મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઓચિંતી પ્રધાનોની ઓફિસમાં મુલાકત લીધી, 2 પ્રધાનો ગેરહાજર

author img

By

Published : Nov 23, 2021, 8:13 AM IST

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઓચિંતી પ્રધાનોની ઓફિસમાં મુલાકત લીધી, 2 પ્રધાનો ગેરહાજર

ગુજરાત રાજ્યમાં પુર્વ મુખ્યપ્રધાન વિજય રુપાણીએ(Former CM of Gujarat Vijay Rupani) અનાચક રાજીનામાં આપ્યા બાદ રાજ્યમાં નવા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલનું(CM Bhupendra Pate) નામ સામે આવ્યા બાદ કેટલાક મહત્વના નિર્ણય લીધા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે એક મહત્વનો નિર્ણય લીધો હતો કે અઠવાડીયામાં બે-ત્રણ દિવસ તમામ પ્રધાનોને ફરજિયાત પોતાની કચેરીમાં હાજર રહેવાનો હુકમ આપ્યો હતો. ત્યારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel by visits) સોમવારના રોજ અચાનક જ સ્વર્ણિમ સંકુલ 1 માં તમામ પ્રકારની ઓફિસમાં મુલાકાત લીધી હતી. જેમાં પૂર્ણેશ મોદી(Road building minister Purnesh Modi) અને કિરીટસિંહ રાણા(Kirit Singh Rana) ગેરહાજર રહ્યાનું સામે આવ્યું હતું.

  • મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સ્વર્ણિમ સંકુલ 1માં રેડ
  • તમામ પ્રધાનોની ઓફિસમાં લીધી મુલાકાત
  • પુરનેશ મોદી અને કિરીટ સિંહ રાણાની ગેરહાજરી
  • તમામ પ્રધાનો ઓફિસ કાર્યમાં જોવા મળ્યા

ગાંધીનગર : રાજ્યમાં મુખ્યપ્રધાન તરીકેના શપથ લઈને બીજી કેબિનેટમાં જ મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Pate) મહત્વના નિર્ણય કર્યા હતા. જેમાં તમામ પ્રધાનોએ સોમવાર મંગળવાર અને બુધવારના દિવસે ફરજિયાત રીતે ગાંધીનગર સંકુલ 1 માં પોતાની કચેરીમાં હાજર રહેવાનો હુકમ આપ્યો હતો. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel by visits) સોમવારના રોજ અચાનક જ સ્વર્ણિમ સંકુલ 1 માં આવેલા તમામ પ્રકારની ઓફિસમાં મુલાકાત કરી હતી. જેમાં તમામ પ્રધાનો હાજર રહ્યા હતા પરંતુ પૂર્ણેશ મોદી(Road building minister Purnesh Modi) અને કિરીતસિંહ(Cabinet Minister Kirit Singh Rana) રાણાના ગેરહાજર રહ્યા હતા.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઓચિંતી પ્રધાનોની ઓફિસમાં મુલાકત લીધી, 2 પ્રધાનો ગેરહાજર

તમામ પ્રધાનો રહ્યા હાજર

મહત્વની વાત કરવામાં આવે તો રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજેન્દ્ર ત્રિવેદી, પ્રદીપ સિંહ પરમાર, કનુભાઇ દેસાઇ સહિતના તમામ કેબિનેટ પ્રધાનોની ઓફિસની(Office by Cabinet Ministers) મુલાકાત લીધી હતી. જેમાં તમામ પ્રધાનો મુલાકાતીઓ સાથે ચર્ચા કરી રહ્યા હોવાના દૃશ્યો સામે આવ્યા હતા. આ દરમિયાન ફક્ત બે જ કેબિનેટ પ્રધાન કે જેઓ સ્વર્ણિમ સંકુલ 1માં હાજર ન હતા. જેમાં એવું પણ કારણ સામે આવી રહ્યું છે કે, કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદી આગામી કાર્યક્રમમાં પહેલેથી અન્ય જગ્યાએ હાજર હતા. જ્યારે કિરીટસિંહ રાણા બપોરના સમયે જમવા ઘરે ગયા હોવાના કારણો સામે આવ્યા છે.

મુલાકાતીઓ સાથે કરી ચર્ચા

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel by visits 2021) જે પણ પોતાની ઓફિસમાં ગયા હતા ત્યારે જે તે પ્રધાનોની ઓફિસમાં જ મુલાકાતીઓ પણ પોતાની રજૂઆત લઈને આવ્યા હતા. ત્યારે રાજ્ય સરકારના પ્રધાનો કામ કરી રહ્યા છે કે નહીં તે બાબતની ચર્ચા પણ મુલાકાતીઓ સાથે કરી હતી. તેમજ મુલાકાતીઓ કયા સંદર્ભે પોતાની વિષય વસ્તુ લઈને આવ્યા છે તે બાબતે પણ મુલાકાતીઓ સાથે ચર્ચા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરી હતી.

આ પણ વાંચોઃ કોરોનાના બે વર્ષ બાદ લગ્ન માટે પાર્ટી પ્લોટની બુકીંગમાં 30-35 ટકાનો વધારો

આ પણ વાંચોઃ ધોરણ 10માં બેઝિક ગણિત રાખનાર વિધાર્થીને મળશે વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ: જીતુ વાઘાણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.