ગીરમાં વરસેલા ભારે વરસાદના કારણે કુદરતી પ્રકૃતિ- સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠયું

author img

By

Published : Sep 17, 2021, 1:26 PM IST

ગીરમાં વરસેલા ભારે વરસાદના કારણે કુદરતી પ્રકૃતિ- સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠયું

રાજ્યમાં મહિનાની શરૂઆતથી જ સારો વરસાદ પડી રહ્યા છે જેના કારણે ગીર-સોમનાથના જંગલની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. જિલ્લાના ગીરગઢડા તાલુકામાં મધ્ય ગીર નજીકઆવેલા પ્રખ્યાત જમજીરના ધોધમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો જોવા મળી રહ્યો છે.

  • ગીર-સોમનાથમાં પ્રકૃતિ સોળે કળા ખીલી
  • જમજીર ધોધમાં પાણીની આવક
  • ધોધને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની માત્ર વાતો

ગીર-સોમનાથ: અઠવાડીયાથી ચાલી રહેલી મેઘ મહેરના પગલે ગીર જંગલ અને જિલ્લામાં કુદરતી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠયાના દ્રશ્યો જુદા જુદા સ્થળોએ જોવા મળી રહ્યા છે. દરમિયાન જિલ્લાના ગીરગઢડા તાલુકામાં મધ્ય ગીર નજીકઆવેલા પ્રખ્યાત જમજીરના ધોધમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો જોવા મળી રહ્યો છે. જમજીર ધોધના પાણીના પ્રવાહનો અવાજ અને તેની સુંદરતા મનમોહકતા જોવા મળી હતી. ધોધના અલ્હાદાયક દર્શયો ડ્રોન કેમેરામાં કેદ કરવામાં આવતા તેમાં ધોધમાંથી ધસમસતા પાણી અને આસપાસનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠયાના અદભુત નજારો જોવા મળી રહ્યો છે.જેનો લ્હાવો પંથકવાસીઓ લઈ રહ્યા છે.

થોડા દિવસો પહેલા નદી-નાળા સુકાવવાના આરે પહોંચ્યા હતા

ચાલુ વર્ષે વરસાદ ખેંચાયો હોવાથી ગીર જંગલ અને સમગ્ર જિલ્લામાં નદી-નાળાઓ સુકાઈ ગયા હતા. દરમ્યાન છેલ્લા અઠવાડિયામાં થયેલ મેઘમહેરના પગલે જંગલ વિસ્તાર અને જિલ્લાના નદી- નાળાઓમાં વરસાદી પાણીની ભરપૂર આવક થતા ફરી તમામ નદી-નાળાઓ જીવંત બની ગયા છે. જેના લીધે કુદરતી પ્રકૃતિ-સૌંદર્ય સોળે કળાએ ખીલેલી જોવા મળી રહી છે.

ગીરમાં વરસેલા ભારે વરસાદના કારણે કુદરતી પ્રકૃતિ- સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠયું

આ પણ વાંચો : છેલ્લા 24 કલાકમાં દેશમાં 34,403 કોરોના નવા કેસ નોધાયા

જમજીર ધોધને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની માત્ર વાતો

ગીર જંગલ વિસ્તાર નજીક આવેલા જમજીર ધોધ પ્રખ્યાત હોવાની સાથે પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર હોવાથી દુર દુર થી પરાવાસીઓ ખાસ જમજીર ધોધ જોવા પહોંચે છે. ખાસ કરીને ચોમાસાની સીઝન બાદ પ્રવાસીઓ અચૂક ધોધ જોવા જતા હોય છે. જમજીર ધોધને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા લાંબા સમયથી માંગ ઉઠી રહી છે. જેને લઈ સરકાર અને તંત્ર દ્વારા વિકસાવવા અંગે વાતો પણ થઈ રહી છે. જો કે આ બધું સરકારી કાગળ પર જ થઈ રહ્યું હોવાથી વાસ્તવિક રીતે જમજીર ધોધને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા ફરી સ્થાનીકોમાં માગ ઉઠી છે.

આ પણ વાંચો : તહેવાર અને લગ્નની સિઝન પહેલાં Gold-Silverની કિંમત ઘટતા ખરીદીની ઉત્તમ તક, જાણો શું કિંમત છે?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.