ભાજપે વધુ 12 સભ્યોને કર્યા સસ્પેન્ડ, અપક્ષ ઉમેદવારી નોંધાવવા બદલ દેખાડ્યો બહારનો રસ્તો

author img

By

Published : Nov 23, 2022, 9:07 AM IST

ભાજપે વધુ 12 સભ્યોને કર્યા સસ્પેન્ડ, અપક્ષ ઉમેદવારી નોંધાવવા બદલ દેખાડ્યો બહારનો રસ્તો

રાજ્યમાં ભાજપે ચૂંટણી માટે ઉમેદવારોના નામ (BJP Candidate List) જાહેર કર્યા હતા. ત્યારે કેટલાક ઉમેદવારોની ટિકીટ કપાઈ જતા તેઓ પાર્ટીથી નારાજ થયા હતા. તો હવે ભાજપે આવા 12 સભ્યોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા (Independent Candidates suspended by Gujarat BJP) છે.

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election 2022) અનેક લોકો ટિકીટની વહેંચણીથી નારાજગી સામે આવી હતી. તેમ જ પક્ષની વિરોધમાં જઈને જ પોતાના વિધાનસભા વિસ્તારમાં જ અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી છે. ત્યારે હવે પ્રથમ તબક્કા અને બીજા તબક્કામાં ફોર્મ પરત ખેંચવાના દિવસો પણ પૂર્ણ થયા છે. એટલે ભાજપમાં હોય, પરંતુ અપક્ષ તરીકે ફોર્મ ભર્યું હોય તેવા તમામ ઉમેદવારોને ભાજપે પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે ભાજપે વધુ 12 સભ્યોને સસ્પેન્ડ (Independent Candidates suspended by Gujarat BJP) કર્યા હતા.

કયા જિલ્લાથી કેટલા સભ્યો સસ્પેન્ડ ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, બીજા તબક્કાની ચૂંટણીમાં (Gujarat Election 2022) ભારતીય જાહેર કરેલા ઉમેદવારોની સામે 12 જેટલા ભાજપના જ અગ્રણીઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તે બદલ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની (CR Patil BJP President) સૂચનાથી 22 નવેમ્બર 2022થી તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

વડોદરા જિલ્લા અહીંથી ભાજપે પાદરા બેઠક પરથી દિનુભાઈ પટેલ, વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવ અને સાવલી બેઠક પરથી કુલદીપસિંહ રાઉલને સસ્પેન્ડ કર્યા છે. જ્યારે પંચમહાલની શહેરા બેઠક પરથી ખતુંભાઈ પગીને સસ્પેન્ડ (Independent Candidates suspended by Gujarat BJP) કર્યા છે.

મહીસાગર મહીસાગર જિલ્લાની લુણાવાડા બેઠક પરથી એસ. એમ. ખાંટ, લુણાવાડા બેઠક પરથી જે. પી. પટેલને સસ્પેન્ડ કરાયા છે. જ્યારે આણંદની ઉમરેઠ બેઠક પરથી રમેશ ઝાલા અને ખંભાત બેઠક પરથી અમરશી ઝાલાને સસ્પેન્ડ કરાયા (Independent Candidates suspended by Gujarat BJP) છે.

અરવલ્લીમાં પણ ચાલી કાતર તો અરવલ્લી જિલ્લાની બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલા, મહેસાણાની ખેરાલુ બેઠક પરથી રામસિંહ ઠાકોર, બનાસકાંઠાની ધાનેરા બેઠક પરથી માવજી દેસાઈ અને ડીસા બેઠક પરથી લેબજી ઠાકોરને સસ્પેન્ડ કરાયા (Independent Candidates suspended by Gujarat BJP) છે.

પ્રથમ તબક્કામાં પક્ષે લીધો છે સસપેન્ડનો નિર્ણય ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની સામાન્ય ચૂંટણીમાં (Gujarat Election 2022) પણ ભાજપ પક્ષે કુલ 7 જેટલા સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય 20 નવેમ્બર 2022ના રોજ લીધો હતો, જેમાં નાંદોદ, કેશોદ, ધાંગધ્રા, પાતળી, રાજકોટ ગ્રામ્ય, વેરાવળ અને રાજુલા વિધાનસભા બેઠક ઉપરથી પક્ષના જ હોદ્દેદારોએ અપક્ષ તરીકેની દાવેદારી નોંધાવી હતી. ત્યારે આ તમામ લોકોને ભાજપ પક્ષ સસ્પેન્ડ કર્યા છે. આમ, કુલ 19 ભાજપના સભ્યોએ ગુજરાત વિધાનસભામાં ઉમેદવારી નોંધાવતા પક્ષે તેઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.