ગીરસોમનાથના ભવનાથ મંદિરમાં વરસાદી પાણી ભરાતા ઈતિહાસમાં પહેલી વખત મંદિર બંધ કરાયું

author img

By

Published : Sep 30, 2021, 10:43 AM IST

ગીરસોમનાથના ભવનાથ મંદિરમાં વરસાદી પાણી ભરાતા ઈતિહાસમાં પહેલી વખત મંદિર બંધ કરાયું

સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદના (Heavy Rain) કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. ત્યારે ઈતિહાસમાં પહેલી વખત ગીર સોમનાથમાં આવેલું ભવનાથ મંદિર વરસાદના કારણે બંધ કરવામાં આવ્યું છે. કારણ કે, જિલ્લામાં ભારે વરસાદના કારણે આ મંદિરના પ્રાંગણમાં ઘુટણસમા પાણી ભરાઈ ગયું છે. આથી ભક્તોને દર્શન માટે આવવાજવામાં તકલીફ ન પડે તે માટે મંદિરના દર્શન બંધ કરવામાં આવ્યા છે.

  • ગિરનારમાં પડેલા અતિભારે વરસાદને (Heavy Rain) કારણે ભવનાથ મંદિર (Bhavnath Mahadev Temple) થયું જળબંબાકાર
  • ઈતિહાસમાં પહેલી વખત પાણી ભરાવાના કારણે મંદિર બંધ કરાયું
  • મંદિરના પ્રાંગણમાં ઘુટણસમા પાણી ભરાતા ભક્તોને તકલીફ ન પડે તે માટે મંદિર બંધ

ગીરસોમનાથઃ ગિરનાર પર્વત (Girnar Mountain) પર અતિભારે વરસાદને કારણે અતિપ્રાચીન અને ભવનાથ મહાદેવ મંદિર (Bhavnath Mahadev Temple) પાણીમાં ગરકાવ થઈ ગયું છે, જેના કારણે ઈતિહાસમાં પહેલી વખત આ મંદિર ભક્તો માટે બંધ (Temple Closed) કરવામાં આવ્યું છે. કારણ કે, મંદિરના પ્રાંગણમાં ચારેતરફ પાણીની ચાદર જોવા મળી રહી છે.

ગિરનાર પર્વત પરથી પાણીનો પ્રવાહ ભવનાથ મંદિરમાં આવ્યો

ગઈકાલે રાતથી (બુધવાર) જૂનાગઢ શહેર અને ખાસ કરીને ગિરનાર પર્વત (Girnar Mountain) પર ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે સાંજના સમયે 2 કલાક ધોધમાર વરસાદ (Heavy Rain) પડતા ગિરનાર પર્વત (Girnar Mountain) પર ધસમસતો પાણીનો પ્રવાહ ભવનાથ મંદિર તરફ આવ્યો અને મંદિરમાં ઘૂટણસમા પાણી ભરાઈ ગયું હતું. આથી ભાવિકોને દર્શન માટે ખૂબ હાલાકી પડી હતી. કોઈ પણ સંભવિત અકસ્માતની પરિસ્થિતિને ધ્યાને લઈને મંદિરમાં દર્શનાર્થીઓનો પ્રવેશ બંધ કરાયો હતો.

મંદિરના પ્રાંગણમાં ઘુટણસમા પાણી ભરાતા ભક્તોને તકલીફ ન પડે તે માટે મંદિર બંધ

પ્રથમ વખત ભવનાથ મહાદેવ મંદિરમાં આટલું પાણી ભરાયું

અતિપ્રાચીન ભવનાથ મહાદેવ મંદિરમાં (Bhavnath Mahadev Temple) ચોમાસા દરમિયાન પાણી ભરાવાની ઘટના સામે આવી નથી. આ વર્ષે અતિભારે વરસાદને કારણે ભવનાથ મંદિર પરિસરમાં પહેલી વખત ઘુટણસમા પાણી ભરાયું હતું. આને જોતા મંદિરના સાધુ-સંતોમાં પણ ચિંતા જોવા મળી હતી. જોકે, હજી પણ હવામાન વિભાગે (Department of Meteorology) અતિભારે વરસાદની આગાહી આગામી 48 કલાક દરમિયાન વ્યક્ત કરી છે, જેને લઇને પણ આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. સતત વરસી રહેલો વરસાદ હવે લોકો માટે ચિંતાનું કારણ બની રહ્યો છે ત્યારે આજે ભવનાથ મહાદેવ મંદિરમાં વરસાદી પાણી જાણે કે, ભવનાથ મહાદેવના સાક્ષાત દર્શન કરવા આવ્યા હોય તે પ્રકારના દ્રશ્ય મંદિર પરિસરમાં ભરાયેલા જોવા મળતા હતા.

આ પણ વાંચો- શાહિન વાવઝોડાના કારણે અમરેલીમાં ભારે વરસાદ

આ પણ વાંચો- ભાવનગર શિવમ સોયટીમાં પાણી ભરાતા દીવાલ તોડી સમસ્યા હલ કરાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.