sandalwood seized: ડ્રગ્સ બાદ હવે મુન્દ્રા પોર્ટ પરથી DRIએ 4 કરોડનું રક્ત ચંદન ઝડપી પાડ્યું

author img

By

Published : Dec 30, 2021, 8:25 AM IST

Updated : Dec 30, 2021, 10:37 AM IST

sandalwood seized

ગઈકાલે મુંદ્રા પોર્ટ પરથી લાલ ચંદનની દાણચોરીની(Smuggling of red sandalwood) ઘટના સામે આવી છે. મુન્દ્રા પોર્ટ ખાતે દિલ્હીના નિકાસકારનું કન્ટેનર ઓલ કાર્ગો સી.એફ.એસમાં ખોલતા તેમાંથી હોંગકોંગ નિકાસ માટે આવેલા 4 કરોડના લાલ ચંદનના(4 crore blood sandalwood accelerated) જથ્થાને ગાંધીધામ DRI દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું.

કચ્છ : પ્રાથમિક માહિતી મુજબ દિલ્હીના નિકાસકારે રેલવે મારફતે કન્ટેનરને મુન્દ્રા પોર્ટ લાવ્યા બાદ શંકાસ્પદ કન્ટેનરમાં લાલ ચંદન(Smuggling of red sandalwood) છે તેવી પૂર્વ બાતમી ગાંધીધામ DRI ને મળી હતી અને બાતમીના આધારે DRI દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં માલગાડીમાંથી બંદરમાં લઈ જતી વખતે ટર્મિનલમાં જ લાલ ચંદન ભરેલા કન્ટેનરને ઝડપી પાડવામાં આવ્યું હતું અને ઓલ કાર્ગો સી.એફ.એસ માં તેને લઇ જવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી લાલ ચંદનની દાણચોરી ગતિવિધિ શાંત રહ્યા બાદ હવે ફરીથી દાણચોરી શરૂ થઈ છે તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે.

12 ટન રક્ત ચંદનની આંતરાષ્ટ્રીય બજારમાં કિંમત 4 કરોડ

ગાંધીધામ DRI દ્વારા કરાયેલ કાર્યવાહીમાં કુલ 12થી 13 ટન રક્ત ચંદનનો જથ્થો ઝડપી(12 tons of sandalwood seized) પાડવામાં આવ્યો છે. જેમાં નિકાસકાર તરીકે ભોલી એક્સપોર્ટ દિલ્હીનું નામ સામે આવ્યું છે. કન્ટેનરમાં આયર્ન અને બ્રાસનો બિલ્ડીંગ મટીરીયલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું અને ખોટું મટીરીયલ કરીને તેની આડમાં રક્તચંદનનું નિકાસ કરવામાં આવી રહ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ પકડાયેલા ચંદનની ઇન્ટરનેશનલ બજારમાં કિંમત અંદાજે 4 કરોડ જેટલી છે છતાં પણ પકડાયેલ રક્તચંદનની ગુણવત્તા ઉપર બજારકિંમત આધાર રાખે છે.

વધુ તપાસમાં મોટા ખુલાસાઓ થવાની સંભાવના

ગાંધીધામ DRI દ્વારા મુન્દ્રા અદાણી પોર્ટ પર ડ્રગ્સનો વિશ્વ વિક્રમી જથ્થો ઝડપયા બાદ વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે, આગામી સમયમાં આ રક્તચંદનના પ્રકરણમાં પણ ઘણા મોટા ખુલાસાઓ થાય તેવી સંભાવના સૂત્રોએ વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : સુરતના ગાંધીબાગમાં ચંદનના ઝાડને કાપી કરાઈ ચોરી

આ પણ વાંચો : ચંદન ફક્ત જંગલોમાં જ ઉગે તેવી માન્યતાને ખોટી સાબિત કરતા નરેન્દ્રભાઈ, જાણો વિગતે

Last Updated :Dec 30, 2021, 10:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.