Gujarat BJP Meeting: 2024માં 450 બેઠકો જીતી સરકાર બનાવીશું: જુગલજી ઠાકોર

author img

By

Published : Jan 24, 2023, 1:49 PM IST

Updated : Jan 24, 2023, 2:18 PM IST

Government of Gujarat: 2019માં 303 બેઠક કેન્દ્રમાં સરકાર બનાવી હતી હવે 2026માં 450 બેઠકો જીતી સરકાર બનાવીશું : રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોર

ગાંધીનગરમાં ગુજરાત ભાજપ પ્રદેશની કારોબારી બેઠકમાં ભાજપ પ્રદેશના તમામ હોદ્દેદાર પદાધિકારીઓ તથા ભાજપ સરકારના પ્રધાનો અને પૂર્વ પ્રધાનો હાજર રહ્યા હતા. આ દરમિયાન 2024 લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી 26 બેઠક જીતવાનો નિશ્ચય સાથે સમગ્ર દેશમાં 450 બેઠકો જીતવાનો દાવો ભાજપ પક્ષે કર્યો છે.

Gujarat BJP Meeting: 2026માં 450 બેઠકો જીતી સરકાર બનાવીશું: જુગલજી ઠાકોર

ગાંધીનગર: ભાજપની કેન્દ્રીય પ્રદેશ મંડળ દ્વારા કારોબારીની બેઠક પૂર્ણ થયા બાદ તાત્કાલિક ધોરણે ગુજરાત ભાજપએ તારીખ 23 અને તારીખ 24 જાન્યુઆરીના રોજ સુરેન્દ્રનગર ખાતે કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશની કારોબારી બેઠકમાં ભાજપ પ્રદેશના તમામ હોદ્દેદાર પદાધિકારીઓ તથા ભાજપ સરકારના પ્રધાનો અને પૂર્વ પ્રધાનો પણ હાજર રહ્યા છે. આ દરમિયાન 2024 લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી 26 બેઠક જીતવાનો નિશ્ચય સાથે સમગ્ર દેશમાં 450 બેઠકો જીતવાનો દાવો ભાજપ પક્ષે કર્યો છે.

પ્રદેશ કક્ષાએ આપવામાં આવશે: સુરેન્દ્રનગર ખાતેની ભાજપ પ્રદેશ ગુજરાતની કારોબારી બાબતે રાજ્ય સભાના સાંસદ જુગલજી ઠાકોરે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે હમણાં થોડા સમય પહેલા જ કેન્દ્રીય પ્રદેશ કારોબારીની બેઠક યોજાઈ હતી જેના નિયમ અનુસાર 15 દિવસમાં જે તે રાજ્યમાં ભાજપ પ્રદેશે દ્વારા કારોબારી બેઠક યોજવી પડે છે તે અંતર્ગત નિયમ પ્રમાણે જ ગુજરાત ભાજપ એ પણ સુરેન્દ્રનગર ખાતે પ્રદેશ કારોબારી બેઠકનું આયોજન કર્યું છે અને આ બેઠકમાં કેન્દ્રીય ભાજપ દ્વારા જે સૂચનો આપવામાં આવ્યા છે તે સૂચનો પ્રદેશ કક્ષાએ આપવામાં આવશે.

આ પણ વાંચો ભાજપ આજથી શરૂ કરશે ઝંઝાવતી પ્રચાર, રાહુલ ગાંધીની જાહેરસભાની તડામાર તૈયારી

જીત મેળવીશું: રાજ્ય સભાના સાંસદ જુગલજી ઠાકોરે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે વર્ષ 2019 લોકસભાની ચૂંટણીમાં ભાજપ ફક્ત 303 બેઠક પર જીત મેળવીને કેન્દ્રમાં ભાજપની સરકાર બનાવી હતી ત્યારે હવે વર્ષ 2024 ની લોકસભાની ચૂંટણીમાં 450 થી વધુ બેઠકો જીતીને રેકોર્ડ તૈયાર કરીશું, આમ ફરીથી કેન્દ્રમાં ભાજપ સરકાર આવે તથા દેશના તમામ રાજ્યોમાંથી વધુમાં વધુ બેઠકો પ્રાપ્ત થાય તે માટેનું આયોજન ભાજપ પક્ષ દ્વારા કરવામાં આવ્યું છે આમ ગુજરાતમાં પણ અમે તમામે તમામ 26 બેઠકો ઉપર ભગવો લહેરાઈશું.

આ પણ વાંચો થઈ જોવા જેવી, ભાજપના ચાર બળવાખોરો અપક્ષ ઉમેદવાર તરીકે ભાજપ સામે જ લડશે

લીડથી જીત: સુરેન્દ્રનગર ખાતે 23 જાન્યુઆરીથી ગુજરાત ભાજપ પ્રદેશની કાર્યવાહી બેઠકની શરૂઆત થઈ હતી. ત્યારે ભાજપ ના 156 ધારાસભ્યો હાજર હતા આ પૈકી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના જે ધારા સભ્યો ઓછી લીડથી જીત મેળવી હતી. તેઓને પ્રદેશ નેતાઓએ ઝાટકણી કાઢી હોવાની વિગતો સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહી છે.જ્યારે ઓછી લીડથી જીતેલા ધારાસભ્યોને વધુ મહેનત કરવા લોકોનો વિશ્વાસ જીતવા માટેની સુચના આપવામાં આવી છે. ઉપરાંત લોકસભાનું ચૂંટણીમાં ધારાસભ્યના વિધાનસભા વિસ્તારમાં વધુમાં વધુ મતો પ્રાપ્ત થાય તે માટેની ટકોર કારોબારી બેઠકમાં કરવામાં આવી છે.

સંવાદ કરશે કારોબારી બેઠક પૂર્ણ થયા બાદ કાલે બેઠકમાં હાજર રહેલા તમામ ધારાસભ્ય નેતાઓ શ્રદ્ધાનો અને ભાજપના પદાધિકારીઓ પોતપોતાના વિસ્તારોમાં જઈને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે અને વિધાનસભા બેઠકમાં જીત મેળવ્યા બાદ લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન ભાજપ તરફી થઈ શકે અને સારી લીડથી જીત મેળવી શકાય તે રીતનું આયોજન અને કેન્દ્રીય અને પ્રદેશ તરફથી આપવામાં આવેલ સૂચનો પણ કાર્યકર્તાઓને આપવામાં આવશે.

Last Updated :Jan 24, 2023, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.