Indian Air Force Day: ના દિવસે Jamnagar Air Force Station વિશે જાણો...

author img

By

Published : Oct 8, 2021, 1:51 PM IST

Indian Air Force Day: ના દિવસે Jamnagar Air Force Station વિશે જાણો...

આજે 8 ઓક્ટોબર એટલે ભારતીય વાયુસેના દિવસ (Indian Air Force Day 2021). આ વર્ષે ભારતીય વાયુસેનાનો 89મો સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ભારતીય વાયુસેના વિશ્વની સૌથી શક્તિશાળી વાયુસેનાઓમાંથી એક છે. વાયુસેનાએ અનેક વખત પોતાના પરાક્રમથી ભારતને ગૌરવ અપાવ્યું છે. જેમાં ગુજરાતમાં પણ વાયુસેના દ્વારા અનેક પરાક્રમો કરવામાં આવ્યા છે. જેમાં જામનગર એરફોર્સે પણ થોડાક સમય પહેલાંજ અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને લઇ એરફોર્સનો C 17 વિમાન જામનગર પહોંચ્યું હતું.

  • ભારતીય વાયુસેનાનો 89મો સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે
  • અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને લઇ એરફોર્સનો C 17 વિમાન જામનગર પહોંચ્યું
  • જામનગર એરફોર્સના પરાક્રમો
  • જામનગર વાયુસેનાએ રાષ્ટ્રીય માર્ગ સલામતીનો સંદેશ આપ્યો

ન્યુઝ ડેસ્ક : 8 ઓક્ટોબર 1932ના દિવસે વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી. આ માટે દર વર્ષે 8 ઓક્ટોબરે વાયુસેના દિવસની (Indian Air Force Day 2021) ઉજવણી કરવામાં આવે છે. દેશના સ્વતંત્ર થતા પહેલા વાયુસેનાને રોયલ ઈન્ડિયન એર ફોર્સ (RIAF) કહેવામાં આવતી હતી. જોકે, આઝાદી પછી વાયુસેનાના નામ માંથી 'રોયલ' શબ્દને હટાવીને ઈન્ડિયન એરફોર્સ કરવામાં આવ્યું હતું. 1 એપ્રિલ 1933ના દિવસે વાયુસેનાની પ્રથમ ટુકડી બની હતી, જેમાં 6 IAF-ટ્રેન્ડ ઓફિસર અને 19 હવાઈ સૈનિકોને સામેલ કરવામાં આવ્યા હતા.

  • જામનગર એરફોર્સના પરાક્રમો

જામનગર એરફોર્સ ખાતે અફઘાનિસ્તાનથી પહોંચ્યું હતું વિમાન

અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને પ્લેન જામનગર એરફોર્સ બેઝ પર 11.15 કલાક આસપાસ પહોંચ્યું હતું. જામનગર ખાતે આ વિમાન પહોંચતા અફઘાનિસ્તાનથી પરત આવેલા નાગરિકોની આંખોમાં હર્ષાશ્રુ ઉમટ્યા હતા, સુરક્ષિત વતન પર પહોંચતા જ ભારતીયોને હાશકારો થયો હતો. જામનગર ખાતે પહોંચેલા અધિકાંશ લોકો અફઘાનિસ્તાન સ્થિત ભારતની સરકારી કચેરીઓના કર્મચારીઓ અને સરકારના વિવિધ પ્રોજેકટ્સમાં કામ કરનારા કર્મીઓ હતા.

જામનગર ખાતે ઇંધણ ભરીને દિલ્હી જવા રવાના થયું હતું

વાયુસેના એરબેઝ ખાતે પહોંચેલું વિમાન જામનગર ખાતે ઇંધણ ભરીને દિલ્હી જવા રવાના થયું હતું. આ સમયે જામનગર એરપોર્ટ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, દંડક કેતનભાઈ ગોસરાણી, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, મહાપ્રધાનો પ્રકાશભાઈ બાંભણિયા, મેરામણભાઈ ભાટુ, વિજયસિંહ જેઠવા, કલેક્ટર સૌરભ પારઘી, પ્રાંત અધિકારી જામનગર શહેર આસ્થા ડાંગર, ડેપ્યુટી ડી.ડી.ઓ પાર્થ કોટડીયા, મામલતદાર અક્ષર વ્યાસ વગેરે અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જમ્મુ એરફોર્સ પર હુમલા બાદ Jamnagar Air Force Stationની સુરક્ષા વધારાઈ

જમ્મૂ એરફોર્સ પર ડ્રોનથી (Drone attack on Jammu Air Force Station) હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બે જવાનો ઘવાયા હતા. જેને પગલે દેશના અન્ય એરફોર્સ સ્ટેશન (Jamnagar Air Force Station) પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેથી જામનગર એરફોર્સ સ્ટેશન પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમજ લોકોનું પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું.

જામનગર વાયુસેનાએ રાષ્ટ્રીય માર્ગ સલામતીનો સંદેશ આપ્યો

જામનગર એરફોર્સના જવાનો વિવિધ નવ જેટલા વાહનોમાં સલામતીના બેનરો લગાવી લોકોને જાગૃત થવા રેલીનું આયોજન કરાયું હતું, જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે 30માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વાયુ સેનાના એર કમાન્ડિંગ ઓફિસર વી.એમ.રેડ્ડીએ એરફોર્સ સ્ટેશનથી માર્ગ સલામતિ સપ્તાહ અંગે લોકોને અવેર થવા આહવાન કર્યુ હતું. એક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં એરફોર્સ સ્ટેશનના જુદા-જુદા 9 વાહનો દ્વારા વિવિધ બેનરો લગાવી એરફોર્સ આસપાસના વિસ્તારોમાં રેલી સ્વરૂપે ફર્યા હતા.

આ પણ વાંચો : આજે Indian Air Force Day 2021, ભારતીય વાયુ સેનાનો 89મો સ્થાપના દિવસ, જાણો આ દિવસ વિશે

આ પણ વાંચો : મુન્દ્રામાં 12 કન્ટેનરમાં બેઝ ઓઇલની જગ્યાએ, લાઈટ ડીઝલ ઓઇલ નીકળતાં કાર્યવાહી હાથ ધરાઇ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.