Junagadh News : કોડીનારમાં દીપડાનો આતંક, પરપ્રાંતીય મહિલા પર કર્યો હુમલો

author img

By

Published : Jan 30, 2023, 10:39 PM IST

Leopard attack કોડીનારમાં દીપડાનો આતંક, પરપ્રાંતીય મહિલા પર કર્યો હુમલો

જૂનાગઢના કોડીનારમાં ફરી દીપડાનો આતંક સામે આવ્યો હતો. અહીં ખેતરમાં કામ કરી રહેલી મહિલા પર દીપડાએ હુમલો કર્યો હતો. જોકે, ખેતરમાં આસપાસના બીજા લોકો પણ હાજર હોવાથી દીપડો (Leopard attack on farm laborer in Kodinar Junagadh) ત્યાંથી ભાગી ગયો હતો. તેના કારણે મહિલાનો જીવ બચી (Leopard terror in Kodinar Junagadh ) ગયો હતો.

2 મહિનામાં દીપડાના હુમલાની ત્રીજી ઘટના

જૂનાગઢઃ જિલ્લામાં અવારનવાર જંગલી પ્રાણીઓનો ત્રાસ રહેતો હોય છે. તેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. તો કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયા છે. આવી જ રીતે કોડીનારમાં ફરી એક વાર દીપડાનો આતંક જોવા મળ્યો હતો. અહીં ઘાટવડ ગામમાં ખેતરમાં કામ કરી રહેલી પરપ્રાંતીય મહિલા પર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી.

આ પણ વાંચો Chhota Udepur News : મોટા ભાઈના ખોળામાંથી નાના ભાઈને દીપડો ઉપાડી ગયો

લોકોમાં ચિંતાનો માહોલઃ આ મહિલા ખેતરમાં કામ કરી રહી હતી. તે દરમિયાન જ અચાનક આવેલા દીપડાએ ખેતમજૂર મહિલા પર હુમલો કર્યો હતો. તેના કારણે મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. ત્યારબાદ મહિલાને સારવાર માટે કોડીનાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવી હતી. છેલ્લા 2 મહિના દરમિયાન દીપડાના હુમલાની આ ત્રીજી ઘટના છે, જેને લઈને ગામ લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે

કોડીનાર તાલુકામાં દીપડાનો આતંકઃ કોડીનાર તાલુકામાં દીપડાનો આતંક વધુ એક વખત સામે આવ્યો છે. અહીંના ગામમાં દીપડાએ ઘાત લગાવીને મહિલા પર હુમલો કર્યો હતો. જોકે, અચાનક આવેલા દીપડાના કારણે ખેતમજૂર મહિલા હતપ્રત થઈ ગઈ હતી, પરંતુ આસપાસમાં લોકોને જોઈને દીપડો પલાયન થઈ જતા મહિલાનો જીવ બચી ગયો હતો.

2 મહિનામાં દીપડાના હુમલાની ત્રીજી ઘટનાઃ કોડીનાર તાલુકામાં 2 મહિના દરમિયાન દીપડાના હુમલાની આ ત્રીજી ઘટના છે. આજથી થોડા દિવસો પૂર્વે દીપડાના હુમલામાં બાળકીનો જીવ ગયો હતોય ત્યારે આજે ફરી એક વખત દીપડાએ ઘાત લગાવીને ખેત મજૂર મહિલા પર હુમલો કર્યો છે. તેને લઈને ખેતરમાં કામ કરી રહેલા ખેત મજૂરોની સાથે ગામ લોકોમાં પણ હવે દીપડાના આતંકનો ભય જોવા મળે છે. ગામ લોકો તાકીદે હુમલો કરી રહેલા દીપડાનો વન વિભાગ કોઈ રસ્તો કરે તેવી માગ પણ કરી રહ્યા છે. ત્યારે દીપડાના હુમલાથી ઘાટવડ ગામમાં ફરી એક વખત ભયનો માહોલ ઊભો થયો છે.

છોટાઉદેપુરમાં પણ દીપડાએ મચાવ્યો આતંકઃ આપને જણાવી દઈએ કે, તાજેતરમાં જ છોટાઉદેપુરના મૂળધર ગામમાં પણ દીપડાનો આતંક જોવા મળ્યો હતો. અહીં દીપડો 2 વર્ષના બાળકને ખેંચીને લઈ ગયો હતો. જોકે, પરિવારજનોએ શોધખોળ કરી હતી. ત્યારબાદ એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.