કચ્છના જખૌ પાસેના ખીદરત બેટ પરથી મળેલા વિસ્ફોટક પદાર્થને BDDS ની ટીમ દ્વારા નષ્ટ કરાયો

author img

By

Published : Sep 23, 2021, 8:30 AM IST

કચ્છના જખૌ પાસેના ખીદરત બેટ પરથી મળેલ વિસ્ફોટક પદાર્થને BDDS ની ટીમ દ્વારા નષ્ટ કરાયો

કચ્છની સરહદે અવાર-નવાર શંકાસ્પદ વસ્તુંઓ મળી આવતી હોય છે. ત્યારે ફરી એક વખત કચ્છના જખૌ બંદર પાસેના કોસ્ટલ એરિયાના ખીદરત બેટ પરથી ગત સાંજે શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. જેની વધું તપાસ અર્થે BDDSને જાણ કરાઇ હતી ત્યાર બાદ તેનો નષ્ટ કરવામાં આવ્યો હતો.

  • વિસ્ફોટક પદાર્થને જખૌ નજીક નષ્ટ કરવામાં આવ્યું
  • ગઈકાલે દરિયાઈ વિસ્તારમાં મળી આવ્યું હતું વિસ્ફોટક પદાર્થ
  • રાજકોટ BDDSની ટીમે નષ્ટ કર્યું વિસ્ફોટક પદાર્થ

કચ્છ : સરહદી જિલ્લા કચ્છના જખૌ બંદર પાસેના કોસ્ટલ એરિયાના ખીદરત બેટ પરથી ગત સાંજે શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. આ વિસ્ફોટક પદાર્થને આજે તપાસ કામગીરી બાદ BDDSની ટીમ દ્વારા બ્લાસ્ટ કરી નષ્ટ કરી દેવામાં આવ્યો હતો. આ નષ્ટ થયેલા વિસ્ફોટક વસ્તુમાંથી DNT નામનો હાઈ explosive પદાર્થ મળી આવતા FSLની ટીમ દ્વારા તપાસ માટે લઈ જવાયો હોવાનું પોલીસ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

કચ્છના જખૌ પાસેના ખીદરત બેટ પરથી મળેલ વિસ્ફોટક પદાર્થને BDDS ની ટીમ દ્વારા નષ્ટ કરાયો
કચ્છના જખૌ પાસેના ખીદરત બેટ પરથી મળેલ વિસ્ફોટક પદાર્થને BDDS ની ટીમ દ્વારા નષ્ટ કરાયો

જખૌ મરીન પોલીસ, BSF, IB, તટ રક્ષક દળ સહિતના સુરક્ષા દળો દ્વારા ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

સુરક્ષા તંત્રને ખીદરત બેટ પર કોઈ સંદિગ્ધ વિસ્ફોટક વસ્તુ પડી હોવાની બાતમી મળી હતી અને પાકિસ્તાનને અડીને આવેલા સરહદી જિલ્લા કચ્છમાં અવાર-નવાર નશીલા પદાર્થો અને સંદિગ્ધ વસ્તુઓ મળતી રહેતી હોય છે. તો અનેક વખત પાકિસ્તાની ઘુસણખોરો પણ ઝડપાઇ ચુક્યા છે. જેના પર જખૌ મરીન પોલીસ, BSF, IB, તટ રક્ષક દળ સહિતના સુરક્ષા દળો દ્વારા ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં લીલા રંગની બિનવારસુ પેટી અને ગોળાકર વિસ્ફોટક પદાર્થ જોવા મળ્યો હતો.

કચ્છના જખૌ પાસેના ખીદરત બેટ પરથી મળેલ વિસ્ફોટક પદાર્થને BDDS ની ટીમ દ્વારા નષ્ટ કરાયો
કચ્છના જખૌ પાસેના ખીદરત બેટ પરથી મળેલ વિસ્ફોટક પદાર્થને BDDS ની ટીમ દ્વારા નષ્ટ કરાયો

આ પણ વાંચો :મોરબી ટીંબડી પાટિયા નજીક કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 5 લોકોના મોત

સચોટ તપાસ માટે રાજકોટની ટીમને બોલાવાઈ

આ બિનવારસુ પેટી અને વિસ્ફોટક પદાર્થની ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી તેમાં શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ હોવાનું જણાયું હતું. જેથી આ વસ્તુની સચોટ તપાસ માટે આજે સવાર બાદ રાજકોટની BDDSની ટીમ દ્વારા તપાસ બાદ વિસ્ફોટક હોવાની જાણ થતાં તેને પૂરતી સલામતી સાથે બ્લાસ્ટ કરી નષ્ટ કરી દેવામાં આવ્યું હતું. તેવું પોલીસ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો :મુન્દ્રા હેરોઈન કેસ: 2 કન્ટેનરમાં 2988 કિલો હેરોઈન હતું, વિવિધ રાજ્યોમાંથી 4 અફઘાન નાગરિક સહિત કુલ 8ની ધરપકડ

વધારે તપાસ હાથ ધરાઇ : નખત્રાણા Dysp

આ સમગ્ર ઘટના અંગે નખત્રાણા DySP વી.એન.યાદવે જણાવ્યું હતું કે, પૂર્વ બાતમી બાદ ગઈકાલે બિનવારસી મળી આવેલી વસ્તુની સલામતી દળો સાથે સયુંકત તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન તેમાં શંકાસ્પદ પદાર્થ હોવાનું લાગતા આજે રાજકોટની BDDSની ટીમ મારફત તપાસ થયા બાદ તેનો નાસ કરવામાં આવ્યો હતો. તેમજ આ ઘટના અને વિસ્ફોટક પદાર્થ ક્યાંથી આવ્યું તે અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.