જન્માષ્ટમીના તહેવારને લઈને સોમનાથ મંદિરમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર

author img

By

Published : Aug 29, 2021, 2:24 PM IST

જન્માષ્ટમીના તહેવારને લઈને સોમનાથ મંદિરમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર

આગામી જન્માષ્ટમીના તહેવારને લઈને સોમનાથ મંદિર અને જૂના સોમનાથ અહલ્યાબાઈ મંદિરના દર્શન માં ફેરફાર કરવામાં આવ્યો છે ૩૦મી તારીખે શ્રાવણનો સોમવાર અને જન્માષ્ટમી એમ બંને તહેવાર એક સાથે આવતા હોવાને કારણે સોમનાથ અને અહલ્યાબાઈ જુના સોમનાથ મંદિર સવારે 4 કલાકથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવશે.

  • જન્માષ્ટમીના તહેવારને લઈને સોમનાથ મંદિરના દર્શનમાં કરાયો ફેરફાર
  • વહેલી સવારે ચાર વાગ્યાથી લઈને રાત્રીના 10 વાગ્યા સુધી ભાવિકો કરી શકશે મહાદેવના દર્શન
  • એક દિવસ પૂરતો સોમનાથ મંદિરના દર્શન સમયમાં કરાયો ફેરફાર

ગીર સોમનાથ: આગામી સોમવાર અને 30 તારીખે શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર અને આજ દિવસે જગતગુરુ શ્રી હરિના જન્મોત્સવ એટલે કે કૃષ્ણ જન્માષ્ટમીના તહેવારની ઉજવણીને ધ્યાને રાખીને સોમનાથ મંદિરના દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જુના સોમનાથ અહલ્યાબાઈ મંદિર અને સોમનાથ મંદિર 30 ઓગસ્ટ અને સોમવારના દિવસે વહેલી સવારે 4:00 કલાકે દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લુ રાખવામાં આવશે.

આ પણ વાંચો: પવિત્ર શ્રાવણ માસમાં સ્ફટિકના શિવલિંગની દર્શન કરીને ભાવિકો થાય છે ભાવવિભોર

મંદિરમાં દર્શન સમયમાં કરવામાં આવેલો ફેરફાર

મંદિરમાં દર્શન સમયમાં કરવામાં આવેલો ફેરફાર કૃષ્ણ જન્માષ્ટમીના તહેવારને લઈને કરવામાં આવ્યો છે. સોમનાથ આવતા ભાવિ ભક્તોને દર્શન માટે કોઈ પણ પ્રકારની અગવડ કે અસુવિધા ન ઉભી થાય તે માટે દર્શનના સમયમાં સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે.

કૃષ્ણ દેહોત્સર્ગ ભાલકા તીર્થ મંદિર સવારે 6 થી રાત્રિના નવ સુધી દર્શનાર્થીઓ માટે રહેશે ખુલ્લુ

સોમનાથ ટ્રસ્ટનું કૃષ્ણ દેહોત્સર્ગ ભાલકા તીર્થ મંદિર પણ 30 તારીખ સોમવારના દિવસે જન્માષ્ટમીનો તહેવાર હોવાને કારણે દર્શનાર્થીઓ માટે વહેલી સવારે 6:00 કલાકે મંદિર ખોલવામાં આવશે. જે રાત્રિના નવ કલાક સુધી ખુલ્લું રહેશે, ત્યારબાદ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવશે અને ત્યારથી મંદિર પરિસરમાં કૃષ્ણ જન્મોત્સવને લઇને તૈયારીઓ શરૂ કરવામાં આવશે અને રાત્રીના 12 કલાકે કૃષ્ણ જન્મોત્સવના તહેવાર મંદિર પરિસરમાં યોજવામાં આવશે.

આ પણ વાંચો: દેવાધિદેવ સોમનાથ મહાદેવને કરાયો એક લાખ રુદ્રાક્ષના પારાનો શણગાર

સોમનાથ મંદિરમાં 30 તારીખ અને સોમવારના દિવસે દર્શનમાં કરવામાં આવેલા ફેરફારની વિગતો

  • વહેલી સવારે 4:00 થી સવારના 6:30 કલાક સુધી
  • સવારે 7: 30 કલાક થી 11:30 કલાક સુધી
  • બપોરના 12:30 કલાકથી સાંજના 6:30 કલાક સુધી
  • સાંજના 7: 30 કલાક થી રાત્રીના 10 કલાક સુધી
  • સોમનાથ મહાદેવ મંદિર તમામ દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવશે

જન્માષ્ટમીના પાવન અવસરે કૃષ્ણ દેહોત્સર્ગ ભાલકા તીર્થ મંદિર સવારના 6 કલાકથી રાત્રિના 9 કલાક સુધી તમામ દર્શનાર્થીઓ માટે મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.