ગ્રામ વિકાસ પ્રધાને નડિયાદ ખાતે જિલ્લા જેલની લીધી મુલાકાત

author img

By

Published : Nov 28, 2021, 4:36 PM IST

ગ્રામ વિકાસ પ્રધાને નડિયાદ ખાતે જિલ્લા જેલની મુલાકાત લીધી

ગ્રામ વિકાસ પ્રધાન અર્જૂનસિંહ ચૌહાણે શનિવારના રોજ નડિયાદ ખાતે જિલ્લા જેલની મુલાકાત (Rural Development Minister visited the District Jail at Nadiad) લીધી હતી. જેલની મુલાકાત લઈ તેઓને ઉપલબ્ધ સગવડો અને વ્યવસ્થા અંગે વિવિધ જાણકારી મેળવી હતી.

  • જેલમાં ઉપલબ્ધ સુવિધા અને વ્યવસ્થાનું નિરિક્ષણ કર્યું
  • જેલના તંત્ર અંગે માહિતી મેળવવાનો હેતુ
  • જેલમાં વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કર્યો

નડિઆદ: ગ્રામ વિકાસ પ્રધાન અર્જુનસિંહ ચૌહાણે નડીયાદના બિલોદરા ખાતે આવેલી જીલ્લા જેલની મુલાકાત (Rural Development Minister visited the District Jail at Nadiad)લઈ નિરિક્ષણ કરી જાત માહિતી મેળવી હતી. પ્રધાન અર્જુનસિંહ ચૌહાણે જેલમાં કેદીઓ માટેની સુવિધાઓ તથા વ્યવસ્થાનું નિરિક્ષણ કર્યુ હતું. કેદીઓની મુલાકાત લઇને કેદીઓને રહેવાની, જમવાની, આરોગ્યની, વાંચનની સગવડતા અંગેની જાણકારી મેળવીને જાત તપાસ કરી હતી. તેમણે ભાઈઓ અને બહેનોની અલગ વ્યવસ્થા અંગેની જાણકારી મેળવી હતી.

આ પણ વાંચો: અર્જુનસિંહ ચૌહાણને મળ્યું પ્રધાનમંડળમાં સ્થાન, કાર્યકર્તાઓએ કર્યું અભિવાદન

કેદીઓ માટેની વ્યવસ્થા અંગે જાત માહિતી મેળવી

ગ્રામ વિકાસ પ્રધાને જેલની અચાનક મુલાકાત લેવા અંગે જણાવ્યું હતું કે, ઘણા સમયથી જેલની મુલાકાત લઈ જાત માહિતી મેળવવાનો વિચાર હતો, પરંતુ સમયના અભાવે મુલાકાત લઈ શકાઈ નહોતી. તેથી મુલાકાત લઈ વિવિધ સુવિધા અને કેદીઓ માટેની વ્યવસ્થા અંગે જાત માહિતી મેળવી હતી.

ગ્રામ વિકાસ પ્રધાને નડિયાદ ખાતે જિલ્લા જેલની મુલાકાત લીધી

આ પણ વાંચો: નવનિયુક્ત પ્રધાન અર્જુનસિંહ ચૌહાણ સાથે ખાસ વાતચીત

મેડીકલ સુવિધા તેમજ ભોજન સહિતની વ્યવસ્થાઓનું નિરિક્ષણ

પ્રધાન અર્જુનસિંહ ચૌહાણે જેલમાં મેડીકલ સુવિધા તેમજ ભોજન સહિતની વ્યવસ્થાઓનું નિરિક્ષણ કરી તે અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા જેલ પ્રશાસનના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.