PM Modi visit Gujarat: સાબરમતી રિવર ફ્રન્ટ પર 7000 ચરખા કાંતવામાં આવશે, બનશે વિશ્વ રેકોર્ડ

author img

By

Published : Aug 2, 2022, 12:59 PM IST

સાબરમતી રિવર ફ્રન્ટ પર 7000 ચરખા કાંતવામાં આવશે, બનશે વિશ્વ રેકોર્ડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન ફરીથી 7 ઓગસ્ટના રોજ અમદાવાદની મુલાકાતે (PM Modi visit Ahmedabad)આવશે. વડાપ્રધાનની હાજરીમાં સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront )ખાતે 7000 જેટલા ચરખાઓનું પ્રદર્શન કરવામાં આવશે.

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ત્રણ મહિનાની જ વાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી 7 ઓગસ્ટના રોજ ગુજરાતમાં( PM Modi visit Gujarat)અમદાવાદની મુલાકાતે આવશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં અમદાવાદ સાબરમતી ખાતે 7,000 જેટલા ચરખાથી (Spinning Wheel)ખાદીનું વણાટ કરવામાં આવશે જે વિશ્વ રેકોર્ડ પણ બનશે.

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કાર્યક્રમ - વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront )ખાતે 7000 જેટલા ચરખાઓનું પ્રદર્શન (display of 7000 Charkhas on the Sabarmati Riverfront)કરવામાં આવશે. સાથે જ 7000 જેટલા ચરખા જોડે વણાટ કામના કારીગરો પણ હાજર રહેશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં જ વણાટ કામ કરી વિશ્વ રેકોર્ડ બનાવાશે.

આ પણ વાંચોઃ ગાંધી આશ્રમમાં VIP ચરખોઃ અનેક મહાનુભાવ તેની પર કાંતી ચુક્યા છે રૂ

ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા તૈયારીઓ શરૂ કરાઇ - ગુજરાત રાજ્ય ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની તૈયારીઓ પણ પૂર્ણ કરવામાં આવી છે જેમાં 7000 જેટલા કારીગરોના નામ સરનામા સાથેની વિગત પણ તૈયાર કરવામાં આવી છે. જ્યારે જે કારીગરો હાજર રહેશે તે તમામના નામ સરનામાનો રેકોર્ડ પણ ગુજરાત રાજ્ય ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડ પાસે રાખવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય ગ્રામ ઉદ્યોગ બોર્ડ આ તમામ કારીગરોને એક દિવસનો પગાર પણ ચૂકવશે.

આ પણ વાંચોઃ ગાંધીઆશ્રમના મ્યુઝિયમ નજીક મૂકાયો 'આત્મનિર્ભર' ચરખો

સરકાર નવા ચરખા માટે આપે છે સહાય - ગુજરાત રાજ્યના રાજ્ય ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડ દ્વારા ચરખાનો વ્યાપ વધુ રહે અને લોકો ખાદી તરફ વડે તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા નવા ચરખા ખરીદી માટેની પણ સહાય આપવામાં આવે છે. આ યોજના વર્ષ 2014 થી ગુજરાત રાજ્યમાં અમલમાં મૂકવામાં આવી છે કે જેમાં નવા ચરખાની ખરીદીમાં 65 ટકા સહાય સંસ્થા અને લાભાર્થીઓને આપવામાં આવે છે જ્યારે 35 ટકા રકમ જે તે સંસ્થાએ ભોગવી પડે છે જ્યારે આ યોજના હેઠળ ઓછામાં ઓછા 25 ચરખા ખરીદવાની જોગવાઈ પણ બોર્ડ દ્વારા રાખવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.