લ્યો બોલો : 40 વર્ષથી વગર વરસાદે પાણીથી જળમગ્ન આ પંથક! કોણ ગામડોઓને મુશ્કેલીમાંથી કાઢશે બહાર?

author img

By

Published : Aug 5, 2022, 3:22 PM IST

લ્યો બોલો : 40 વર્ષથી વગર વરસાદે પાણીથી જળમગ્ન આ પંથક! કોણ ગામડોઓને મુશ્કેલીમાંથી કાઢશે બહાર?

જૂનાગઢ જિલ્લાનો ઘેડ પંથક પાછલા કેટલાય (Submerged in Gujarat) દશકાથી ચોમાસા દરમિયાન વગર વરસાદે પાણીથી જળમગ્ન બની જાય છે. જુનાગઢના ઘેડ વિસ્તારના ગામો એક ઇંચ વરસાદ (Junagadh Ghed area submerged) પડ્યા વગર ગામડોઓ જળમગ્ન બની જાય છે. આ સમસ્યા ઘેડના 50 જેટલા ગામોને થઈ રહી છે. પાછલા 40 દશકાની (Rain Damage in Gujarat) મુશ્કેલી આજે પણ સમાધાનની રાહ જોઈ રહી છે.

જૂનાગઢ : જુનાગઢ અને પોરબંદર જિલ્લાનો ઘેડ પંથક રકાબીના આકાર (Submerged in Gujarat) મુજબની ભૌગોલિક પરિસ્થિતિ ધરાવે છે. જેને કારણે પાછલા કેટલાય દશકાથી ઘેડ પંથક ચોમાસા દરમિયાન વગર વરસાદે પણ જળમગ્ન બની જાય છે. પાછલા 40 દશકાની આ સમસ્યા આજે પણ ઘેડ વિસ્તારના લોકો અને 50 કરતાં વધુ ગામડાઓ માટે કોયડા સમાન બની રહી છે. જુનાગઢ અને રાજકોટ જિલ્લાના તાલુકાઓમાં પડેલા અતિભારે વરસાદને કારણે ઓજત અને ભાદર નદીમાં આવતા ભારે પુર નો પ્રવાહ ઘેડને ડુબાડી રહ્યું છે. આ સમસ્યા હવે ગામ લોકો માટે પણ ખૂબ મુશ્કેલી બનતી જાય છે, પરંતુ દશકાઓથી ચાલતી આવતી આ સમસ્યા આજે પણ (Rain damage in Gujarat) ઉકેલ માંગી રહી છે અને તેનો ભોગ 50 કરતાં વધુ ગામના નિર્દોષ લોકો ખેડૂતો અને મુગા પશુઓ ભોગવી રહ્યા છે.

0 વર્ષથી વગર વરસાદે પાણીથી જળમગ્ન આ પંથક!

વગર વરસાદે ગામ જળમગ્ન - પાછલા 40 દશકાથી વગર વરસાદે ઘેડ પંથક જળમગ્ન બની જાય છે. નદી વિસ્તારમાં સતત વધી રહેલું અતિક્રમણ ઘેડ પંથકની સમસ્યાને વધુ ઘેરી કરી રહ્યું છે. નદીઓ સતત સાંકળી બની રહી છે. જેને કારણે ચોમાસા (Ghed Panthak Jalamagn) દરમિયાન આવેલા પૂરના પાણી નદીઓની મર્યાદાઓ ઓળંગીને ગામોમાં ઘૂસી જાય છે. જેને કારણે ઘેડ પંથકના બામણાસા હંટરપુર ઓસા ફૂલરામાં મટીયાણા ઘેડ બગસરા સહિત 50 જેટલા ગામો વગર વરસાદે જળમગ્ન બની જાય છે. 15 દિવસ સુધી આ ગામોનો સંપર્ક સમગ્ર વિશ્વ સાથે કપાયેલો જોવા મળે છે. ગામ લોકો આ સમય દરમિયાન અનેક મુશ્કેલી પરિસ્થિતિમાંથી પણ પસાર થતા હોય છે,

40 વર્ષથી વગર વરસાદે પાણીથી જળમગ્ન આ પંથક! કોણ ગામડોઓને મુશ્કેલીમાંથી કાઢશે બહાર?

