દ્વારકાનું ખંભાળિયા માર્કેટિંગ યાર્ડ આજથી ખેડૂતો માટે ફરી થયું ધમધમતું

author img

By

Published : Nov 9, 2021, 5:18 PM IST

દ્વારકાનું ખંભાળિયા માર્કેટિંગ યાર્ડ આજથી ખેડૂતો માટે ફરી થયું ધમધમતું

દેવભૂમિ દ્વારકા(Devbhoomi Dwarka) જિલ્લામાં આવેલ ખંભાળિયા માર્કેટિંગ યાર્ડ(Khambhaliya Marketing Yard)માં આજુ બાજુનાં ગામનાં ખેડૂતો(Farmers) અહી પોતાનાં પાકનું વેચાણ કરવાં માટે આવતાં હોય છે. જે દિવાળી બાદ આજે લાભ પાંચમનાં દિવસે ફરી વખત ધમધમતું બન્યું છે અને આજે ખેડૂતો પણ મોટી સંખ્યામાં વિવિધ પાકનું વેચાણ કરવાં માટે આવ્યાં હતાં.

  • માવઠું પડશે તો ઘણા ખેડૂતને નુકશાન વેઠવાનો વારો આવશે
  • લાભ પાંચમનાં દિવસે ફરી વખત ધમધમતું બન્યું માર્કેટિંગ યાર્ડ
  • ખેડૂતોમાં એક અનેરી ખુશીની લાગણી પણ જોવાં મળી

ખંભાળિયા : દ્વારકા જિલ્લાનું મહત્વનું એવું ખંભાળિયા માર્કેટિંગ યાર્ડ(Khambhaliya Marketing Yard) આજ લાભ પાંચમથી ફરી શરૂ થઇ થયું છે. અહીં તમામ આજુ બાજુનાં ખેડૂતો(Farmers) આવીને સારા ભાવ સાથે પોતાનાં પાકનું વેચાણ કરે છે જેમાં મગફળી, અડદ અને કપાસનો સારા પ્રમાણમાં ભાવ પણ મળી રહે છે. તેમજ આજે લાભ પાંચમનાં દિવસે મગફળીને ટેકાનાં ભાવે ખરીદી કરવાનું શરૂ થઈ પણ ગયું છે જેથી ખેડૂતોમાં એક અનેરી ખુશીની લાગણી પણ જોવાં મળી રહી હતી.

દ્વારકાનું ખંભાળિયા માર્કેટિંગ યાર્ડ આજથી ખેડૂતો માટે ફરી થયું ધમધમતું

ખંભાળિયા માર્કેટિંગ યાર્ડનાં ભાવ

દિવાળીનાં તહવારોનાં લીધે હમણાં મિનિ વેકેશન હોવાથી માર્કેટિંગ યાર્ડ બંદ હતું. જે આજે લાભ પંચમનાં શુભ દિવસે ફરી શરું કરવામાં આવ્યું છે જેથી ખેડૂતપુત્રોમાં એક ખુશીની લહેર જોવાં મળી હતી. જેમાં કપાસ, મગફળી અને તલ જેવાં પાકોનું વેચાણ કરવાં માટે મોટાં પ્રમાણમાં ખેડૂતો આવ્યાં હતાં. હાલ હવામાન વિભાગે કરેલ આગાહી પ્રમાણે જો વરસાદનું માવઠું પડશે તો ઘણા ખેડૂતને નુકશાન વેઠવાનો વારો આવી પડે છે. હાલ ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં મગફળીનાં 20 કિલોનાં 900 થી 1100 રૂપિયા, કપાસનાં 1600 થી 1700 રૂપિયા અને અડદનાં 800 થી 1350 રૂપિયા મુજબનાં ભાવ ખેડૂતોને મળી રહ્યા છે.

આ પણ વાંચો : Junagadh Farmar : ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયાને અયોગ્ય અને મુશ્કેલ, MSP વધારવાની માગ કરતાં ખેડૂતો

આ પણ વાંચો : આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ, રાજકોટમાં પ્રથમ દિવસે જ જોવા મળ્યો નિરુત્સાહ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.