Maha Shivratri 2023 in Junagadh : પાતાળ લોકમાંથી કૈલાશ પર્વત પર બિરાજતા મહાદેવના ઉત્સવ તરીકે ઉજવાય છે મહાશિવરાત્રી

author img

By

Published : Feb 4, 2023, 5:28 PM IST

Maha Shivratri 2023 in Junagadh : પાતાળ લોકમાંથી કૈલાશ પર્વત પર બિરાજતા મહાદેવના ઉત્સવ તરીકે ઉજવાય છે મહાશિવરાત્રી

જૂનાગઢમાં મહાશિવરાત્રીના ધાર્મિક પર્વની ઉજવણી (Maha Shivratri 2023 in Junagadh )કરવામાં આવશે. મહાશિવરાત્રીના દિવસે દેવાધિદેવ મહાદેવ બલિ રાજાની સુરક્ષા માટે પાતાળ લોક તરફથી ફરી એક વખત કૈલાશ પર્વત પર બિરાજમાન થયા હોવાની માન્યતા છે. તેના ઉત્સવ તરીકે મહાશિવરાત્રી( Maha Shivratri 2023 )નો ધાર્મિક તહેવાર ઉજવવાની ધાર્મિક પરંપરા આદિ અનાદિકાળથી સનાતન ધર્મ સંસ્કૃતિમાં જોવા મળે છે.

જૂનાગઢમાં મહાશિવરાત્રીના ધાર્મિક પર્વની ઉજવણીની માહિતી

જૂનાગઢ : સનાતન ધર્મ સંસ્કૃતિમાં મહાશિવરાત્રીના મેળાનુ ખૂબ જ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે. મહાશિવરાત્રીના દિવસે દેવાધિદેવ મહાદેવ બલિ રાજાની સુરક્ષા માટે પાતાળ લોક તરફથી ફરી એક વખત કૈલાશ પર્વત પર બિરાજમાન થયા છે. તેના ઉત્સવ તરીકે મહાશિવરાત્રીનો ધાર્મિક તહેવાર ઉજવવાની ધાર્મિક પરંપરા આદિ અનાદિકાળથી સનાતન ધર્મ સંસ્કૃતિમાં ચાલતી જોવા મળે છે.

ભોલે બાબાના ભક્તોની અલગારી અદા
ભોલે બાબાના ભક્તોની અલગારી અદા

કૈલાશ પતિ શિવને આવકારવા માટે મહાશિવરાત્રી : સનાતન ધર્મ સંસ્કૃતિમાં મહાશિવરાત્રીના ધાર્મિક ઉત્સવને ખૂબ જ મહત્વપુર્ણ માનવામાં આવે છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુએ બલિરાજાને વામન સ્વરૂપે પાતાળ લોક તરફ મોકલ્યા હતા. ત્યારે પાતાળ લોકમાં દેવાધિદેવ મહાદેવ દ્વારા ભગવાન શ્રી હરિ વિષ્ણુએ બલિરાજા ને આપેલા વચન મુજબ મહાદેવ બલિ રાજાની સુરક્ષા પૂર્ણ કરીને પાતાળ લોક તરફથી ફરી એક વખત કૈલાશ પતિ બન્યા હતા. ત્યારથી સનાતન ધર્મ સંસ્કૃતિમાં મહાશિવરાત્રીના ધાર્મિક ઉત્સવને મનાવવાની વિશેષ પરંપરા શરૂ થઈ હતી. જે આજે આદિ અનાદિ કાળથી સતત ચાલતી જોવા મળે છે.

