રાજ્યમાં પાણીના સ્તર સુધારવા ચેકડેમનું સમારકામ, પાણીની ઘટ ન થાય એવું આયોજન

author img

By

Published : Jan 4, 2023, 7:18 PM IST

રાજ્યમાં પાણીના સ્તર સુધારવા ચેકડેમની મરમ્મત, કેબિનેટ બેઠકમાં અન્ય કેટલીક લોકહિતની ચર્ચાઓ

ગાંધીનગર મુખ્યપ્રધાનની અધ્યક્ષમાં કેબિનેટ બેઠકનું (CM Bhupendra Patel chaired Cabinet meeting) આયોજન થયું હતું. આ કેબિનેટ બેઠકમાં ચોમાસાની તૈયારીઓ, જુના ચેક ડેમની મરમ્મત, વેક્સીન, રોજગારી તેમજ સરકારી શાળાઓને લઈને વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી. (Cabinet meeting Discussion in Gandhinagar)

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષમાં કેબિનેટ બેઠકનું આયોજન

ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષમાં કેબિનેટ બેઠકનું (Cabinet meeting Discussion in Gandhinagar) આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ચર્ચાની વાત કરવામાં આવે તો, રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલા પાલિતાણા કમિટી બાબતે પ્રાથમિક તબક્કે ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે ચોમાસાની અત્યારે સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ગુજરાતમાં તૈયાર કરવામાં આવેલા ચેકડેમ. જે 25 વર્ષ જૂના હશે, તેની મરમ્મત કરવાનો નિર્ણય કેબિનેટ બેઠકમાં કરવામાં આવ્યો છે.(CM Bhupendra Patel chaired Cabinet meeting)

વેક્સીનના એક પણ ડોઝ બગાડ થયો નથી રાજ્યના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આજે સવારથી જે એવા સમાચાર અને અહેવાલો પ્રસિદ્ધ થયા છે કે ગુજરાતમાં રસીના ડોઝનો બગાડ કરવામાં આવ્યો છે, ત્યારે તે બાબતે પણ સ્પષ્ટતા કરતા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આવો કોઈ પણ પ્રકારનો રસીના ડોઝનો બગાડ કરવામાં આવ્યો નથી. જ્યારે એક નેઝલમાંથી 4 વ્યક્તિને રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

25 વર્ષ જુના ચેક ડેમની મરમ્મત કરવામાં આવશે ગુજરાત રાજ્યમાં પાણીના (old check dam Repair) બચાવ માટે અને પાણીનું સ્થળ શું થાય તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે બાબતે રાજ્યના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, બેઠકમાં ગુજરાતમાં જેટલા પણ છે અને જેની મદદ કરવાની જરૂર છે તે તમામ ચેકડેમ ની મદદ કરવામાં આવશે અને આ બાબતે વિભાગ પાસેથી ડેટા પણ મંગાવવામાં આવ્યો છે, ત્યારે 25 વર્ષ કે તેથી જૂના ચેકડેમની મરમ્મત (old check dam Repair) કરીને વધુમાં વધુ પાણીનો સંગ્રહ થાય તેનું આયોજન પણ આજની કેબિનેટ બેઠકમાં આયોજન કરવામાં આવ્યું છે. (Decision on check dam in cabinet meeting)

આ પણ વાંચો સરકારનો 100 દિવસથી 5 વર્ષ સુધીનો એક્શન પ્લાન, કેબિનેટ બેઠકમાં કરાઈ ચર્ચા

વિભાગ પ્રમાણે ખાલી જગ્યા બાબતે સૂચના ગુજરાત સરકારના તમામ વિભાગોમાં અનેક ખાલી જગ્યાઓ છે. જ્યારે અમુક કર્મચારીઓ અને અધિકારીઓ એક્સટેન્શન પર કામ કરી રહ્યા છે, ત્યારે આજની કેબિનેટ બેઠકમાં આ બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી અને આગામી સમયમાં તમામ વિભાગોની ખાલી જગ્યા ભરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. જેથી ગુજરાતના યુવાઓને રોજગારીમાં વધારો થશે.

આ પણ વાંચો હવે 5 નહીં 10 લાખ રૂપિયા સુધીની સારવાર મળશે ફ્રીમાં, સરકારે વધારી આયુષ્માન કાર્ડની મર્યાદા

શાળામાં 19,000 ઓરડા બનાવવામાં આવશે ગુજરાતની સરકારી શાળામાં અનેક ખવડાવો જર્જરિત અને ખરાબ પરિસ્થિતિમાં છે, ત્યારે આજની કેબિનેટ બેઠકમાં આ બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ભૂપેન્દ્ર પટેલની જૂની સરકારમાં 18000થી વધુ ઓરડાઓ બનાવવા માટેની કામગીરી હાથ ધરાઈ હતી અને શરૂઆતમાં તેનો ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું હતું, ત્યારે ફરીથી આ જ મુદ્દે આજની કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ હતી, ત્યારે રાજ્યના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં એક પણ શાળામાં અને એક કોઈપણ વિદ્યાર્થી જજ રીતે ઓરડામાં બેસે નહીં. તે માટેની રાજ્ય સરકારે ચિંતા કરી છે. આગામી દિવસમાં જેટલા પણ ઓરડાઓ છે તે તમામ ઓરડાઓને નવા તૈયાર કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.