ગુજરાતમાં 4000 ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી સર્વે પૂર્ણ, ચુકવાશે સહાય

author img

By

Published : Jul 27, 2022, 2:06 PM IST

ગુજરાતમાં 4000 ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી સર્વે પૂર્ણ, SDRF નિયમ મુજબ સહાય ચુકવાશે

ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં ભારે વરસાદ (Rain in Gujarat)પડ્યા છે. ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોના ઉભા પાકને થયેલા નુકસાનનો રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં 4000 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. SDRF નિયમ મુજબ ખેડૂતોને સહાય આપશે.

ગાંધીનગર: રાજ્યમાં ચોમાસાની શરૂઆતમાં જ દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ (Rain in Gujarat)ખાંગા થયા હતા. નવસારી, છોટાઉદેપુર. ડાંગ જેવા જિલ્લાઓમાં વરસાદે તબાહી મચાવી હતી અને ઉભા પાકને પુષ્કળ પ્રમાણમાં નુકસાન (Crop loss to farmers)થયાના અહેવાલો રાજ્ય સરકારને પ્રાપ્ત થઈ રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં મળતી માહિતી પ્રમાણે 4000 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. ગુજરાત કેબિનેટ બેઠકમાં કૃષિપ્રધાન રાઘવજી પટેલે કેબિનેટમાં ખેડૂતોને થયેલી નુકસાન સહાય અંગે રજૂઆત કરી છે.

SDRFના નિયમો અનુસાર ચૂકવવામાં આવશે સહાય - રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદે તબાહી મચાવી છે. ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો( Rain damage in Gujarat )પડી રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે દ્વારા 4000 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. SDRFના નિયમો મુજબ રાજ્ય સરકાર ખેડૂતોને સહાય ચૂકવશે. જેમાં એસડીઆરએફના નિયમની વાત કરવામાં આવે તો ખરીફ ઋતુમાં થયેલ પાક નુકસાની 33 ટકાથી 60 ટકા સુધી હોય તો રૂપિયા 20,000 પ્રતિ હેક્ટરમાં વધુમાં વધુ ચાર હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર રહેશે.

વરસાદ કારણે નુકસાન સર્વે - નર્મદા જિલ્લાના 547 ગામમાં કરવામાં સર્વે આવશે. નર્મદાના કુલ 59,430 વિસ્તાર અસરગ્રસ્ત થયા છે. નર્મદા જિલ્લામાં 20 જેટલી ટીમો સર્વે કામગીરી કરી રહી છે. 209 ગામની 16,039 વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. છોટાઉદેપુરના 880 ગામો પાક નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જિલ્લામાં 1,30, 555 હેક્ટર વિસ્તારમાં સર્વેની આરતી સરવેની કામગીરી શરૂ કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લામાં 40 સર્વેની ટીમો કાર્યરત છે. જ્યારે 718 ગામમાં 1,05,233 હેક્ટર સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

830 હેકટર વિસ્તારમાં સર્વેની કામગીરી પુરી કરવામાં આવી - નવસારી જિલ્લાનાં 387 ગામો સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. 9457 હેકટર વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. નવસારી જિલ્લામાં 70 ટીમ દ્વારા સર્વની કામગીરી કરી રહી છે. નવસારી જિલ્લામાં 3014 હેકટરમાં 33 ટકા થી વધુ નુકસાન થયું છે. નવસારી જિલ્લામાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના 39 ગામોમાં સર્વેની કામગીરી કરવામાં આવી છે. 830 હેકટર વિસ્તારમાં સર્વેની કામગીરી પુરી કરવામાં આવી છે. પંચમહાલ વિસ્તારમાં 525 હેકટર વિસ્તારમાં 33 ટકા થી વધુ નુકશાન થયું છે.

