દિવ્યાંગજનોને પ્રોત્સાહિત કરવા કચ્છમાં યોજાયો દિવ્યાંગ રમતોત્સવ

author img

By

Published : Dec 24, 2022, 12:28 PM IST

Updated : Dec 24, 2022, 2:11 PM IST

દિવ્યાંગજનોને પ્રોત્સાહિત કરવા માટે યોજાયો દિવ્યાંગ રમતોત્સવ

કચ્છમાં દિવ્યાંગ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે દિવ્યાંગ રમતોત્સવનું (Divyang Ramatotsav 2022) આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનાના કારણે 2 વર્ષ (Ramatotsav 2022 held for handicapped children) પછી યોજાયેલા આ મહોત્સવમાં 1704 ખેલાડીઓની (Handicapped athlete from Kutch) નોંધણી થઈ હતી. અહીં દિવ્યાંગ બાળકો સાથે વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આંતરરાષ્ટ્રીય સ્તરે નંબર મેળવનારનું કરાયું સન્માન

કચ્છ જિલ્લામાં દિવ્યાંગોને મદદ કરવા માટે અનેક સંસ્થાઓ અને સેવાભાવી લોકો કામ કરતા હોય છે. ત્યારે હવે દિવ્યાંગોને પ્રોત્સાહિત કરવા માટે અહીં દિવ્યાંગ રમતોત્સવનું આયોજન કરવામાં (Ramatotsav 2022 held for handicapped children) આવ્યું હતું.

કોરોના બાદ યોજાયો દિવ્યાંગોનો રમતોત્સવ જિલ્લામાં દિવ્યાંગતા ક્ષેત્રે કાર્ય કરતી 15 સંસ્થાઓના 630 બાળકો (Ramatotsav 2022 held for handicapped children) તથા જિલ્લામાં ચાલતા સમગ્ર શિક્ષા અંતર્ગત IEDSS તથા IEDના વિશિષ્ટ શિક્ષકોના ક્લસ્ટરના 800 બાળકો મળીને કુલ 1,704 ખેલાડીઓની (Handicapped athlete from Kutch) નોંધણી થઈ હતી. કોરોના કાળમાં 2 વર્ષ આ રમતોત્સવ બંધ રહ્યો હતો આજે ફરીથી શરૂ કરવામાં આવ્યો છે જેમાં બાળકોની સાથે તેમના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

રાજ્યકક્ષાની ફૂટબોલ સ્પર્ધા આ રમતોત્સવમાં ભાગ લેનાર (Divyang Ramatotsav 2022) પ્રત્યેક ખેલાડીને સંસ્થાઓ દ્વારા પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યા હતા. દ્રષ્ટિક્ષતિ ખેલાડીઓ (Handicapped athlete from Kutch) માટેની રાજ્યકક્ષાની ફૂટબોલ સ્પર્ધામાં (State level football competition) વલસાડની 1 ટીમ, સુરતની 2 ટીમ, અમદાવાદની 2 ટીમ તથા નવચેતનની 1 ટીમ મળી કુલ 6 ટીમે ભાગ લીધો હતો.

61 જેટલી રમતો આ રમતોત્સવ (Divyang Ramatotsav 2022) અંગે વાતચીત કરતા સ્પેશિયલ એજ્યુકેટર હિમાંશુ સોમપુરાએ જણાવ્યું હતું કે, કબડ્ડી, ફૂટબોલ જેવી ટીમ રમતો ઉપરાંત દોડ, વિઘ્ન દોડ, લાંબીકૂદ, ગોળાફેંક, ચક્રફેંક વગેરે જેવી 61 રમતો રમાડવામાં આવી હતી જેમાં દિવ્યાંગ ભાઈબહેનો ભાગ લીધો હતો.તો જે લોકો વ્હીલચેર ના સહારે છે તેઓ માટે પણ અન્ય ઇન્ડોર ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સ્તરે નંબર મેળવનારનું કરાયું સન્માન આ રમતોત્સવમાં (Divyang Ramatotsav 2022) સેરેબ્રલ પાલ્સી અથવા એક કરતા વધારે દિવ્યાંગતા ધરાવતા અને બેસી પણ ના શકે તેવા ખેલાડીઓ માટે જુદીજુદી હરીફાઈઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. દિવ્યાંગ રમતોત્સવ, ખેલ મહાકુંભ વગેરે જેવા અભિયાનને કારણે કચ્છ જિલ્લાના અનેક દિવ્યાંગ ખેલાડીઓ રાજ્યસ્તરે, રાષ્ટ્રીય સ્તરે અને હવે તો આંતરરાષ્ટ્રીય સ્તરે ભાગ લઇ રહ્યા છે. આવા ખેલાડીઓ (Handicapped athlete from Kutch) આ રમતોત્સવમાં ભાગ લીધો હતો અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

