ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું, રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના સમર્થનમાં રહેશે હાજર

ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું, રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના સમર્થનમાં રહેશે હાજર
રાષ્ટ્રપતિની ચૂંટણીની જાહેરાત (Indian presidential election 2022)થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઝારખંડના પૂર્વ ગવર્નર દ્રૌપદી મુર્મુ ઉમેદવાર તરીકે સત્તા પક્ષી જાહેરાત કરી છે. દિલ્હી કેન્દ્ર સરકાર દ્વારા ભાજપ સત્તામાં હોય તેવા રાજયના મુખ્યપ્રધાનોને દિલ્હીનું તેડું આવ્યું છે. ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ 24 જૂનના રોજ દિલ્હી જશે અને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સમર્થન આપશે.
ગાંધીનગર: દેશના સર્વોચ્ચ સ્થાનની રાષ્ટ્રપતિની ચૂંટણીની જાહેરાત(Indian presidential election 2022) થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઝારખંડના પૂર્વ ગવર્નર દ્રૌપદી મુર્મુ( Draupadi Murmu)ઉમેદવાર તરીકે સત્તા પક્ષી જાહેરાત કરી છે. ત્યારે દિલ્હી કેન્દ્ર સરકાર દ્વારા ભાજપ( Bharatiya Janata Party)સત્તામાં હોય તેવા રાજયના મુખ્યપ્રધાનોને દિલ્હીનું તેડું આવ્યું છે. ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel)પણ 24 જૂનના રોજ દિલ્હી જશે અને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સમર્થન આપશે.
આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ શિવ મંદિરમાં કરી સફાઈ
સીએમ નિવાસસ્થાને ઉચ્ચ બેઠક યોજાઇ - રાષ્ટ્રપતિના ચૂંટણીને ધ્યાનમાં લઈને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ પટેલની અધ્યક્ષતામાં આજે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને ભાજપના તમામ સભ્યો તમામ ધારાસભ્યોની હાજરીમાં વિધાયક દળની બેઠક યોજવામાં આવી છે. આ વિધાયક દળની બેઠકમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કઇ રીતનું મતદાન કરવું (Presidential election )અને કેવી રીતે મતદાન કરવું તે બાબતની સમજણ આપવામાં આવશે. જ્યારે કોઈપણ પ્રકારની ભૂલ થાય નહીં તે બાબતની પણ વિશિષ્ટ કાળજી રાખવામાં આવી રહી છે.
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનો કાર્યક્રમ
9.45 કલાકે ગરવી ગુજરાત ભવનથી પ્રસ્થાન
10.00 પાર્લામેન્ટ હાઉસ ખાતે આગમન
11.30 પ્રસ્થાન
11.45 ગરવી ગુજરાત ભવન આગમન
17.30 કલાકે દિલ્હી એરપોર્ટ આગમન અને અમદાવાદ આવવાના
19.00 અમદાવાદ એરપોર્ટ પર આગમન અને પ્રસ્થાન ત્યાર બાદ મુખ્યપ્રધાન નિવાસ સ્થાન.
