Conclave of City Leaders in Gaandhinagar : નગરપાલિકાઓની કોન્ફરન્સમાં સીએમે લીધા ક્લાસ, આ મહત્વની બાબતો પર થઇ ચર્ચાઓ

author img

By

Published : Jan 19, 2023, 6:12 PM IST

Conclave of City Leaders in Gaandhinagar : ગુજરાતની 156 નગરપાલિકાઓની કોન્ફરન્સમાં સીએમે લીધો ક્લાસ, વેરાની વાત થઇ

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે લોકલ (CM Bhupendra Patel) સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પદાધિકારીઓ અધિકારીઓ સાથે પ્રત્યક્ષ સંવાદનો અભિગમ અપનાવ્યો છે. જેમાં ગુજરાત રાજ્યની 156 નગરપાલિકાના પ્રમુખ, ચેરમેન સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કોન્કલેવ ઓફ સિટી લીડર્સ (Conclave of City Leaders in Gaandhinagar )માં ઉપસ્થિત રહ્યાં હતાં.

જાહેર જનતાના પ્રશ્નો વહેલી તકે પૂરા થાય તેવી કડક સૂચના અપાઇ

ગાંધીનગર : ગુજરાત રાજ્યની 156 નગરપાલિકાના પ્રમુખ ચેરમેન સાથે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં નગરપાલિકાના વહીવટદારોએ રાજ્ય સરકાર સમક્ષ અનેક પડતર પ્રશ્નોની માંગરૂપી સૂચનાઓ આપી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે રાજ્યની ‘બ’, ‘ક’ અને ‘ડ’ વર્ગની નગરપાલિકાઓના પ્રમુખો, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષો અને ચીફ ઓફિસર્સની સિટી લીડર્સ કોન્ક્લેવમાં ઉપસ્થિત રહી નગરોમાં સ્વચ્છતા, પાણી, વીજળી, આવાસ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જેવા પાસાઓ તથા જનકેન્દ્રી વિકાસ અંગે જરૂરી દિશાનિર્દેશ કર્યા હતાં.

સીએમે લીધો ક્લાસ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ નગરપાલિકાના કામ પ્રત્યે થોડાક દુઃખી થયા હોય તેવું લાગ્યું હતું. તેમણે સ્પષ્ટ સૂચન આપ્યું હતું કે વર્ષ 2019 20ની જે જોગવાઈ કરવામાં આવી હતી તેનું કામ પણ હજુ અનેક નગરપાલિકાઓએ શરૂ કર્યું નથી. ત્યારે આ તમામ કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને જાહેર જનતાના પ્રશ્નો વહેલી તકે પૂરા થાય તે બાબતની પણ સૂચના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આપી હતી.

નગરપાલિકા પ્રમુખોનેે કડક સૂચના કોન્કલેવ ઓફ સિટી લીડર્સ કાર્યક્રમમાં રાજ્યની નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને અમુક સૂચનો પણ કરવામાં આવ્યા હતાં. જે અમુક સૂચનો અંતર્ગત એક નગરપાલિકાના પદાધિકારીએ એવું સૂચન કર્યું હતું કે રાજ્ય સરકાર નગરપાલિકા પાસેથી જે વેરો વસૂલ કરે છે તે વેરો માફ કરવામાં આવે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે નગરપાલિકાઓનો જે વેરો ઉઘરાવવામાં આવે છે તેનાથી નગર વિકાસના કામો થઈ રહ્યા છે. આમ વેરો ઉઘરાવવા બાબતે પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ વલણ અપનાવ્યું હતું.

