CIFTની ટેકનોલોજીકલ મદદથી સી ફૂડ એક્સપોર્ટ યુનિટો અપગ્રેડ કરવા સ્ટાફને ટ્રેઈનિંગ આપશે

author img

By

Published : Sep 11, 2021, 6:33 PM IST

CIFTની ટેકનોલોજીકલ મદદથી સી ફૂડ એક્સપોર્ટ યુનિટો અપગ્રેડ કરવા સ્ટાફને ટ્રેઈનિંગ આપશે

કેન્દ્ર સરકાર સી ફૂડ એક્સપોર્ટરોની મદદ માટે આગળ આવી છે. કેન્દ્ર સરકારની રિસર્ચ સંસ્થા સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિશરીઝ રિસર્ચ સંસ્થા એક્સપોર્ટ યુનિટો સાથે MOU કરીને પોતાની ટેકનોલોજી અને લેબ રિસર્ચ દ્વારા ફિશરીઝ એક્સપોર્ટ યુનિટોને યોગ્ય સાધન સાથે લેબોરેટરી સ્થાપિત કરવામાં મદદ કરશે.

  • ફિશ એક્સપોર્ટ કરતાં યુનિટોને મદદનો પ્રયાસ
  • કેન્દ્ર સરકાર દ્વારા ફિશરીઝ એક્સપોર્ટ યુનિટોને અપગ્રેડેશનની મદદ
  • સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિશરીઝ રિસર્ચ સંસ્થા એક્સપોર્ટ યુનિટો સાથે MOU થયાં



ગીર સોમનાથઃ કોરોનાની મહામારી વચ્ચે દેશમાં આંતરરાષ્ટ્રીય એક્સપોર્ટ ઉદ્યોગને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિશેષરૂપે ફિશ એક્સપોર્ટ કરતા નાના એક્સપોર્ટરોના કન્ટેઇનર ચાઇના સહિતના દેશોમાં રિજેક્ટ થવાના અને હોલ્ડ પર મુકાયાના ઘણા બનાવો સામે આવ્યાં છે. ત્યારે કેન્દ્રસરકાર આ સીફૂડ એક્સપોર્ટરોની મદદે આગળ આવી છે. કેન્દ્ર સરકારની રિસર્ચ સંસ્થા સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિશરીઝ રિસર્ચ સંસ્થા એક્સપોર્ટ યુનિટો સાથે MOU કરીને પોતાની ટેકનોલોજી અને લેબ રિસર્ચ દ્વારા ફિશરીઝ એક્સપોર્ટ યુનિટોને યોગ્ય સાધન સાથે લેબોરેટરી સ્થાપિત કરવામાં મદદ કરશે. આંતરરાષ્ટ્રીય માનાંકો પ્રમાણેની ટેસ્ટિંગ કરવા માટે એક્સપોર્ટ યુનિટોના સ્ટાફને ટ્રેઈનિંગ પણ આપવામાં આવશે. જેથી આંતરરાષ્ટ્રીય સીફૂડ એક્સપોર્ટમાં રિજેક્શન ન થાય અને એક્સપોર્ટની ગુણવત્તા સુધરી શકે.

ભારતના સી ફૂડની વિશ્વસનીયતા વધશે

કોરોના કાળની શરૂઆતથી જ દેશની એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રીઝ ભારે પરેશાનીનો સામનો કરી રહી છે. યુરોપિયન દેશોમાં એક્સપોર્ટ કરાયેલ ખાદ્ય પદાર્થો અને સી ફૂડ ઇન્ડસ્ટ્રીઝ આ સમસ્યાથી સૌથી વધુ અસરગ્રસ્ત થઈ છે. ત્યારે કેન્દ્રસરકારના સંંશોધન એકમ " સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિશરીઝ રિસર્ચ" (cift) હવેથી પોતાની અદ્યતન ટેકનોલોજીનો લાભ ખાનગી નાના ફિશ એક્સપોર્ટર યુનિટોને આપવા માટે આગળ આવી છે. Cift ના ડિરેક્ટર રવિશંકર દ્વારા વેરાવળ cift સંસ્થાન ખાતે ખાનગી ફિશ એક્સપોર્ટરો સાથે મિટિંગ કરીને તેમની સાથે સંંશોધન સંબંધિત mou પર હસ્તાક્ષર કર્યા હતાં. જેથી ભારતીય એક્સપોર્ટની ગુણવત્તા સુધરે, રિજેક્શન અટકે અને વિશ્વમાં ભારતના સીફૂડ તરફ વિશ્વસનીયતા વધારી શકાય.

સી ફૂડ એક્સપોર્ટ યુનિટો અપગ્રેડ કરવા સ્ટાફને ટ્રેઈનિંગ આપશે
7થી 8 ઇન્ડસ્ટ્રીઝ સાથે MOUcift વેરાવળ ખાતે થયેલ આ મિટિંગમાં ગુજરાતની 7થી 8 ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ciftના ડિરેક્ટરની ઉપસ્થિતિમાં MOU સાઈન થયાં હતાં. જેમાં CIFT પોતાના ટેકનોલોજીકલ નો-હાઉની મદદથી એક્સપોર્ટ યુનિટોને કઇ રીતે અપગ્રેડ કરી શકાય તેના માટે માર્ગદર્શન આપશે. સાથે જ યુનિટોના સ્ટાફને આંતરરાષ્ટ્રીયસ્તરના ટેસ્ટિંગ માટે ટ્રેઇનિંગ પણ આપશે. ત્યારે દેશની અગ્રગણ્ય સાયન્ટિફિક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા મળનારું માર્ગદર્શન છાશવારે આંતરરાષ્ટ્રીય રિજેક્શન સહન કરતી ફિશરીઝ એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રીઝ માટે ખૂબ જ મહત્વપૂર્ણ પરિવર્તન સાબિત થશે.ફિશરીઝ એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રીઝ માટે સંજીવની

નાનામોટા ફિશ એક્સપોર્ટર યુનિટ સમગ્ર દેશમાંથી સીફૂડ એક્સપોર્ટ કરતા હોય છે. વિશેષરૂપે ગુજરાતમાં ફિશરીઝ એક્સપોર્ટનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે. ત્યારે નાનામોટા બંદરો પર આવેલ આવા ખાનગી એક્સપોર્ટર પ્લાન્ટને કેન્દ્ર સરકારની આંતરરાષ્ટ્રીયસ્તરની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું માર્ગદર્શન એ કોરોનાકાળમાં સંઘર્ષ કરતી ફિશરીઝ એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રીઝ માટે સંજીવની સાબિત થશે.

આ પણ વાંચોઃ રાજ્યના સી ફુડ એક્સપોર્ટર્સની હાલત કફોડી

આ પણ વાંચોઃ વર્લ્ડ ફિશરીઝ ડે: પોરબંદરમાં માછીમારોની સ્થિતિ અને જળસીમાની સુરક્ષા અંગે ETVનો અહેવાલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.