમારભાઈને આવો જ ભુંગો Germanyના Leipzig Cityમાં બનાવી આપવા વાત કરી હતી. તેમણે વર્ષ 2005માં Germnayના Leipzig Cityમાં આવેલ Grassi Museumમાં બનાવી આપ્યો હતો.

જર્મનીથી આવેલા પ્રવાસીઓ ભુંગા જોઈને પ્રભાવિત થયા હતા
જર્મનીથી આવેલા પ્રવાસીઓ ભુંગા જોઈને પ્રભાવિત થયા હતા

ભરતગુંથણ કરીને વસ્તુઓનું દેશ-વિદેશમાં કરે છે વેચાણ

હોડકો ગામની મહિલાઓ અને પુરુષો ભરતગુંથણ કરીને પરંપરાગત વસ્ત્રો, વસ્તુઓ તથા ગોદરીઓ બનાવે છે અને તેને ક્રાફ્ટ મેળામાં, કચ્છમાં, ગુજરાતમાં તથા દેશના જુદાં જુદાં ખૂણે તથા વિદેશોમાં પણ વેંચે છે અને સારી એવી કમાણી કરીને પોતાનો જીવન નિર્વાહ કરે છે.

પુરુષો પણ ભરતગુંથણ કરીને પરંપરાગત વસ્ત્રો, વસ્તુઓ તથા ગોદરીઓ બનાવે છે
પુરુષો પણ ભરતગુંથણ કરીને પરંપરાગત વસ્ત્રો, વસ્તુઓ તથા ગોદરીઓ બનાવે છે

ચર્મ ઉદ્યોગ થકી પણ કરી રહ્યા છે જીવન નિર્વાહ

આ ઉપરાંત અહીં ચર્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા પણ અનેક કારીગરો છે જે ચામડામાંથી જૂતાં, ચપ્પલ, લેડીઝ પર્સ અને જુદી જુદી સુશોભનની વસ્તુઓ પણ બનાવે છે અને સારી એવી માત્રામાં વેંચાણ કરીને પોતાનો જીવન નિર્વાહ કરતા હોય છે. હોડકો ગામના અનેક કારીગરોને તાલુકા, જિલ્લા તથા રાષ્ટ્રીય કક્ષાએ પુરસ્કાર પણ પ્રાપ્ત થયા છે. સફેદ રણમાં જામતા રણોત્સવમાં પણ મેળવે છે રોજગારીઆ ઉપરાંત સફેદ રણ પણ આ ગામની નજીક હોતા ટુરિઝમ પણ આવકનો અન્ય સ્ત્રોત ગણી શકાય. રણોત્સવના સમયે, અહીંના લોકો તમામ પ્રકારનું મેનેજમેન્ટ કરીને તથા હેન્ડીક્રાફ્ટની બનાવટોનું વેંચાણ કરીને, રિસોર્ટમાં કામ કરીને, ગાઈડ બનીને, ઊંટ ગાડી ચલાવીને પણ રોજગારી મેળવી રહ્યા છે.

હેન્ડીક્રાફ્ટની બનાવટો પણ બનાવે છે
હેન્ડીક્રાફ્ટની બનાવટો પણ બનાવે છે

વધુ વાંચો: જાણો, જર્મનીના પ્રવાસીએ કચ્છના આ 100 વર્ષથી પણ જૂના ભુંગા જોઈ શું કહ્યું?

વધુ વાંચો: ભુજથી 65 કિલોમીટર દુર અને 35 ગામડાઓ વચ્ચે એક માત્ર Hospital વિશે જાણો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.