40 દશકા જૂની સમસ્યા - 40 દશકા જૂની આ સમસ્યા ગામ લોકોને દર વર્ષે નવી મુસીબતમાં મૂકી આપે છે. ઘરની અંદર પણ ગોઠણ ડૂબ પાણીની વચ્ચે જનજીવન ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં ધબકતું જોવા મળે છે. શૌચાલય હોય કે ભોજન બનાવવાની જગ્યા આ તમામ જગ્યા (Junagadh Ghed area submerged) પર ત્રણથી ચાર ફૂટ પાણી ભરાયેલું જોવા મળે છે. આવી વિપરીત પરિસ્થિતિ ની વચ્ચે ઘેડનું જનજીવન 15 દિવસ ખૂબ જ મુશ્કેલી ભર્યા સમયમાંથી પસાર થાય છે. તેમ છતાં ઘેડની ખુમારી આ મુશ્કેલી ભર્યા સમયને પણ ખૂબ જ સફળતાપૂર્વક નિભાવી જાણે છે. 40 દશકા જૂની આ સમસ્યા આજે 50 કરતાં વધુ ગામડાઓમાં ઘર કરી ચૂકી છે. તેમ છતાં તેનું આજ દિન સુધી કોઈ નિરાકરણ થતું જોવા મળતું નથી.

ઘેડ પંથકના ગામડાઓ
ઘેડ પંથકના ગામડાઓ

પાણીથી લોકોનું જીવન - ઘેડમાં આફત બનીને વહેતું ઓજત અને ભાદર નદીના પુરના પાણી ગામ લોકોના જનજીવનને ત્રાહિત કરી મૂકે છે. વધુ આગળ વધીને આફતરૂપી વહેતું પાણી ઘેડના ખેડૂતો પર પણ કહેર રૂપે તૂટી પડે છે. ધસમસ્તા પૂરના પાણીને કારણે ખેડૂતોનો મહામૂલો ચોમાસુ (Rain damage in Gujarat) પાક જાણે કે નજર સમક્ષ નાશ થતો જાય છે અને ખેડૂત પોતાની મહેનતને નષ્ટ થતા બચાવી શકવા માટે અસમર્થ બની જાય છે. આટલું અધૂરું હોય તેમ ખેડૂતો માટે જીવથી પણ વધારે વહાલી ખેતરની માટી પણ ધસમસતા પૂરના પાણીના પ્રવાહમાં તણાઈ જાય છે. વરસાદ રૂપી વરસેલા કુદરતનું હેત ઘેડ માટે આફત બની જાય છે, પરંતુ ઘેડની આ ખમીરવંતી પ્રજા આજે પણ કુદરતના આ કહેરની વચ્ચે અડીખમ ઊભેલી જોવા મળે છે. પારાવાર નુકસાની બાદ પણ ઘેડ પાછલા 40 દસકાથી આ જ પ્રમાણે ફરીથી બેઠું થતું જોવા મળે છે. પરંતુ દર વર્ષે આવતું પૂર ઘેડ માટે ધ્રાસકો બની જાય છે. જેને પ્રત્યેક ઘેડવાસી ભૂલવાનો પ્રયત્ન કરે છે, પરંતુ દર વર્ષે ચોમાસામાં આ ધ્રાસકો ફરી એક વખત પૂરના રૂપમાં જીવંત બની જાય છે.

