દારૂ ખરાબ નથી અને તેને પીવો જોઈએ, આપના ઉમેદવાર બોલતા ભાન ભૂલ્યા

author img

By

Published : Sep 22, 2022, 8:41 PM IST

આ આપના ઉમેદવારે દારૂ પીવાની કરી ખુલ્લેઆમ હિમાયત

આમ આદમી પાર્ટીના સોમનાથ વિધાનસભા બેઠક પરના સત્તાવાર ઉમેદવા ર(candidate of aap) જગમાલ ભાઈ જાહેર મંચ પરથી દારુ પીવાની હિમાયત કરી છે. તેઓ કહી રહ્યા હતા કે વિશ્વના 196 દેશોમાં દારૂ પીવાની છુટ છે. ભારતમાં પણ 140 કરોડની વસ્તીમાં મોટાભાગના રાજ્યમાં દારૂબંધી નથી. એક માત્ર ગુજરાતમાં દારૂબંધી છે, ત્યારે દારૂ ખરાબ નથી અને તેને પીવો જોઈએ.(aap candidate advocated alcohol in gujarat) આવા આપત્તિજનક વચનો કરતા આપના આ ઉમેદવાર વિવાદમાં સપડાયા છેે.

સોમનાથ: સોમનાથ વિધાનસભામાં આમ આદમી પાર્ટીના (candidate of aap) સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર થયેલા જગમાલ વાળાએ જાહેર મંચ પરથી દારૂ પીવાની ખુલ્લેઆમ હિમાયત કરતા ચકચાર મચી જવા પામી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ આપ પાર્ટીના સત્તાવાર ઉમેદવાર જાહેર થયેલા વ્યક્તિ જાહેર મંચ પરથી દારૂ પીવાની હિમાયત કરે છે, તેને ખૂબ જ ગંભીર માનવામાં આવી રહ્યુ છે. (aap candidate advocated alcohol in gujarat )

આ આપના ઉમેદવારે દારૂ પીવાની કરી ખુલ્લેઆમ હિમાયત

જાહેર મંચ પરથી દારુ પીવાની હિમાયત: આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. અરવિંદ કેજરીવાલ સોમનાથની મુલાકાતે હતા, ત્યારે પણ તેમણે ગુજરાતમાં દારૂબંધી છે, અને રહેશે તેવું નિવેદન માધ્યમો સમક્ષ આપ્યુ હતુ. આમ આદમી પાર્ટીના સોમનાથ વિધાનસભા બેઠક પરના સત્તાવાર ઉમેદવાર જગમાલ ભાઈ જાહેર મંચ પરથી દારુ પીવાની હિમાયત કરી છે. આમ આદમી પાર્ટીના બેનર નીચે કોઈ જાહેર સભામાં જગમાલ વાળા કહી રહ્યા હતા કે, વિશ્વના 196 દેશોમાં દારૂ પીવાની છુટ છે. ભારતમાં પણ 140 કરોડની વસ્તીમાં મોટાભાગના રાજ્યમાં દારૂબંધી નથી. એક માત્ર ગુજરાતમાં દારૂબંધી છે, ત્યારે દારૂ ખરાબ નથી અને તેને પીવો જોઈએ. તેવી ખુલ્લેઆમ હિમાયત જગમાલ વાળાએ કરી છે.

ચૂંટણીના સમયે આ પ્રકારનો નિવેદન: જાહેર મંચ પરથી આ બોલતા પણ સંભળાઈ રહ્યા છે કે, આપણે દારૂને પીવાનો છે, દારૂ આપણને ન પી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. ચૂંટણીના સમયે આ પ્રકારનુ નિવેદન આમ આદમી પાર્ટીના સત્તાવાર ઉમેદવાર દ્વારા જાહેર મંચ ઉપરથી આપવામાં આવ્યું છે. ઈટીવી ભારત તેમના આ નિવેદન સાથે ક્યારેય સહમત નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.