430 હેકટર વિસ્તારમાં 33 ટકા થી વધુ નુકસાન - સુરત જિલ્લામાં 96 ગામમાં સર્વની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. 235 હેકટર વિસ્તારમાં સર્વની કામગીરી પુરી થઈ છે. 63 હેકટર વિસ્તારમાં 33 ટકા થી વધારે નુકસાન થયું છે. વલસાડ જિલ્લાના 283 ગામ સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. 6348 હેક્ટર વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. 610 હેક્ટર વિસ્તારમાં 33 ટકાથી વધુ નુકસાન થયું છે. તાપી જિલ્લામાં 256 ગામમાં સર્વેની કામગીરી પુરી કરવામાં આવી છે. 744 હેકટર વિસ્તારમાં સર્વેની કામગીરી પુરી કરાઈ છે. કુલ 430 હેકટર વિસ્તારમાં 33 ટકાથી વધુ નુકસાન થયું છે.

ક્ચ્છમાં 352 ગામોમાં સર્વેની કામગીરી - ડાંગ જિલ્લામાં 310 ગામમાં સર્વેની કામગીરી પુરી કરવામાં આવી છે. 20,807 હેકટર વિસ્તારમાં સર્વ પુરો થયો છે. જ્યારે 830 હેકટર વિસ્તારમાં 33 ટકા થી વધુ નુકસાન થયું છે. ક્ચ્છ જિલ્લામાં 352 ગામોમાં સર્વેની કામગીરી શરૂ છે. જ્યારે 48 ગામોમાં સર્વેની કામગીરી પુરી કરવામાં આવી છે. 13,979 હેકટર વિસ્તારમાં સર્વેની કામગીરી શરૂ છે. 1343 હેકટરમાં સર્વેની કામગીરી પુરી થઈ છે.

આ પણ વાંચોઃ અતિભારે વરસાદે ખેડૂતોને રડાવ્યા, મોટા ભાગનો પાક થયો નષ્ટ

ગત વર્ષે 11 જિલ્લા આપવામાં આવી હતી સહાય - ગત વર્ષે 11 સપ્ટેમ્બરના રોજ રાજીના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ 13 સપ્ટેમ્બરના રોજ રાજ્યના નવા મુખ્ય પ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલની વર્ણી કરવામાં આવી હતી ત્યારે ભારે વરસાદના કારણે 11 જિલ્લામાં રાજ્ય સરકારે દ્વારા સહાય આપવામાં આવી હતી. જેમાં જામનગર, રાજકોટ, જૂનાગઢ પોરબંદર, લાલપુર, જામજોધપુર, ધોરાજી, ગોંડલ, કોટડા, સાંગાણી, પડધરી, ઉપલેટા, કુતિયાણા, રાણાવાવ, કેશોદ, વિસાવદર, વંથલી, માણાવદર અને માંગરોળ માં સહાય આપવામાં આવી હતી જ્યારે રાજ્ય સરકાર દ્વારા 700 કરોડ રૂપિયાનું પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું હતું. ખરીફ ઋતુમાં થયેલ પાક નુકસાન 60 ટકાથી વધુના નુકસાન માટે રૂપિયા 25,000 પ્રતિ હેક્ટર, વધુમાં વધુ ચાર હેક્ટરની મર્યાદામાં પ્રાપ્ત થશે.

આ પણ વાંચોઃ ગુજરાતના આ વિસ્તારને લઈને 'રાજકીય રમત', પક્ષ-વિપક્ષના જૂદા જૂદા સર્વે

વર્ષ 2020માં 3700 કરોડની સહાય - વર્ષ 2020 માં ખેડૂતોને પાક સહાયની વાત કરવામાં આવે તો ખૂબ જ 2020 ના રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહમાં બજેટ સેશન દરમિયાન નિવેદન આપ્યું હતું કે ખેડૂતોને જે નુકસાન થયું હતું તેમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ કુલ 3700 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં એક પણ ખેડૂતોને સહાય ચૂકવવામાં બાકી રાખવામાં આવી નથી. આમ રાજ્ય સરકારે જાહેર કરેલા નિયમ પ્રમાણે તમામ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી હતી. વર્ષ 2019 માં રાજ્ય સરકારે 700 કરોડની સહાયમાં વધારો કરીને કુલ 3795 કરોડની સહાય પેકેજ જાહેર કર્યું હતું અને 21 લાખથી વધુ ખેડૂતોને સહાય આપવામાં આવી હતી.

