નવરાત્રીમાં પથ્થરમારાની ઘટના, સ્થાનિકોમાં ભયનો માહોલ

author img

By

Published : Oct 4, 2022, 4:12 PM IST

નવરાત્રીમાં પથ્થરમારાની ઘટના, પોલીસનો કાફલો તાત્કાલિક ગોઠવ્યો

માતર તાલુકાના ઉંઢેરા ગામે નવરાત્રીના તહેવારમાં (throw stones Navratri in Kheda) પથ્થરમારાની ઘટના બનતા ભાગદોડ મચી ગઈ હતી. અહીં ગરબા રમવા નહીં તેમ જણાવી એક સમુદાયના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં તાત્કાલિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. (Stone pelting in Navratri Undhera village)

ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેરા ગામે નવરાત્રી દરમિયાન પથ્થરમારાની ઘટના (throw stones Navratri in Kheda) બનવા અફરાતફરી મચી ગઈ હતી. જેમાં એક સમુદાયના લોકોએ ગરબા રમવા બાબતે પથ્થરમારો કર્યો હતો. જેમાં પાંચ ઉપરાંત વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહીતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિ નિયંત્રિત કરી કાર્યવાહી હાથ ધરી હતી. (Navratri 2022 in Kheda)

ખેડામાં નવરાત્રી દરમિયાન પથ્થરમારાની ઘટના, ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો

ગરબા રમવા બાબતે પથ્થરમારો કરાયો નવરાત્રી દરમિયાન ગામમાં ભાગોળમાં ગરબા રમી રહેલા લોકો પર પથ્થર મારો કરાયો હતો. જેમાં પાંચ ઉપરાંત વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા. બે પોલિસ જવાનોને પણ ઈજાઓ પહોંચી હતી.ઘટનાની જાણ થતા માતર પોલીસ, LCB, SOG સહિત Sp, Dysp, મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઉંઢેરા ગામે દોડી આવ્યો હતો. ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. (Stone pelting in Navratri Undhera village)

રેન્જ IGએ ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું ઉંઢેરા ગામે રાત્રીના સમયે ગરબા દરમિયાન બનેલી પથ્થરમારાની ઘટનાને પગલે રેન્જ IG વી.ચંદ્રશેખર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં DSP રાજેશ ગઢીયા, Dysp વિ.આર.બાજપાઈ સહિત પોલીસ અધિકારીઓ સાથે તેમણે ઘટનાસ્થળનું નિરિક્ષણ કરી પરિસ્થિતિ સંદર્ભે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જરૂરી કાર્યવાહી કરવા સુચનાઓ આપી હતી. (Kheda Police)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.