જૂનાગઢ કૃષિ યુનિ.નો પદવીદાન સમારોહ, ગોલ્ડ મેડલિસ્ટ તમિલનાડુની વિદ્યાર્થિનીએ ગુજરાતના ખેતીના શિક્ષણને ગણાવ્યું શ્રેષ્ઠ

author img

By

Published : Jan 10, 2023, 10:15 AM IST

જૂનાગઢ કૃષિ યુનિ.નો પદવીદાન સમારોહ, ગોલ્ડ મેડલિસ્ટ તમિલનાડુની વિદ્યાર્થિનીએ ગુજરાતના ખેતીના શિક્ષણને ગણાવ્યું શ્રેષ્ઠ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં 18મો પદવીદાન સમારોહ (Junagadh Agricultural University Convocation) યોજાયો હતો. તે દરમિયાન ગોલ્ડ મેડલ મેળવનાર તમિલનાડુની વિદ્યાર્થિની જયાગૌરીએ (tamil nadu student gets gold medal) ગુજરાતની ખેતી અને ખેતીના શિક્ષણના વખાણ કર્યા હતા. સાથે જ તેમને શ્રેષ્ઠ ગણાવ્યું હતું. તો આ સમારોહમાં કુલાધિપતિ આચાર્ય દેવવ્રત (Governor Acharya Devvrat) પણ વર્ચ્યૂઅલ માધ્યમથી જોડાયા હતા.

JAUનો 18મો પદવીદાન સમારોહ

જૂનાગઢ જિલ્લાની કૃષિ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના 18મા પદવીદાન સમારોહમાં કુલાધિપતિ આચાર્ય દેવવ્રત વર્ચ્યૂઅલ માધ્યમથી (Acharya Devvrat Junagadh Agricultural University) જોડાયા હતા. અહીં ગોલ્ડ મેડલ મેળવનારી તમિલનાડુની વિદ્યાર્થિની જયાગૌરીએ (tamil nadu student gets gold medal) ગુજરાતની ખેતી અને ખેતીના શિક્ષણને શ્રેષ્ઠ (agriculture education in gujarat) ગણાવ્યું હતું. એટલે તેઓ તમિલનાડુથી જૂનાગઢ ખેતીવાડીને લગતો અભ્યાસ કરવા માટે પહોંચ્યા હતાં અને આવનારા દિવસોમાં ખેતીમાં પ્રાપ્ત કરેલા શિક્ષણથી (agriculture education in gujarat) ખેડૂતો ઉન્નત બને તે ખેતીના ક્ષેત્રમાં આગળ વધવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

JAUનો 18મો પદવીદાન સમારોહ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના આ પદવીદાન સમારોહમાં (Junagadh Agricultural University Convocation) યુનિવર્સિટી હસ્તકની કૉલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કૃષિ ક્ષેત્રના અભ્યાસક્રમમાં વિશેષ અને ઉજ્જવળ દેખાવ કરવા બદલ ગોલ્ડ, સિલ્વર અને ગોલ્ડ પ્લેટ સિલ્વર મેડલથી નવાઝવામાં આવ્યા હતા. આ પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીની કૉલેજોમાં અભ્યાસ કરતા 62 જેટલા વિદ્યાર્થીઓને જેતે વિદ્યાશાખામાં શ્રેષ્ઠ પરિણામ લાવવા બદલ મેડલોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલાધિપતિ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વર્ચ્યૂઅલ માધ્યમથી (Acharya Devvrat Junagadh Agricultural University) ઉપસ્થિત રહીને મેડલ પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓને પોતાની શુભકામનાઓ પાઠવી હતી અને ખેતીના ક્ષેત્રમાં વધુ આગળ વધે તેવી કામના કરી હતી.

આ પણ વાંચો નવસારીમાં બદલાતા વાતાવરણને લઈને 150 જેટલા કૃષિ વૈજ્ઞાનિકોએ કર્યું મનોમંથન

ગોલ્ડ મેડાલિસ્ટ જયાગૌરી બી.એ આપી પ્રતિક્રિયા મૂળ તમિલનાડુની જયાગૌરી બી. (tamil nadu student gets gold medal) જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના (Junagadh Agricultural University Convocation) કિટક શાસ્ત્રમાં માસ્ટર ઑફ સાયન્સનો અભ્યાસ કરી રહી છે. આ અભ્યાસના ક્ષેત્રમાં ઉજ્જવળ દેખાવ કરતા તેને ગોલ્ડ મેડલથી નવાજવામાં આવી છે. ગુજરાતની ખેતી પદ્ધતિ (Farming system of Gujarat) અને ગુજરાતમાં આપવામાં આવતું ખેતી અંગેનું ઉચ્ચ શિક્ષણ (agriculture education in gujarat) ખૂબ જ સારું હોવાના કારણે તેણે ખેતીના શિક્ષણ માટે ગુજરાત અને તેમાં પણ જૂનાગઢની પસંદગી કરી છે.

આ પણ વાંચો National Farmers Day 2022 બમણી આવકની વાત કરતી સરકારના રાજમાં જ ખેડૂતો થયા દેવાદાર

ખેડૂતોને કરશે મદદ તેમણે ETV Bharat ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેઓ આગામી સમયમાં અભ્યાસનો ઉપયોગ ખેડૂતોના હિતાર્થે કરશે. તેમણે કિટક શાસ્ત્રમાં એમએસસી કર્યું છે. ત્યારે ખેતી પાકોને રોગ જીવાતથી કઈ રીતે મુક્ત રાખી શકાય અને તેના થકી ખેતીનો ખર્ચ ઘટાડવામાં ખેડૂતોને કઈ રીતે મદદગાર બની શકાય તેને લઈને તે કામ કરવાની ઈચ્છા ધરાવે છે.

13 ગોલ્ડ મેડલ મેળવનાર પાર્થ નંદાણિયાએ વ્યક્ત કરી આશા આ યુનિવર્સિટી હસ્તક આવતી અમરેલી કૃષિ કૉલેજમાં (Amreli Agricultural College) અભ્યાસ કરતા પાર્થ નંદાણિયાએ આનુવંશિક છોડ સંવર્ધન વિષયમાં ઉજ્જવળ દેખાવ કરતા તેમને 13 જેટલા ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યો છે. તેમણે તેમની આ સફળતા માટે ગુજરાત એગ્રિકલ્ચર યુનિવર્સિટીનો (Gujarat Agriculture University) આભાર માન્યો હતો. સાથે જ આગામી દિવસોમાં આનુવંશિક છોડ સંવર્ધનના ક્ષેત્રમાં (Genetic plant breeding) વધુ આગળ વધવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સાથે સાથે ગુજરાતની ખેતી પદ્ધતિમાં ખાસ કરીને આનુવંશિક છોડના સંવર્ધન ક્ષેત્રમાં અનેક શક્યતાઓ રહેલી છે. તેમાં કામ કરીને ખેડૂતો વધુ સારી રીતે કૃષિ અને કૃષિ પાકો સાથે જોડાય તે માટે ઈચ્છા વ્યક્ત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.