વરસાદ કારણે નુકસાન સર્વે - નર્મદા જિલ્લાના 547 ગામમાં કરવામાં સર્વે આવશે. નર્મદાના કુલ 59,430 વિસ્તાર અસરગ્રસ્ત થયા છે. નર્મદા જિલ્લામાં 20 જેટલી ટીમો સર્વે કામગીરી કરી રહી છે. 209 ગામની 16,039 વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. છોટાઉદેપુરના 880 ગામો પાક નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જિલ્લામાં 1,30, 555 હેક્ટર વિસ્તારમાં સર્વેની આરતી સરવેની કામગીરી શરૂ કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લામાં 40 સર્વેની ટીમો કાર્યરત છે. જ્યારે 718 ગામમાં 1,05,233 હેક્ટર સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

830 હેકટર વિસ્તારમાં સર્વેની કામગીરી પુરી કરવામાં આવી - નવસારી જિલ્લાનાં 387 ગામો સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. 9457 હેકટર વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. નવસારી જિલ્લામાં 70 ટીમ દ્વારા સર્વની કામગીરી કરી રહી છે. નવસારી જિલ્લામાં 3014 હેકટરમાં 33 ટકા થી વધુ નુકસાન થયું છે. નવસારી જિલ્લામાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના 39 ગામોમાં સર્વેની કામગીરી કરવામાં આવી છે. 830 હેકટર વિસ્તારમાં સર્વેની કામગીરી પુરી કરવામાં આવી છે. પંચમહાલ વિસ્તારમાં 525 હેકટર વિસ્તારમાં 33 ટકા થી વધુ નુકશાન થયું છે.

430 હેકટર વિસ્તારમાં 33 ટકા થી વધુ નુકસાન - સુરત જિલ્લામાં 96 ગામમાં સર્વની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. 235 હેકટર વિસ્તારમાં સર્વની કામગીરી પુરી થઈ છે. 63 હેકટર વિસ્તારમાં 33 ટકા થી વધારે નુકસાન થયું છે. વલસાડ જિલ્લાના 283 ગામ સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. 6348 હેક્ટર વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. 610 હેક્ટર વિસ્તારમાં 33 ટકાથી વધુ નુકસાન થયું છે. તાપી જિલ્લામાં 256 ગામમાં સર્વેની કામગીરી પુરી કરવામાં આવી છે. 744 હેકટર વિસ્તારમાં સર્વેની કામગીરી પુરી કરાઈ છે. કુલ 430 હેકટર વિસ્તારમાં 33 ટકા થી વધુ નુકસાન થયું છે.

ક્ચ્છમાં 352 ગામોમાં સર્વેની કામગીરી - ડાંગ જિલ્લામાં 310 ગામમાં સર્વેની કામગીરી પુરી કરવામાં આવી છે. 20,807 હેકટર વિસ્તારમાં સર્વ પુરો થયો છે. જ્યારે 830 હેકટર વિસ્તારમાં 33 ટકા થી વધુ નુકસાન થયું છે. ક્ચ્છ જિલ્લામાં 352 ગામોમાં સર્વેની કામગીરી શરૂ છે. જ્યારે 48 ગામોમાં સર્વેની કામગીરી પુરી કરવામાં આવી છે. 13,979 હેકટર વિસ્તારમાં સર્વેની કામગીરી શરૂ છે. 1343 હેકટરમાં સર્વેની કામગીરી પુરી થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.