ખેડામાં પેટાચૂંટણીમાં નગરપાલિકામાં ભાજપનો ભગવો તો તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો પંજો

author img

By

Published : Oct 5, 2021, 8:35 PM IST

Kheda election result

ખેડા જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની પેટાચૂંટણીમાં ડાકોર અને ખેડા નગરપાલિકામાં ભાજપે બાજી મારી હતી. જ્યારે ચાર તાલુકા પંચાયતોની ચૂંટણીમાં કોંગ્રેસનો પંજો ઉપર રહ્યો હતો.

  • ડાકોર નગરપાલિકામાં પાંચ અને ખેડા નગરપાલિકામાં ત્રણ બેઠક પર ભાજપનો વિજય
  • જિલ્લા પંચાયતની બેઠક ભાજપે જાળવી
  • તાલુકા પંચાયતની 4 માંથી બે કોંગ્રેસ, એક આપ અને એક બેઠક ભાજપના ફાળે

ખેડા: જિલ્લા પંચાયતની 1 બેઠક, તાલુકા પંચાયતની 4 બેઠક તેમજ ડાકોર નગરપાલિકાની 8 બેઠક અને ખેડા નગરપાલિકાની 3 બેઠકો માટે પેટાચૂંટણી યોજાઇ હતી. જેમાં તાલુકા પંચાયતની 4 બેઠકમાંથી 2 કોંગ્રેસ, 1 આપ અને 1 બેઠક ભાજપના ફાળે ગઇ છે, જ્યારે જિલ્લા પંચાયતની બેઠક ભાજપે જાળવી રાખી છે.

ખેડામાં પેટાચૂંટણીમાં નગરપાલિકામાં ભાજપનો ભગવો તો તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો પંજો

આ પણ વાંચો: રાજ્યમાં યોજાયેલી ચૂંટણી મતગણતરીમાં કઈ નગરપાલિકામાં કોને જીત મળી, જૂઓ સમગ્ર અહેવાલ

ડાકોર નગરપાલિમાં પાંચ અને ખેડા નગરપાલિકામાં ત્રણ બેઠક પર ભાજપનો વિજય

ડાકોર નગરપાલિકાની પેટા ચૂંટણીમાં આઠમાંથી પાંચ બેઠક ભાજપે મેળવી હતી. જ્યારે ત્રણ બેઠક અપક્ષના ફાળે ગઈ છે. ભાજપ પોતાની સત્તા જાળવી રાખી છે. ખેડા નગરપાલિકાની ત્રણ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ત્રણેય બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. આમ નગરપાલિકામાં ભાજપે પોતાની સ્થિતિ જાળવી રાખી હતી. જિલ્લા પંચાયતની ખાલી પડેલી વાંઘરોલી બેઠક પર ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીયો જંગ જામ્યો હતો. આ બેઠક પર 46.63 ટકા મતદાન થતા 11,038 લોકોએ મતદાન કર્યુ હતું. જેની ગણતરી હાથ ધરાતા આમ આદમી પાર્ટીના કૌશીકકુમાર ગીરવતભાઈ પરમારને 1501, કોંગ્રેસના વાઘજી કાભઈભાઈ પરમારને 3878 અને ભાજપના દીપસિંહ અભેસિંહ રાઠોડને 5534 મત મળતા તેઓનો 1656 મતે વિજય થયો હતો. આમ ગળતેશ્વરમાં જિલ્લા પંચાયતની બેઠક ભાજપે જાળવી રાખી છે.

ખેડામાં પેટાચૂંટણીમાં નગરપાલિકામાં ભાજપનો ભગવો તો તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો પંજો
ખેડામાં પેટાચૂંટણીમાં નગરપાલિકામાં ભાજપનો ભગવો તો તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો પંજો

આ પણ વાંચો: ગાંધીનગરમાં ભાજપનો વિજય, પરંતુ 25 વર્ષથી રહેલા ગઢમાં ગાબડુ, જાણો ગુજરાતની તમામ કોર્પોરેશનની સ્થિતિ

તાલુકા પંચાયતની 4 માંથી બે કોંગ્રેસ, એક આપ અને એક બેઠક ભાજપના ફાળે

તાલુકા પંચાયતની ચૂંટણીમાં નડિયાદ તાલુકામાં જાવોલ, માતર તાલુકાના ભલાડા અને મહેલજ તથા ખેડાના રઢું બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જાવોલ બેઠક પર 77.49 મતદાન થતા 3667 મત પડ્યા હતા. જેની ગણતરી હાથ ધરાતા ભાજપના અરવિંદ સોમાભાઈ પરમારને 1821 અને કોંગ્રેસના ઈશ્વર ભાનુભાઈ સોઢાને 1849 મત મળતા તેઓનો માત્ર 28 મતે વિજય થયો છે. માતર તાલુકાના ભલાડા ગામની બેઠક ગત ટર્મમાં પણ આમ આદમી પાર્ટી પાસે હતી.

ખેડામાં પેટાચૂંટણીમાં નગરપાલિકામાં ભાજપનો ભગવો તો તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો પંજો
ખેડામાં પેટાચૂંટણીમાં નગરપાલિકામાં ભાજપનો ભગવો તો તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો પંજો

માતર તાલુકાની બન્ને બેઠકો ભાજપે નજીવા મતે ગુમાવી

આ વખતે ત્રણ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો. જેમાં 71.58 ટકા મતદાન થતાં 4179 મત પડ્યા હતા. જેમાં ભાજપના જગદીશ બાબુભાઈ સોલંકીને 1017, કોંગ્રેસના રમેશ પરમારને 1385 અને આમ આદમી પાર્ટીના ધીરુભાઈ ગોતાભાઈ પરમારને 1819 મત મળતા આમ આદમી પાર્ટીના ઉમેદવારનો 474 મતે વિજય થયો છે. ખેડા જિલ્લાની રઢુ બેઠક પર 58.80 ટકા મતદાન થતા 3029 મત પડ્યા હતા. જેમાં કોંગ્રેસના મુકેશ દિનેશભાઈ મકવાણાને 1131 અને ભાજપના કનુ મુળજીભાઈ સોલંકીને 1858 મત મળતા ભાજપનો 728 મતે વિજય થયો હતો. માતર તાલુકાના મહેલજ બેઠક પર 70.86 ટકા મતદાન થતા 33.41 મત પડ્યા હતા. જેમાંથી ભાજપના અજીજનબીબી સહાદતમીયા મલેક 1501, કોંગ્રેસના જબીરહુસેન શેખુમીયા મલેક 1548, અપક્ષના સાદતમીયા અલીમીયા મલેક 343 આમ કોંગ્રેસના ઉમેદવારને માત્ર 47 મતે વિજય થયો છે. આમ માતર તાલુકાની બન્ને બેઠકો ભાજપે નજીવા મતે ગુમાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.