આ પણ વાંચો Mahashivratri 2023: મહાશિવરાત્રિ પર ભગવાન શિવને ચઢાવો આ વસ્તુઓ, તેમના વિના પૂજા અધૂરી છે

બલિરાજાની સુરક્ષા માટે મહાદેવ ગયા પાતાળ લોક : સનાતન ધર્મ સંસ્કૃતિમાં જોવા મળતી ધાર્મિક લોક વાયકા મુજબ ભગવાન શ્રીહરિ વિષ્ણુએ બલિ રાજાને વામન સ્વરૂપે પાતાળ લોક તરફ મોકલ્યા હતાં. પાતાળ લોક ગયા બાદ બલિ રાજાને તેમની સુરક્ષાની ચિંતા ઉદભવતી. જેના બદલામાં બલિ રાજાએ ભગવાન શ્રી હરિ વિષ્ણુ પાસે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તે મુજબ પાતાળ લોકમાં બલિ રાજાની સુરક્ષા ચાર મહિના સુધી સ્વયંમ ભગવાન શ્રી હરિ વિષ્ણુ ચાર મહિના સુધી બ્રહ્માજી અને બાકીના રહેતા ચાર મહિના સુધી દેવાધિદેવ મહાદેવ સુરક્ષા પૂરી પાડશે. તેને લઈને મહાદેવ દેવપોઢી અગિયારસના દિવસે પાતાળ લોક બલિ રાજાને સુરક્ષા માટે ગયા હતા. અને મહાશિવરાત્રીના દિવસે ચાર મહિના પૂર્ણ કરીને ફરી કૈલાશ પર્વત પર પરત ફર્યા હતા. ત્યારથી મહા શિવરાત્રીનું પર્વ મનાવવામાં આવે છે.

આ પણ વાંચો Magh Purnima 2023: માઘ પૂર્ણિમા 2023 ધાર્મિક મહત્વ અને માઘ પૂર્ણિમાનો શુભ સમય, રવિ પુષ્ય સહિત 4 શુભ યોગ

આજના દિવસે શિવ પાર્વતીના લગ્નની પણ માન્યતા : દેવાધિદેવ મહાદેવ મહાશિવરાત્રીના દિવસે પાતાળ લોક તરફથી કૈલાશ પર્વત પર માતા પાર્વતી અને ગંગાજી સાથે ફરી બિરાજમાન થયા હતા. સનાતન ધર્મ સંસ્કૃતિના શાસ્ત્રો મુજબ આજના દિવસે દેવાધિદેવ મહાદેવ અને માતા પાર્વતીના લગ્ન થયા હોવાની પણ ધાર્મિક માન્યતા સનાતન ધર્મ સંસ્કૃતિના શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ક્યારે આજના દિવસે દેવાધિદેવ મહાદેવની પૂજા દૂધ, કાળા તલ, બિલ્વપત્ર, જળ અને કેસરયુક્ત ચંદનથી અભિષેક કરવાથી મહાદેવ પ્રત્યેક ભક્તનુ કલ્યાણ કરતા હોય છે. જીવ એટલે શિવ અને શિવ એટલે દરેક જીવ તેથી આજના દિવસે મહાદેવની પૂજા કરવાથી પ્રત્યેક ફક્તને તમામ મનોકામના પૂર્ણ થતી હોય છે.

આ વર્ષે મહાશિવરાત્રીનો ઉત્સવ ચાર દિવસનો : મહાશિવરાત્રીનું મહાપર્વ પાંચ દિવસ ઉજવવામાં આવે છે. મહા વદ નોમના દિવસે ભવનાથ મહાદેવ પર ધ્વજારોહણ કરીને શિવરાત્રી પર્વની શરૂઆત થાય છે કે મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ મૃગીકુંડમાં સ્નાન સાથે પૂર્ણ થતું હોય છે. આ વખતે દશમનો ક્ષય હોવાથી પાંચ દિવસની જગ્યા પર ચાર દિવસ સુધી મહાશિવરાત્રીના ધાર્મિક પર્વની ઉજવણી કરવામાં આવશે. પાંચ વર્ષ બાદ આ વર્ષે ફરી એક વખત દશમનો ક્ષય હોવાને કારણે ચાર દિવસનુ મહાશિવરાત્રીનુ મહાપર્વ ધાર્મિકતાના ભાવ સાથે ઉજવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.