રાજ્યની યુનિવર્સિટીઓ અંગે સરકારે બહાર પાડ્યો પરિપત્ર, પાલન કરવી પડશે ગાઇડલાઇન

author img

By

Published : Nov 10, 2021, 8:14 AM IST

Updated : Nov 10, 2021, 9:42 AM IST

હવેથી યુનિવર્સિટીઓએ રાજ્ય સરકારની આ સૂચનાઓને અનુસરવાની રહેશે

યુનિવર્સિટીઓ(Universities) પર લગામ કસવાની લઈને રાજ્ય સરકાર દ્વારા રાજ્યની યુનિવર્સિટીઓને પરિપત્ર(Government of Gujarat Circular) જારી કરવામાં આવ્યો છે. જેમાં યુનિવર્સિટીઓએ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલા ધારાધોરણો મુજબ અનુસરવાનું રહેશે. જેમાં યુનિવર્સિટીએ કેટલીક મંજૂરીઓ રાજ્ય સરકાર પાસેથી લેવાની રહેશે.

  • સેનેટ, સિન્ડીકેટ નિમણૂક પહેલાં સરકારનો પૂર્વ પરામર્શ કરવાનો રહેશે
  • કરાર આધારિત તમામ ભરતી પ્રક્રિયામાં પણ મંજૂરી લેવી પડશે
  • મહત્વની નાણાકીય બાબતો માટે સરકારનો પરામર્શ લેવો પડશે

ગાંધીનગર : યુનિવર્સિટીઓએ(Universities) નિમણૂક અને ખર્ચ સંબંધી હવે સરકાર પાસેથી મંજૂરી લેવાની રહેશે. આ સિવાયના અન્ય સૂચનો પણ આ પરિપત્રમાં રાજ્ય સરકાર(Government of Gujarat Circular) દ્વારા કરવામાં આવ્યા છે. સેનેટ, સિન્ડિકેટ સહિતના પદ માટે પૂર્વ પરામર્શ લેવો વગેરેને લઈને મંજૂરી લેવી સહિતના પરામર્શ કરવામાં આવ્યા છે.

રાજ્યના શિક્ષણ વિભાગે પરિપત્રમાં આ બાબતોનો ઉલ્લેખ કર્યો

યુનિવર્સિટીઓમાં હોદ્દાની રૂએ મળેલ અધિકારથી આપવામાં આવતી સેનેટ, સિન્ડીકેટ કે અન્ય જગ્યા પદ માટેની નિમણૂક સંબંધી પ્રક્રિયા હાથ ધરતાં પહેલાં સરકારનો પૂર્વ પરામર્શ કરવાનો રહેશે. સરકાર તરફથી મળતા અનુદાન સિવાય યુનિવર્સિટીના પોતાના કે અન્ય ભંડોળમાંથી પગાર ભથ્થાંનો ખર્ચ નાખી કરવામાં આવતી કરાર આધારિત, એડહોક પ્રકારની તમામ ભરતી પ્રક્રિયામાં પણ સરકારનો
પૂર્વ વિચારણા કરવાનું રહેશે.

યુનિવર્સિટીમાં કોઈપણ કાર્ય માટે રાજ્ય સરકારની મજુરી લેવી પડશે

સરકારની પૂર્વ મંજૂરી મળી ગયેલ હોય કે વિશેષ અંદાજપત્રીય જોગવાઈ કરવામાં આવેલ હોય તેમજ વહીવટી મંજૂરી આપવામાં આવી હોય તેવા કિસ્સામાં સરકારનો પૂર્વપરામર્શ કરવામાંથી મુક્તિ રહેશે. આ ઉપરાંત મોટુ આર્થિક હિત સંકળાયેલ હોય તેવી મહત્વની નાણાકીય બાબતો માટે સરકારનો પૂર્વ પરામર્શ કરી લેવાનો રહેશે.

આ પણ વાંચોઃ જોધપુરમાં બેફામ આવતી ઓડી કારે 10 લોકોને કચડ્યા, સમગ્ર ઘટનાં થઇ CCTVમાં કેદ

આ પણ વાંચોઃ ધો.1થી 5ના શૈક્ષણિક સત્રના દિવસો ઘટાડાશે, રાજ્ય સરકાર કરી રહી છે વિચારણા

Last Updated :Nov 10, 2021, 9:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.