આ પણ વાંચો River cruises come with floating restaurants: અમદાવાદ લોકોને મળશે વધુ એક ભેટ, બનશે ફ્લોટિંગ રેસ્ટોરાં

કોન્કલેવ ઓફ સિટી લીડર્સમાં સીએમને કઈ માહિતી મળી કોન્કલેવ ઓફ સિટી લીડર્સ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલને કેટલીક અન્ય રજૂઆત પણ મળી છે. જેમાં નગરપાલિકા પાસે જગ્યા ન હોવાના કારણે વિકાસના કામ ન થઇ શકતા હોવાની, આવાસો તૈયાર હોયે પરંતુ આવાસ નંબર ન આપ્યા હોવાથી લાઈટ પાણીની વ્યવસ્થા નથી આપી શક્યાં હોવાની, નલ સે જલ યોજનાના ટેન્ડરો વારંવાર રદ કરવાની, વિભાગના સ્ટાફને પગાર આપવા માટે સરકાર ગ્રાન્ટ આપે તેવી, સરકારી જમીન પર અનેક લોકો દબાણ કરી રહ્યા હોવાની, પાણી માટેનું રદ કરાયેલું મહેકમ ફરી મંજૂર કરવામાં આવે તેવી, અને નગરપાલિકાઓના ચીફ ઓફિસર કામ નથી કરી રહ્યા તે પ્રકારની રજૂઆતો કરવામાં આવી હતી.

સીએમ ભૂપેન્દ્ર પટેલે આપ્યું માર્ગદર્શન આ તમામ પ્રશ્નો બાબતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેેલે ઉત્તર આપતા જણાવ્યું હતું કે ચીફ ઓફિસરની બદલી કરાવી તે જ સમાધાન નથી. પરંતુ તમામ લોકોએ એક સાથે રહીને કામ કરવું પડશે. જે ચીફ ઓફિસર અત્યારે એક જગ્યાએ કામ નથી કરી રહ્યા ત્યારે બીજી જગ્યાએ બદલી કરવામાં આવે તો કઈ ગેરંટી છે કે તેઓ કામ કરશે. પરંતુ હવે નગરપાલિકામાં નવી વ્યવસ્થા જે ઉભી કરવાની હોય તે ઊભી કરવાની રહેશે અને રોજબરોજની લોકોને પડતી મુશ્કેલીઓ પહેલા દૂર કરવાની રહેશે. જ્યારે આ તમારી પોતાની મુશ્કેલીઓ છે. પરંતુ જનતાને પડતી મુશ્કેલીઓ પહેલા દૂર કરવાની રહેશે. સાથે જ સ્વચ્છતા ઉપર પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાની સૂચના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આપી છે.

આ પણ વાંચો National highway Projects: કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ હાઈવે પ્રોજેક્ટ્સની કરી સમીક્ષા

તમામ નગરપાલિકામાં TP જાહેર કરવામાં આવશે નગરપાલિકાની આવકમાં વધારો થાય તેને ધ્યાનમાં લઈને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસના કાર્યક્રમમાં એક મહત્વની જાહેરાત કરી હતી. જેમાં રાજ્યની તમામ નગરપાલિકામાં એક ટીપી જાહેર કરવામાં આવશે. જેથી નગરપાલિકાની આવકમાં વધારો થાય આ ઉપરાંત સુવિધાઓમાં પણ વધારો સુધારો થઈ શકશે. સાથે જ સમગ્ર દેશમાં ગુજરાત ટીપી સ્કીમમાં શ્રેષ્ઠ રાજ્ય છે તેવું નિવેદન પણ તેમણે કર્યું હતું.

સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતાનો ભૂતકાળ યાદ કર્યો રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પોતાના ભૂતકાળને પણ યાદ કર્યો હતો કે વર્ષ 1995માં તેઓ મેમનગર પાલિકાના ચેરમેન હતાં ત્યારે ફક્ત ત્રણ લાખ રૂપિયાની જ ગ્રાન્ટ મળતી હતી. ત્યારે અમે કઈ રીતે કામ કરતા હશું તે તમે જ વિચારજો. પરંતુ અમે જાહેર જનતાને કોઈપણ પ્રકારની તકલીફ પડવા દેતા ન હતાં. ત્યારે હવે તમારે પણ આવી રીતે જ કામ કરવાનું છે.

