પશુઓમાં લમ્પી વાયરસ વકર્યો, કેન્દ્રની ટીમ તાબડતોબ ગુજરાત દોડી આવી

author img

By

Published : Jul 25, 2022, 7:34 PM IST

પશુઓમાં લમ્પી વાયરસ વકર્યો, કેન્દ્રની ટીમ તાબડતોબ ગુજરાત દોડી આવી

ગુજરાતમાં વધતાજતાં લમ્પી વાયરસના( Lumpy virus)કેસોને લઈ કેંદ્ર સરકાર હરકતમા આવી છે. ઉચ્ચ અધિકારીઓની ટીમને તાબડતો ગુજરાત આવી છે. તો બીજી તરફ લમ્પી વાયરસને અટકાવવા રસી(Lumpy virus vaccine in Gujarat) આપવામાં આવી રહી છે. તો બીજી તરફ વાયરસનુ સંક્રમણ કાબુમાં લેવા સરકારનું પશુપાલન વિભાગ હાલ વેક્સિનેશન કરી રહ્યું છે.

ગાંધીનગર: ગુજરાતના 15 જિલ્લાઓમાં પશુઓમાં લમ્પી વાયરસના કેસમાં સતત (Lumpy virus vaccine in Gujarat)વધારો થઈ રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં લમ્પીના પગલે રાજ્યમાં 1121 પશુઓના મોત નિપજ્યા હોવાનું સરકારે સત્તાવાર જાહેરાત કર્યું છે. રાજ્ય સરકારના કેબીનેટ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના 15 જિલ્લાઓમાં ગાય, ભેંસ જેવા દુધાળા પશુઓમાં લમ્પી વાયરસના (Lumpy virus in Gujarat )કેસ જોવા મળી રહ્યા છે, જ્યારે કચ્છમાં જામનગરમાં વ્યાપક અસર જોવા મળી છે.

લમ્પી વાયરસ

સરકારની કામગીરી કેવી - સરકારની કામગીરી બાબતે રાજ્યના પશુપાલન તથા રાઘવજી પટેલે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 40,000 થી વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ લમ્પી વાયરસ ( Lumpy virus)રાજ્યના 1,000 થી વધુ ગામોમાં વક્રયો છે. આ તમામ ગ્રામ્ય વિસ્તારમાં પશુઓની સારવાર પણ કરવામાં આવી રહી છે, જ્યારે રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા 152 જેટલા પશુ ચિકિત્સક અધિકારીઓની સઘન કામગીરી કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 3500 પશુ લમ્પી વાયરસની ઝપેટમાં, સરકારે વેક્સિનના ડોઝનો ઓર્ડર આપ્યો : રાઘવજી પટેલ

રસીનો સ્ટોક પુરતા પ્રમાણમાં - રાઘવજી પટેલે રસીકરણ બાબતે વધુમાં વિગત આપતી હતી કે રાજ્યમાં લમ્પી વાયરસને પગલે પશુઓમાં રસીકરણ કરવામાં આવી રહ્યું છે તેમાં રસીનો પૂરતો સ્ટોક છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા રાજ્ય સરકાર પાસે રસીનો સ્ટોક ઉપલબ્ધ નથી જેના કારણે રોગચાળો વધી રહ્યો છે, ત્યારે રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે રસીનો સ્ટોક ખૂટ્યો નથી અમે વધારાનો સ્ટોક મંગાવી લીધો છે. આ અઠવાડિયામાં નવો સ્ટોક આવી પણ જશે જ્યારે જિલ્લા પંચાયતને પણ સ્વભંડોળમાંથી રસી ખરીદીને સારવાર કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ પશુઓ માટે લમ્પી વાઈરસ બન્યો જીવલેણ, તંત્રએ કર્યો લુલો બચાવ

સરકાર મોતનો અંડકો છુપાવી રહી - વિપક્ષે દ્વારા સરકાર પર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સરકાર પશુઓના મોતનો આંકડો છુપાવી રહ્યી છે. તેના પર રાઘવજી પટેલે જણાવ્યું હતું કે સરકાર કોઈ પણ પ્રકારના આંકડા છુપાવ્યા નથી અને આ રોગ વહેલીમાં વહેલી તકે અટકે અને પશુઓ જલ્દીથી સાજા થઈ જાય તે દિશામાં રાજ્ય સરકારનું પશુપાલન વિભાગ કામ કરી રહ્યું છે. 15 જિલ્લામાં પશુપાલન ખાતું જિલ્લા પંચાયત ખાતું સહકારી ખાતું સહકાર આપી રહ્યું છે અને અત્યાર સુધીમાં 1021 જેટલા પશુઓના મૃત્યુ નીપજ્યા છે. સાથે જ પશુચિકિત્સા માટે 465 વાન છે કે જેમાં 200 ઉપરાંત જેટલી અસરગ્રસ્ત વિસ્તારમાં પશુઓના ચાર વાર માટે ફાળવવામાં આવી છે. આ ઉપરાંત અંદાજે 20 લાખ જેટલી રસીની જરૂર પડે તેવી શક્યતા છે ત્યારે રાજ્ય સરકારે રસી પણ મંગાવી દીધી છે જ્યારે હાલના તબક્કે રાજ્ય સરકાર પાસે બે લાખ જેટલી રસીનો સ્ટોક છે.

કેન્દ્ર સરકારની ટીમ ગુજરાતમાં - રાજસ્થાન અને ગુજરાતમાં પશુઓમાં લમ્પી વાયરસના કેસ સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકારની ટીમ પણ ગુજરાતમાં ધામા નાખી રહી છે અને પરિસ્થિતિનો સામનો કરવા માટે રાજ્ય સરકારને જે પણ જરૂર પડે તે રીતની મદદ થઈ શકે તે માટેની પણ કેન્દ્ર સરકારે તૈયારીઓ બતાવી છે. આમ 2.94 લાખથી વધુ પશુઓને રસીકરણ પણ કરી દેવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.