લાગણી સંકળાયેલી હોવાથી રક્ષાબંધાને જાતે રાખડી બનાવવાનું ચલણ

author img

By

Published : Aug 21, 2021, 4:54 PM IST

Gujarat News

ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમના તહેવાર રક્ષાબંધન પર બજારમાં વિવિધ પ્રકારની અવનવી રાખડી મળી રહી મળે છે. રક્ષાબંધન પર હવે તૈયાર રાખડીની સાથે જ પોતાના ભાઈ માટે જાતે રાખડી બનાવવાનો ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે. ખેડા જિલ્લામાં પણ રક્ષાબંધન અગાઉ યુવતીઓ દ્વારા પોતાના ભાઈને બાંધવા માટે જાતે જ અવનવી રાખડી બનાવવામાં આવી રહી છે.

  • ભાઈને બાંધવા જાતે રાખડી બનાવવાનું ચલણ
  • રાખડી સાથે લાગણી સંકળાયેલી હોવાથી જાતે બનાવે છે
  • જાતે બનાવાય છે અવનવી રાખડી

ખેડા: ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધન પર્વ પર બજારમાં અનેક પ્રકારની રાખડીઓ મળી રહી છે. રાખડી સાથે સ્નેહ અને ભાવના જોડાયેલી હોવાથી જાતે રાખડી બનાવવાનું પણ ચલણ જોવા મળી રહ્યું છે.

લાગણી સંકળાયેલી હોવાથી રક્ષાબંધાને જાતે રાખડી બનાવવાનું ચલણ

આ પણ વાંચો: રક્ષાબંધન પહેલા બહેનોને મોદીની ભેટ: મહિલા ઉદ્યોગ સાહસિકો માટે 1625 કરોડની રકમ જાહેરાત

રાખડી સાથે લાગણી સંકળાયેલી હોઈ જાતે બનાવાય છે

પર્સનલ ટચ આપવા પ્રસંગ કે તહેવાર પર સ્વજન માટે જેમ લોકો જાતે જ ગિફ્ટ કે કાર્ડ તૈયાર કરતા હોય છે. તે જ રીતે ભાઈ અને બહેનનો સ્પેશ્યિલ તહેવાર હોવાથી રક્ષાબંધન પર રાખડીએ સ્નેહનું પ્રતીક હોવાથી યુવતીઓ દ્વારા હવે રાખડી જાતે બનાવવાનું પસંદ કરવામાં આવી રહ્યું છે. બજારમાં વિવિધ પ્રકારના મણકા, દોરી સહિતનું મટીરીયલ મળી રહે છે. તેમાંથી અવનવી ડિઝાઈનની રાખડીઓ યુવતીઓ દ્વારા જાતે બનાવવામાં આવે છે. ફૂલ, રુદ્રાક્ષ, નાના-મોટા મણકા વાળી એમ વિવિધ રાખડીઓ બનાવાય છે.

લાગણી સંકળાયેલી હોવાથી રક્ષાબંધાને જાતે રાખડી બનાવવાનું ચલણ
લાગણી સંકળાયેલી હોવાથી રક્ષાબંધાને જાતે રાખડી બનાવવાનું ચલણ

આ પણ વાંચો: વાંસની રાખડી બનાવી આદિવાસી મહિલાઓ બની આત્મનિર્ભર

કઈ ક્રિએટિવ કર્યાનો આનંદ મળે છે

જાતે રાખડી બનાવનાર રીટા અને ક્રિષ્નાનું કહેવું છે કે, બજારમાં તો અનેક પ્રકારની તૈયાર રાખડીઓ મળે છે પરંતુ રાખડી સાથે લાગણી પણ સંકળાયેલી છે. તેથી અમે દર વર્ષે જાતે જ ભાઈ અને ભાભી માટે રાખડી બનાવીએ છીએ. સાથે જ ભાઈ માટે કંઈક ક્રિએટિવ કર્યાનો પણ આનંદ મળે છે.

લાગણી સંકળાયેલી હોવાથી રક્ષાબંધાને જાતે રાખડી બનાવવાનું ચલણ
લાગણી સંકળાયેલી હોવાથી રક્ષાબંધાને જાતે રાખડી બનાવવાનું ચલણ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.