નગરપાલિકા માટે શરમજનક ઘટના, કોન્ટ્રાક્ટરે ખુરશીથી લઈ પ્રિન્ટર સુધીનો સામાન કર્યો જપ્ત

author img

By

Published : Jul 21, 2022, 3:38 PM IST

નગરપાલિકા માટે શરમજનક ઘટના, કોન્ટ્રાક્ટરે ખુરશીથી લઈ પ્રિન્ટર સુધીનો સામાન કર્યો જપ્ત

ખેડા જિલ્લામાં નગરપાલિકાનો માલસામાન જપ્ત થઈ (Goods of Kheda Municipality seized) ગયાની શરમજનક ઘટના સામે (An embarrassing incident for Kheda Municipality) આવી છે. નગરપાલિકાએ કોન્ટ્રાક્ટરની ડિપોઝિટની રકમ ન ચૂકવતા કોર્ટે આ અંગે (Fraud of municipality with contractor) આદેશ આપ્યો હતો.

ખેડાઃ અત્યાર સુધી સામાન્ય લોકોના માલસામાનની જપ્તીના સમાચાર સાંભળ્યા હતા, પરંતુ નગરપાલિકાના માલસામાનની જપ્તીના સમાચાર કદાચ પહેલી વખત સાંભળવા મળી રહ્યા છે. જી હાં, ખેડામાં નગરપાલિકાનો માલસામાન જપ્ત કરવા ખૂદ કોર્ટે આદેશ આપ્યો (Goods of Kheda Municipality seized) હતો. કારણ કે, નગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને ડિપોઝિટની રકમ ચૂકવી (Fraud of municipality with contractor) નહતી. આથી કોર્ટે આ અંગે આદેશ (Court order to confiscate municipal property) આપ્યો હતો.

ખેડા જિલ્લામાં નગરપાલિકાનો માલસામાન જપ્ત

નગરપાલિકાના પ્રમુખની ખુરશી પણ ગઈ - કોન્ટ્રાક્ટરે નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેનની ખુરશી સહિતનો નગરપાલિકાનો તમામ માલસામાન જપ્ત કરી (Fraud of municipality with contractor) લીધો હતો. આ સાથે જ ખેડા નગરપાલિકા માટે ખૂબ જ શરમજનક ઘટના (An embarrassing incident for Kheda Municipality) બની છે. છે. નગરપાલિકાએ કોન્ટ્રાક્ટરની ડિપોઝિટની 48,00,000 રૂપિયાની રકમ પરત ચૂકવવા માટે ઠાગાઠૈયા કર્યા હતા. ત્યારે કોન્ટ્રાક્ટરે રકમ પરત લેવા માટે કોર્ટની શરણ લીધી હતી. તો કોર્ટે નગરપાલિકાના સામાનની જપ્તીનો આદેશ (Court order to confiscate municipal property) આપતા કોન્ટ્રાક્ટરે ખૂરશી સહિતનો માલસામાન જપ્ત કર્યો હતો.

નગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને ન ચૂકવી ડિપોઝિટ - ખેડા નગરપાલિકાએ કોન્ટ્રાક્ટરની ડિપોઝિટ પરત ન ચૂકવતા કોર્ટનું જપ્તી વોરન્ટ લઈ મિલકતો જપ્ત કરવા કોન્ટ્રાક્ટર પાલિકામાં આવી માલસામાન લઈ ગયા (Goods of Kheda Municipality seized) હતા. ખેડા શહેરમાં સરફેસ વોટર યોજના અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે યોજનાને મંજૂર કરવામાં આવી હતી, જેમાં પ્રથમ તબક્કાનું કામ કરનારા કોન્ટ્રાક્ટરને પાલિકામાં જમા કરાવેલી ડિપોઝીટના નાણાં ચૂકવવામાં આંખ આડા કાન કરતા હતા.