ઘેડ પંથકના ગામડાઓ
ઘેડ પંથકના ગામડાઓ

આ પણ વાંચો : નદીમાં પાણીની આવક વધતાં રિવરફ્રન્ટ બન્યો જળમગ્ન

ઘેડનો સંપર્ક તૂટી જાય છે - ઘેડ જળમગ્ન બન્યા બાદ ખાસ કરીને નાના બાળકો અને મહિલાઓને તબીબી જરૂરિયાત ઊભી થાય ત્યારે આ સમય ખૂબ જ મુશ્કેલી ભર્યો બની જાય છે. ઘેડનો સંપર્ક તમામ માર્ગોથી તૂટી જાય છે. ચાલીને નીકળવું પણ નામુમકિન બની જાય આવા સમયે એમ્બ્યુલન્સ કે અન્ય તબીબી સામગ્રી ગામ સુધી પહોંચે અથવા તો કોઈ દર્દી ગામની બહાર હોસ્પિટલ સુધી પહોંચે તેવો વિચાર પણ થઈ શકતો નથી. આવી વિપરીત પરિસ્થિતિની (Drenched in rain without) વચ્ચે ઘેડ આજે 40 વર્ષથી ઘેરાયેલું જોવા મળે છે. વિકટભર્યા આ સમયમાં સરકાર અને તેના અધિકારીઓ પણ જાણે કે ઘેડ પ્રત્યે ઓરમાયુ વર્તન રાખતા હોય તેવો અહેસાસ ઘેડના ગામ લોકો કરી રહ્યા છે. 40 દશકા જૂની આ સમસ્યા સરકાર થી લઈને અધિકારીઓ સુધી સૌ પરિચિત છે. પરંતુ મુશ્કેલીના આ સમયમાં અધિકારીની સાથે સરકાર પણ જાણે કે મો ફેરવી લેતી હોય તે પ્રકારનો અનુભવ પાછલા 40 વર્ષથી ઘેડના 50 જેટલા ગામોના લોકો કરી રહ્યા છે.

ઘેડ પંથક
ઘેડ પંથક

દર વર્ષે જનજીવન કપરુ - પૂરના પાણીથી બેટ બનેલો સમગ્ર ઘેડનો વિસ્તાર બાળકોના શિક્ષણ માટે પણ ખૂબ મુશ્કેલી ભર્યો બની રહે છે. ચોમાસા દરમિયાન બાળકોને શાળા સુધી મોકલવા પણ ખૂબ કપરું કામ માનવામાં આવે છે, ત્યારે અતિ ભારે વરસાદને કારણે ખેડૂતોના પશુધનને પણ ખૂબ નુકસાન થાય છે. સાથે સાથે ચોમાસા દરમિયાન ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલો ઘાસચારો પુરના પાણીમાં અંતિમ આશા સમાન પોતાના માલ ઢોરનો ખોરાક પણ જાણે કે નજર સામેથી દૂર થઈ રહ્યો હોય તેવું વિકટ દ્રશ્ય પણ ઘેડના લોકોએ અનુભવ્યું છે. આ દુઃખ અને મુશ્કેલી ભર્યા સમયમાંથી ઘેડના 50 ગામો અને તેના લોકો આજે પણ પસાર થઈ રહ્યા છે. સમસ્યા ચાલીસ વર્ષ જૂની છે, તેનો ઉકેલ આજે ચાર દસકા બાદ પણ રાહ જોઈ રહ્યો છે. ઉકેલ અને સમસ્યાની વચ્ચે પાછલા 40 વર્ષથી ઘેડનું જનજીવન આજે દર વર્ષે કપરુ બની રહ્યું છે.

ઘેડ પંથકના ગામડાઓ
ઘેડ પંથકના ગામડાઓ

આ પણ વાંચો : ઘેડ વિસ્તારના ગામો પાછલા 48 કલાકથી જળમગ્ન

સ્થાનિક ધારાસભ્યો - રાજકીય ઈચ્છા શક્તિનો અભાવ ઘેડને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે અપૂરતો લાગી રહ્યો છે. પાછલા ઘણા વર્ષોથી રાજ્ય વિધાનસભામાં ડૂબતા ઘેડને લઈને અહીંના સ્થાનિક ધારાસભ્યો અનેક વાર રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ રાજ્યની સરકાર ઘેડ પ્રત્યે આજ દિન સુધી કોઈ ચોક્કસ નિરાકરણ કરવામાં ઉણી ઉતરી છે. પાછલા ચાર દસકાથી ચોમાસુ સત્ર દરમિયાન અહીંના ધારાસભ્ય ઘેડની આ સમસ્યા સરકાર સુધી વિધાનસભા ગૃહના માધ્યમથી પહોંચાડે છે, પરંતુ આ સમસ્યા ઘેડથી રાજ્ય વિધાનસભા સુધી પહોંચે છે. તેનો ઉકેલ સચિવાલયના ગલીયારાઓમાં જાણે કે પાછલા 40 વર્ષથી માર્ગ ભૂલીને ભટકતો હોય તેવો અનુભવ અહીંના સ્થાનિક ધારાસભ્યો પણ વ્યક્ત કરી રહ્યા છે. આ વર્ષે પણ વિધાનસભાના ચોમાસુ સત્રમાં અહીંના સ્થાનિક ધારાસભ્યો એકમાત્ર ઘેડના મુદ્દાને લઈને સરકારનું ધ્યાન આકર્ષિત કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.