4 વાગ્યા સુધીમાં સરેરાશ 52 ટકા મતદાન, અનેક ગામોએ મતદાનનો કર્યો વિરોધ

author img

By

Published : Dec 1, 2022, 10:49 PM IST

4 વાગ્યા સુધીમાં સરેરાશ 52 ટકા મતદાન, અનેક ગામોએ મતદાનનો કર્યો વિરોધ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના Gujarat Assembly Election 2022 પ્રથમ તબક્કાના મતદાનની પૂર્ણાહૂતી આવી ગઈ છે. આજે સવારે 8:00 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી અને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાઓના કુલ 89 બેઠકો ઉપર મતદાન ગણતરી હાથ ધરવામાં આવી હતી. સૌથી વધુ તાપીમાં 64.27 ટકા અને સૌથી ઓછું જામનગર 42.26 ટકા મતદાન નોંધાયું. પ્રથમ તબક્કામાં જિલ્લા પ્રમાણે મતદાનની ટકાવારી 48.48 નોંધાયું છે. જ્યારે અનેક ગામોએ મતદાનનો વિરોધ (villages Oppose the polling) કર્યો છે.

ગાંધીનગર ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Assembly Election 2022) પ્રથમ તબક્કાના મતદાનની (Gujarat election first Phase voting) વાત કરવામાં આવે તો આજે સવારે 8:00 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી અને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાઓના કુલ 89 બેઠકો ઉપર મતદાન ગણતરી હાથ ધરવામાં આવી હતી. તેમાં શરૂઆતના તબક્કામાં ધીમુ મતદાન હતું. પરંતુ બપોરે 12 વાગ્યા પછી મતદાનમાં ઝડપ આવી હતી. જ્યારે ચાર કલાક સુધીમાં સરેરાશ 52 ટકા જેટલું મતદાન (Total Average First Phase Voting in Gujarat) નોંધાયું છે.

4 કલાક સુધીમાં 52 ટકા મતદાન

4 કલાક સુધીમાં 52 ટકા મતદાન ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયામાં સરેરાશ 52 ટકા જેટલું મતદાન (Most voting in Gujarat ) નોંધાયું છે. જ્યારે હજુ સત્તાવાર આંકડો આવ્યો નથી. પરંતુ ત્રણ વાગ્યા સુધીના મતદાનની વાત કરવામાં આવે તો 48 ટકાની આસપાસ સાથે સરેરાશ મતદાન નોંધાયું હતું. જ્યારે હવે છેલ્લા એક કલાકમાં તમામ બુથ ઉપર તમામ રાજકીય પક્ષો દ્વારા વધુમાં વધુ મતદાન (Least voting in Gujarat ) થાય તે રીતના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા છે.

3 વાગ્યા સુધીમાં મતદાનના આંકડા સૌથી વધુ તાપીમાં 64.27 ટકા અને સૌથી ઓછું જામનગર 42.26 ટકા મતદાન નોંધાયું. પ્રથમ તબક્કામાં જિલ્લા પ્રમાણે મતદાનની ટકાવારી 48.48 આવી છે.

જિલ્લા પ્રમાણે વિગતો
જિલ્લા પ્રમાણે વિગતો

અનેક ગામોએ મતદાનનો વિરોધ કર્યો વિધાનસભાની ચૂંટણી પહેલા અને એક ગ્રામ વિસ્તાર હોય મતદાન ન કરવા અને રાજકીય પાર્ટીઓએ પ્રવેશ ન કરવા બાબતના જાહેરમાં પોસ્ટર શરૂ કર્યા હતા. ત્યારે આજે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કચ્છના અમુક એવા ગ્રામ્ય વિસ્તારો પણ સામે આવ્યા છે કે જેમાં પ્રાથમિક સમસ્યાઓને ધ્યાનમાં લઈને આખા ગામ ના રહીશોએ મતદાન ન કરીને અનોખો વિરોધ નોંધાયો છે. જેમાં ડાંગની મોટી ડબાશ ગ્રામજનોએ અને ભરૂચના કેસર અને મહુજા ગામના લોકોએ પ્રાથમિક સુવિધાથી ત્રસ્ત થઈને મતદાનનો વિરોધ કર્યો છે. એક પણ મત નોંધાવ્યો નથી..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.