કોન્ટ્રાક્ટરે ખુરશીથી લઈ પ્રિન્ટર સુધીનો સામાન કર્યો જપ્ત
કોન્ટ્રાક્ટરે ખુરશીથી લઈ પ્રિન્ટર સુધીનો સામાન કર્યો જપ્ત

કોન્ટ્રાક્ટર ધક્કો ખાતા રહ્યા આખરે કોર્ટે આપ્યો ન્યાય - નગરપાલિકાથી કલેક્ટર અને કલેક્ટરથી ગાંધીનગરના ધક્કા ખાનારા કોન્ટ્રાક્ટરે આખરે કોર્ટની શરણ લીધી હતી. તો કોર્ટે ન્યાયિક પ્રક્રિયાના ભાગરૂપે ખેડા નગરપાલિકાની મિલક્ત જપ્તી માટે આદેશ (Court order to confiscate municipal property) કર્યો હતો. કોર્ટના કર્મચારીઓ સહિત કોન્ટ્રાક્ટર ત્રણ આઈશર લઈને નગરપાલિકાના સામાનને લેવા આવી પહોંચ્યા હતાં. રાજ્યમાં પાલિકાની મિલ્કત જપ્તીનો આ પહેલો બનાવ સામે આવ્યો છે.

આ પણ વાંચો- દ્વારકામાં ઝડપાયું સરકારી અનાજનું મોટું કૌભાંડ, લાખોનો મુદ્દા માલ જપ્ત

આ સામાન જપ્ત - કોન્ટ્રાક્ટર નગરપાલિકામાંથી ટેબલ, ખુરશી, પંખા, ટ્યૂબલાઈટ, એસી, પ્રિન્ટર સહિતના સામાનની મિલ્કત જપ્તી કરી (Goods of Kheda Municipality seized) હતી. આ જપ્તી સમયે કોન્ટ્રાક્ટર, કોર્ટમાંથી આવેલા અધિકારીઓ અને નગરપાલિકાના ઉપપ્રમુખ વચ્ચે હોબાળો પણ થયો હતો. ત્યારે નગરપાલિકાનો સમગ્ર સામાન જપ્ત થતા સામાન્ય લોકોના કામ પણ અટવાયા હતા.

આ પણ વાંચો-Surat Cannabis Seized : મુખબિર દ્વારા સુરત SOGએ લાખોનો ગાંજો ઝડપ્યો, ટ્રક ચાલક લાપતા

નગરપાલિકા પર કોન્ટ્રાક્ટરનું 48 લાખનું દેવું - આ સમગ્ર મામલે ખાનગી એજન્સીના કોન્ટ્રાક્ટર રાજેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અમે સરફેસ વોટર યોજનાનું કામ વર્ષ 2009-માં પાલિકામાં કર્યું હતું, જેની ડિપોઝિટ જમા હતી. તે ડિપોઝિટ આજ દિન સુધી નગરપાલિકાએ ચૂકવી આપી નહોતી. આ મામલે અમે કેસ ઉપલી કોર્ટ સુધી લડ્યા હતા. અત્યારે છેવટે નાણાં ન ચૂકવતા કોર્ટે જપ્તીનો હુકમ (Goods of Kheda Municipality seized) કર્યો છે. 48,00,000 રૂપિયા અમારે કોર્ટના આદેશ મુજબ લેવાના નીકળે છે, જે કામગીરી આજે અમે (Court order to confiscate municipal property) કરી રહ્યા છે.

ખેડા નગરની આબરૂ ગઈ - મહત્વનું છે કે, ખેડા નગરપાલિકામાં હાલમાં અપક્ષનું શાસન છે. જ્યારે વિરોધ પક્ષમાં ભાજપ છે. ત્યારે વિરોધ પક્ષના નેતા દિનેશ રાઠોડે જણાવ્યું હતું કે, આજે જે ઘટના બની છે. તે નગર પાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસરની ખુરશી નહીં પરંતુ ખેડા નગરની આબરૂ ગઈ છે.

અમે કોર્ટમાં અપીલ કરી છે: ચીફ ઓફીસર - તો નગરપાલિકાના ચીફ ઓફિસર રોશની પટેલે જણાવ્યું હતું કે, કોર્ટના હુકમ મુજબ કોન્ટ્રાક્ટરને જપ્તી કરવા દીધી છે. આ સંદર્ભે હવે પાલિકાએ આગળ કોર્ટમાં અપીલ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.