Bowl player artist: તળેટીમાં એકતારો નહિ બાઉલનો નાદ પડઘાયો, સોરઠમાં બાંગ્લાદેશી સંસ્કૃતિના સ્વર રેલાયા

author img

By

Published : Feb 1, 2023, 7:52 PM IST

Bowl player artist: તળેટીમાં એકતારો નહિ બાઉલનો નાદ પડઘાયો, સોરઠમાં બાંગ્લાદેશી સંસ્કૃતિના સ્વર રેલાયા

જૂનાગઢમાં પ્રથમ વખત બાઉલ વાદનનો કાર્યક્રમનું (Bowl player artist) આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વવિખ્યાત બાઉલ વાદક મધુસુદન બાઉલે બાંગ્લાદેશ અને બંગાળમાં જોવા મળતી પ્રાચીનતમ બાઉલ કળાને જુનાગઢવાસીઓ સમક્ષ રજૂ કરીને ફરી એક વખત ગીરી તળેટીમાં ધાર્મિક સંગીતના સથવારે નરસિંહ મહેતાની યાદ તાજી કરાવી હતી.

જૂનાગઢ: વિશ્વ વિખ્યાત મધુસુદન બાઉલે જુનાગઢ વાસીઓને પોતાની બાઉલ કાળા થઈ પ્રભાવી કર્યા છે. જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત બાઉલ વાદનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિશ્વના 50% કરતાં વધુ દેશોમાં કાર્યક્રમ કરી ચૂકેલા વિશ્વ વિખ્યાત મધુસુદન બાઉલે બંગાળ અને બાંગ્લાદેશની લોકસંસ્કૃતિને તળેટીમાં રજૂ કરીને નરસિંહ મહેતાની યાદ તાજી કરાવી હતી.

તળેટીમાં એકતારો નહિ બાઉલનો નાદ પડઘાયો, સોરઠમાં બાંગ્લાદેશી સંસ્કૃતિના સ્વર રેલાયા

નરસિંહ મહેતાની યાદ થઈ તાજી: વિશ્વ વિખ્યાત બાઉલ વાદક મધુસુદન બાઉલ અને તેના શિષ્ય સનાતન હાજરા બાઉલ નો કાર્યક્રમ જૂનાગઢની ગીરી તળેટીમાં આવેલા રુપાયતનમાં યોજવામાં આવ્યો હતો. રૂપાયતન સંસ્થા સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરને સાચવતા કાર્યક્રમોનું આયોજન કરે છે. જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત બાઉલ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. વિશ્વવિખ્યાત બાઉલ વાદક મધુસુદન બાઉલે બાંગ્લાદેશ અને બંગાળમાં જોવા મળતી પ્રાચીનતમ બાઉલ કળાને જુનાગઢવાસીઓ સમક્ષ રજૂ કરીને ફરી એક વખત ગીરી તળેટીમાં ધાર્મિક સંગીતના સથવારે નરસિંહ મહેતાની યાદ તાજી કરાવી હતી.

તળેટીમાં બાઉલનો નાદ પડઘાયો
તળેટીમાં બાઉલનો નાદ પડઘાયો

આ પણ વાંચો Junagadh News : વિશ્વ કલ્યાણ માટે ગિરનારની ગોદમાં મહાવિદ્યાનો ચંડી યજ્ઞ શરૂ

સાત કલાના સાધક: બાઉલ વાદક ને સંગીતની સાત કલાના સાધક તરીકે પણ ઓળખવામાં આવે છે. મધુસુદન બાઉલ બાઉલ વગાડવાની સાથે તે તેમના ગીત પણ રચે છે. સુર અને તાલનો સમન્વય પણ બાઉલ વાદકે તૈયાર કરવાના હોય છે. બાઉલ કળામાં જે કલાકાર બાઉલનું વાદન કરતો હોય છે તે સંગીતના તાલે ઝૂમતો પણ જોવા મળે છે. આમ એક સાથે સાત કલાને સાધીને બાઉલ વાદનને લોકો સમક્ષ રજૂ કરી શકાય છે. સામાન્ય રીતે સંગીતના કોઈ પણ ક્ષેત્રમાં એક કલામાં પારંગત હોવુ જરૂરી છે. બાઉલ વાદન સાથે સંકળાયેલા બાઉલો સંગીતની સાત કળામાં પારંગત હોય છે.આજે મધુસુદન બાઉલના સમગ્ર વિશ્વમાં કરોડોની સંખ્યામાં સમર્થકો પણ જોવા મળે છે.

સોરઠમાં બાંગ્લાદેશી સંસ્કૃતિના સ્વર રેલાયા
સોરઠમાં બાંગ્લાદેશી સંસ્કૃતિના સ્વર રેલાયા

આ પણ વાંચો જૂનાગઢના નવાબનું એવું સામ્રાજ્ય જેના આદેશથી બ્રિટિશ સરકારમાં તિરાડો પડતી

જાહેર કરી ધરોહર: વર્ષ 2005 માં યુનેસ્કો દ્વારા બાઉલ કલાને વિશ્વની ધરોહર જાહેર કરી છે. આ બાઉલ વાદન અને તેની કલા સમગ્ર વિશ્વમાં કેટલી મહત્વ ધરાવતી હશે તેનુ આદર્શ અને ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડે છે. બાઉલ કલા મુખ્યત્વે બંગાળ અને બાંગ્લાદેશના જનજાતિય સમુદાયોમાં આજે પણ જોવા મળે છે. ત્યારે ઈટીવી ભારત સાથે મધુસુદન બાઉલે બાઉલ કલા અને સંગીતને લઈને પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે બાઉલ કળા વેદકાલીન સમય કરતા પણ પૂર્વે થી ચાલતી આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ દેવાધીદેવ મહાદેવ સંત કબીર ની સાથે અનેક દેવતાઓ બાઉલ મા પારંગત હતા. બાઉલ તરીકે આજે પણ બંગાળ અને બાંગ્લાદેશના સંસ્કૃતિમાં જોવામાં આવે છે. બાઉલ કલા ધર્મ સાથે પણ ખૂબ જ જોડાયેલી છે મોટાભાગના બાઉલ વાદનના કાર્યક્રમો ધાર્મિક સંસ્કૃતિની સાથે ધર્મને જોડતા હોય છે.

તળેટીમાં એકતારો નહિ બાઉલનો નાદ પડઘાયો
તળેટીમાં એકતારો નહિ બાઉલનો નાદ પડઘાયો

બાઉલના સાધનો: સનાતન ધર્મ સંસ્કૃતિમાં ઉત્સવ અને ધાર્મિક સંગીતને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સનાતન ધર્મ સાથે જોડાયેલા સંગીતના સાધનો આજે પણ સ્થાનિક કલાકારો દ્વારા સ્વહસ્તે નિર્માણ કરવામાં આવે છે. બાઉલ વાદનમાં સંકળાયેલા તમામ સંગીતના સંસાધનો બાઉલ પોતે સ્વહસ્તે નિર્મિત કરે છે. આધુનિક જગતમાં સંગીતના સાધનો હવે વિશ્વસ્તરીય ટેકનોલોજી અને આધુનિક સમય સાથે તાલ મિલાવતા જોવા મળે છે. બાઉલ કલા સાથે સંકળાયેલા સંગીતના સાધનો આજે પણ એક સૌકા પૂર્વેની જે પ્રાચીન પરંપરા છે. આજે પણ બાઉલ હાથેથી બનતા જોવા મળે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.