દિવ્યાંગ ખેલાડીએ માન્યો આભાર દિવ્યાંગ ખેલાડી નિખિલ પાટીદારે (Handicapped athlete from Kutch) જણાવ્યું હતું કે, હાલમાં જ બેંગલોર ખાતે ઓપન નેશનલ ગેમમાં વ્હીલચેર રેસમાં સિલ્વર મેડલ જીત્યો હતો જેના બદલામાં આજે તેમનું સન્માન કરવામાં આવ્યું અને અને ETV Bharat સાથે પોતાની આનંદની લાગણી વ્યક્ત કરી હતી આ ઉપરાંત બિદડા સર્વોદય ટ્રસ્ટનો પણ સહયોગ માટે આભાર માન્યો હતો.

દર વર્ષે કરાય છે દિવ્યાંગ બાળકો માટે આયોજન ફ્રેન્ડસ ઓફ કેરા યુકેના (Friends of Cara UK) સભ્ય અરવિંદ હલાઈએ જણાવ્યું હતું કે, 30 વર્ષ પહેલાં ફ્રેન્ડસ ઓફ કેરા યુ.કે.ની સ્થાપના કરવામાં આવી હતી. દિવ્યાંગ બાળકોની પરિસ્થતિ જોઈને આ શરૂ કરવામાં આવ્યું હતું અને આવા દિવ્યાંગ બાળકોને હસવા, કૂદવાની,રમવાની તક ઓછી મળતી હોય છે માટે વર્ષમાં એક વખત આવા બાળકોને ગ્રાઉન્ડ પર લઈ આવીને તેમને રમાડવામાં આવે અને ત્યારથી આની શરૂઆત કરવામાં આવી કિશોરભાઈ અને ઘનશ્યામભાઈએ આની શરૂઆત કરી હતી અને હવે દર વર્ષે દિવ્યાંગ રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે.

આ સંસ્થાએ કર્યું આયોજન શ્રી નવચેતન અંધજન મંડળ માધાપર તથા ફ્રેન્ડસ ઓફ કેરા UK છેલ્લા 17 વર્ષથી દિવ્યાંગજનોના સર્વાંગી વિકાસ માટે દિવ્યાંગ રમતોત્સવ, ચેરિટી, અવરનેસ વૉક અને બાળમેળા જેવી પ્રવૃત્તિઓ કરે છે. ત્યારે આજે કપિલ કોટ ગ્રાઉન્ડ કેરા (Kapil Kot Ground) ખાતે દિવ્યાંગ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી અંધજન મંડળ માધાપરના સ્ટાફે પૂરી પાડી સેવા આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર આયોજનમાં સંસ્થાના જનરલ સેક્રેટરી લાલજીભાઈ પ્રજાપતિ, સ્પેશિયલ એજ્યુકેટર હિમાંશુભાઈ સોમપુરા, ખજાનચી ઝીણાભાઈ દબાસીયા, ટ્રસ્ટીઓ ચીફ કોર્ડીનેટર દિપક પ્રસાદ, અન્ય કોર્ડીનેટરઓ તથા કર્મચારીઓએ સહયોગ આપીને સેવા પૂરી પાડી હતી.

Last Updated :Dec 24, 2022, 2:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.