kathiyawadi horse કાઠિયાવાડી અશ્વની નસ્લ હવે ઈતિહાસ થવાની તૈયારીમાં, અશ્વપાલકોએ ખખડાવ્યો સરકારનો દરવાજો

kathiyawadi horse કાઠિયાવાડી અશ્વની નસ્લ હવે ઈતિહાસ થવાની તૈયારીમાં, અશ્વપાલકોએ ખખડાવ્યો સરકારનો દરવાજો
જૂનાગઢમાં જાજરમાન અશ્વ તરીકે ઓળખાતી કાઠીયાવાડી અશ્વની નસલ પર હવે લુપ્ત થવાને (kathiyawadi horse breeds struggle to survive) આરે પહોંચી છે. આ નસ્લ પર હવે ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે અશ્વપાલકોએ સરકાર સમક્ષ અશ્વોની સર્વોત્તમ ગણાતી કાઠીયાવાડી નસલને સુરક્ષિત કરવા માગ (horse breeders demands for help) કરી છે.
જૂનાગઢઃ સમગ્ર વિશ્વમાં જાજરમાન અશ્વ તરીકે જે નસ્લનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેવા કાઠીયાવાડી અશ્વો હવે લુપ્ત થવાને આરે પહોંચી ગયા છે. એક સમયે કચ્છ અને કાઠિયાવાડમાં કાઠિયાવાડી નસ્લના અશ્વોને જાજરમાન માનવામાં આવતા હતા. રાજા રજવાડાંઓ અને નવાબોને અતિપ્રિય એવા કાઠીયાવાડી અશ્વના નસ્લાના અશ્વ આજે પોતાનો ભવ્ય અને ગૌરવવંતો ઈતિહાસ બચાવવાને લઈને હવે ઝઝૂમી રહ્યા છે. જૂનાગઢના અશ્વપાલકો પણ અશ્વની આ સર્વોત્તમ નસલને જાળવી રાખવા માટે સરકાર મદદ કરે તેવી ગુહાર પણ લગાવી રહ્યા છે.
આ પણ વાંચો વિસરાઈ ગયેલી સ્પર્ધાનું ફરી આયોજન, લવાછા ગામે અશ્વદોડ યોજાઈ
જુનાગઢના નવાબે આપી કાઠીયાવાડી અશ્વની ભેટઃ જૂનાગઢના નવાબને અશ્વપાલનનો પણ એક રજવાડી શોખ હતો. જૂનાગઢમાં જ્યારે નવાબનું શાસન હતું, ત્યારે કાઠીયાવાડી અશ્વોનો દબદબો સમગ્ર કચ્છ અને કાઠીયાવાડમાં જોવા મળતો હતો. તેમના પ્રયત્નોથી સૌરાષ્ટ્રમાં કાઠીયાવાડી અશ્વોની નસ્લને ખૂબ જ મોકળું મેદાન મળતું હતું. નવાબના પશુપ્રેમને કારણે કાઠીયાવાડી અશ્વ માટે અનેક અશ્વ કેન્દ્ર અને તેના બ્રિડિંગ સેન્ટરો શરૂ કરાયા હતા, પરંતુ વર્તમાન સમયમાં જૂનાગઢના નવા 2 શરૂ કરેલા મોટા ભાગના અશ્વ ઉછેર અને બ્રિડિંગ સેન્ટર આજે સરકારની ઉદાસીનતાને કારણે અસ્ત થયા છે.
