દિવાળીના તહેવારોમાં પર્યટન સ્થળ દીવ સહેલાણીઓથી ઉભરાયું

author img

By

Published : Nov 16, 2020, 7:30 PM IST

દિવાળીના તહેવારોમાં પર્યટન સ્થળ દીવ સહેલાણીઓથી ઉભરાયું

ગુજરાતનું મીની ગોવા ગણાતું દીવ કોરોના મહામારી બાદ છેલ્લા 8 મહિનાથી બંધ હતું.અનલોકમાં પણ દીવમાં ઘણા કડક નિયમો હતા જેથી પ્રવાસીઓ આવતા ન હતા. હવે દિવાળીની રજાઓમાં દીવમાં પ્રવાસીઓ માટેના નિયમો હળવા બન્યા બાદ તમામ હરવા ફરવાના સ્થળો પર પ્રવાસીઓનો માનવ મહેરામણ ઉમટ્યો છે.

  • દિવાળીની રજાઓમાં સહેલાણીઓ ઉમટી પડતાં દીવ પ્રવાસનને મળ્યો વેગ
  • હોટેલ માલિકો તેમજ અન્ય ધંધા રોજગારને ફાયદો
  • ડિસેમ્બરમાં હજુ વધારે બુકિંગની આશા

દીવ: સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવ કોવિડ-19 તેમજ લોકડાઉનમાં આર્થિક રીતે ઘણું તૂટ્યું હતું. છે. દીવના પ્રવાસન પર નભતા વેપારીઓ અને હોટેલ માલિકો છેલ્લા 8 મહિનાથી કારમી મંદીનો સામનો કરી રહ્યા હતા. ત્યારે દિવાળીના તહેવારોમાં દીવમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળતા આખરે વેપારીઓના જીવમાં જીવ આવ્યો છે. ખાસ કરીને દીવના નાગવા બીચ, બ્લુ ફ્લેગ બીચ, જલંધર બીચ, ફોર્ટ સહિત તમામ દર્શનીય સ્થળો પર મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે.

દિવાળીના તહેવારોમાં પર્યટન સ્થળ દીવ સહેલાણીઓથી ઉભરાયું
દિવાળીના તહેવારોમાં પર્યટન સ્થળ દીવ સહેલાણીઓથી ઉભરાયું

દીવના હોટેલ અને રિસોર્ટ થયા હાઉસ ફૂલ

દીવના હોટલ માલિકોનું કહેવું છે કે હાલ જે પ્રવાસીઓ આવી રહ્યા છે તેઓ ગુજરાતના જ છે, અન્ય રાજ્યોમાંથી હજી સુધી ટુરીસ્ટ બુકીંગ નથી આવ્યું. તેમ છતાં દિવાળીની રાજાઓને પગલે ઠીક ઠીક ધંધો થઈ રહ્યો છે અને મોટાભાગની હોટેલમાં બુકિંગ ફૂલ જોવા મળી રહ્યું છે. આથી આગામી ડિસેમ્બરમાં પણ દીવના વેપારીઓને સારી એવી કમાણી થાય તેવી આશા છે.

કોરોનામાંથી કંઇક અંશે મળી મુક્તિ

આખરે દીવના પ્રવાસન ઉદ્યોગના જીવમાં જીવ આવ્યો છે. કોરોના મહામારીને લીધે આર્થિક નુકસાન જતા છેલ્લા 8 મહિનાથી દીવના વેપારીઓ અને હોટેલ માલિકો નિરાશ બેઠા હતા. પરંતુ રજાઓમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ દીવની મુલાકાત લેતા દીવનું પ્રવાસન ધીમે ધીમે બેઠું થાય તેવી સૌને આશા બંધાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.