આટલી રકમની મંજૂરી નહીં લેવી પડે સાથે જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નગરપાલિકાઓ માટે એક મહત્વની જાહેરાત કરી હતી જેમાં અ વર્ગની નગરપાલિકા માટે 50 લાખ, બ વર્ગની નગરપાલિકા માટે 40 લાખ, ક વર્ગની નગરપાલિકા માટે 30 લાખ, અને ડ વર્ગની નગરપાલિકા માટે 20 લાખનું કામ પોતાની રીતે જ મંજૂરી આપશે કોઈની પાસે મંજૂરી લેવાની જરૂર નહીં પડે.

કામ કરવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે આપ્યો મંત્ર રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ નગરપાલિકાના અધિકારી પદાધિકારીઓને કામ કરવા માટેનો એક સરળ મંત્ર પણ આપ્યો હતો. મુખ્યપ્રધાન પટેલે સ્ટેજ ઉપરથી નજર નિવેદન આપ્યું હતું કે આપણે સિસ્ટમ બદલવાની નથી. સિસ્ટમ ના બદલાય ત્યારે આપણે બદલવું પડશે અને કેવી રીતે કામ કઢાવવું તે આપણે શીખી જવાનું છે. જ્યારે ગરમ થઈને કોઈ દિવસ કામ નીકળશે નહીં. પરંતુ શાંત મગજથી જ કામ સરળતાથી પૂર્ણ થઈ જશે. જ્યારે પ્રેમથી અને વારંવાર ફોલોઅપ કર્યા બાદ જ કામ થાય છે. સાથે જ તમામ નગરપાલિકાઓને નાણાં બચાવવાની પણ સૂચના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આપી હતી.

આ પણ વાંચો Sparsh Mahotsav Ahmedabad : સ્પર્શ મહોત્સવમાં દેશની 250 ગૌશાળાઓને 5 કરોડથી વધુની રકમનું દાન કરાયું

શા માટે ‘‘સિટી લીડર્સ કોન્કલેવ’’ રાજ્યના નગરો-મહાનગરોમાં લોક સુખાકારી કામો ઝડપી સમયબદ્ધ ધોરણે હાથ ધરવાના સામૂહિક વિચારમંથનના નવતર અભિગમ સાથે રાજ્યની નગરપાલિકાઓના પ્રમુખો સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ચીફ ઓફિસર્સ સાથે પરિસંવાદ માટે ‘‘સિટી લીડર્સ કોન્કલેવ’’ યોજાયો હતો. નગરપાલિકાઓની રજૂઆતો પ્રત્યક્ષ સાંભળવાનો અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની સર્વગ્રાહી સમીક્ષા મહાત્મા મંદિર ખાતે યોજાઇ હતી. આ સંદર્ભમાં રાજ્યની ‘બ’, ‘ક’ અને ‘ડ’ વર્ગની નગરપાલિકાઓના પ્રમુખ, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન અને ચીફ ઓફિસરો સાથે ગુરૂવાર, તા.૧૯ જાન્યુઆરીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સિટી લિડર્સ કોન્કલેવનું આયોજન થયું હતું.

સામૂહિક ચર્ચામંથન હાથ ધરાયું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના શહેરી વિકાસ શહેરી ગૃહનિર્માણ વિભાગે આ એક દિવસીય પરિસંવાદ યોજ્યો હતો. જેમાં એક મુખ્યત્વે રાજ્યની નગરપાલિકાઓ દ્વારા કરાયેલી શ્રેષ્ઠ કામગીરીની વિગતોનું આપસી આદાનપ્રદાન, અમૃત 2.0 અન્વયે નગરપાલિકાઓની કાર્યવાહી તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને એફોર્ડેબલ હાઉસીંગ મિશન જેવા વિષયો પર સામૂહિક ચર્ચામંથન હાથ ધરાયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.