અશ્વની સારવારને લઈને નથી કોઈ કેન્દ્રઃ છેલ્લા ઘણા વર્ષોથી જૂનાગઢમાં રહીને અશ્વપાલન સાથે સંકળાયેલા રાજુ રાડા તેમના અશ્વપાલન શોખને લઈને ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નવાબ દ્વારા શરૂ કરવામાં આવેલા અશ્વ ઉછેર કેન્દ્ર આજે અસ્ત થયા છે, જેના કારણે કાઠિયાવાડી નસ્લના અશ્વની નવી સંતતિઓ ખૂબ જ મર્યાદિત બની રહી છે. આગામી સમયમાં આ ઘોડા માત્ર ફોટો કે વીડિયોમાં જોવા મળે તેટલી હદે ચિંતાજનક પરિસ્થિતિ પહોંચી ગઈ છે. તેમાં સરકારે સમય રહેતા ધ્યાન આપવું પડશે. જો સરકાર સમય રહેતા નહીં જાગે તો સમગ્ર કચ્છ અને કાઠીયાવાડી જાઝરમાન ગણાતી કાઠીયાવાડી અશ્વની આખી સંતતિ લુપ્તપાય થશે.
આ પણ વાંચો Ashwa yatra: હમીરજી ગોહિલની શહાદતને યાદ કરતી અશ્વ યાત્રા પહોંચી સોમનાથ
અશ્વ ઉછેરને લઈને નથી કોઈ નક્કર વ્યવસ્થાઃ સમગ્ર કચ્છ અને કાઠિયાવાડમાં અશ્વ ઉછેર અને તેના બ્રિડિંગ તેમ જ અશ્વમાં જોવા મળતી બીમારીની યોગ્ય અને સમય રહેતા સારવાર થઈ શકે તે માટેની કોઈ નક્કર વ્યવસ્થા આજે જોવા મળતી નથી. નવાબના સમયમાં અશ્વ ઉછેર કેન્દ્રની સાથે તેની દેખરેખ માટેના અનેક કેન્દ્રો જોવા મળતા હતા.
આઝાદી બાદ આ અશ્વની સંતતિને બચાવવા સરકાર બની હતી ઉદાસીનઃ આજે જે કાઠિયાવાડી અશ્વ ખૂબ જૂજ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. તેનો શ્રેય એક માત્ર નવાબને જાય છે, પરંતુ આઝાદ થયા બાદ કાઠિયાવાડી ઘોડાની સંતતિને બચાવવા રાજ્ય અને કેન્દ્રની સરકાર જાણે કે ઉદાસીન બની ગઈ છે. આના કારણે ખૂબ જ જાજરમાન અને ભવ્ય ઈતિહાસ ધરાવતા કાઠિયાવાડી અશ્વો આજે પોતાની નસ્લને બચાવવા હણહણી રહ્યા છે. ઘોડાનો હણહણાટ કેન્દ્ર અને રાજ્ય સરકારના કાન સુધી પહોંચતો નથી, જેને કારણે કાઠીયાવાડી નસલાના અશ્વ આજે ભયગ્રસ્ત અવસ્થામાં જોવા મળે છે.
ખૂબ જ ખડતલ અને મજબૂત અશ્વના વેચાણને લઈને પણ ચિંતાઃ કાઠિયાવાડી નસ્લનો અશ્વ ખૂબ જ ખડતલ અને મજબૂત માનવામાં આવે છે, જેના કારણે કચ્છ અને કાઠિયાવાડમાં આ અશ્વની એક સમયે બોલબાલા જોવા મળતી હતી. નવાબી સમય અને રાજા રજવાડાઓના ઈતિહાસ ખોલીને જોઈએ તો તેમાં ચોક્કસપણે કાઠિયાવાડી નસ્લના અશ્વનો ઉલ્લેખ ઊડીને આંખે વળગશે, પરંતુ વર્તમાન સમયમાં આ અશ્વના ખરીદદારો પણ ખૂબ ઘટી ગયા છે. અન્ય અશ્વના બચ્ચાની કિંમત 1,00,000 રૂપિયાની આસપાસ થાય છે. તો કાઠિયાવાડી અશ્વના બચ્ચાની કિંમત 5થી 25,000 રૂપિયાન અંદર થવા જાય છે, જેના કારણે પણ કાઠીયાવાડી અશ્વના અશ્વની નસલો સંકટ ગ્રસ્ત બનતી જાય છે જેને દુઃખ જૂનાગઢના અશ્વપાલક રાજુરાડાએ વ્યક્ત કર્યું હતું.
