અખંડ રામધૂનના 20 હજાર દિવસ પૂર્ણ થતાં ભવ્ય ઉજવણી

author img

By

Published : Sep 14, 2022, 4:24 PM IST

અખંડ રામધૂનના 20 હજાર દિવસ પૂર્ણ થતાં ભવ્ય ઉજવણી

દ્વારકાના હરિનામ સંકિર્તન મંદિરે અખંડ રામધૂનને 20 હજાર દિવસો (Dwarka Harinam Sankirtan) પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે દ્વારકામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં વિવિધ પ્રકારના કેટલાક કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે. Harinam Sankirtan Akhand Ramdhun Programદ્વારકાના હરિનામ સંકિર્તન મંદિરે અખંડ ધૂનને ર0 હજાર દિવસ પૂર્ણ

દેવભૂમિ દ્વારકા પ્રેમભીક્ષુજી મહારાજ પ્રેરિત સંકીર્તન મંદિર અખંડ રામધૂનને (Dwarka Harinam Sankirtan) 20 હજાર દિવસો પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે દ્વારકામાં ધામધૂમ પૂર્વક ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું કરવામાં આવી રહ્યું છે. જેથી વિશેષ ઉજવણીના ભાગપે આગામી સપ્ટેમ્બર માસની 8થી 13 તારીખ સુધી અખંડમહા મહોત્સવ યોજાવા જનાર છે.

અખંડ રામધૂનના 20 હજાર દિવસ પૂર્ણ થતાં ભવ્ય ઉજવણી

એકમાત્ર મંગલ કામ અખિલ બ્રહ્માંડ નાયક ભગવાન શ્રી દ્વારકાધીશ તથા રામના મહારાજના અહૈતુકી પરમ અનુગ્રહથી અને નામયોગી સંકીર્તન સમ્રાટ ઉપકારી, સદગુરુ ભગવાન પ્રેમ ભિક્ષુજી મહારાજની પ્રેરણાથી દ્વારકાધામ સ્થિત અખંડ હરિનામ સંકીર્તન મંદિર ટ્રસ્ટ દ્વારા વિશ્વ કલ્યાણ અને વિશ્વ બંધુત્વની એકમાત્ર મંગલ કામના સાથે ચાલી રહેલી અખંડ હરિનામ સંકીર્તનના 20,000 દિવસ પૂર્ણ થવામાં છે. જેને લઈને દ્વારકામાં મંગલમય કાર્યકમ રાખવામાં આવ્યા છે. (Akhand Ramdhun 20 thousand days)

શું શું આયોજન કરાયું તારીખ 8મી થી 10મી શનિવાર સુધી સાંજે 5થી 8 સુધી રામનામ વંદના, શિવ પંચાક્ષર સ્ત્રોત, હનુમાન ચાલીસા તથા ક્રિષ્ક્રીન્ધાકાંડ પાઠ વગેરેધાર્મિક આયોજનો કરવામાં આવનાર છે. તારીખ 12મીને સોમવારે સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી સૂકામેવા મનોરથ દર્શન યોજાશે. આ ઉપરાંત તારીખ 12મી એ સાંજે 5 કલાકે હ્મપુરી નં.1માં શ્રી સદ્ગુ ઍવોર્ડ, અધ્યક્ષ ગોવિંદ સ્વામી, સ્વામીનારાયણ મંદિર દ્વારકાનો કાર્યક્રમ યોજાશે. (Akhand Ramdhun at Harinam Sankirtan Temple)

અન્ય કેટલાક આયોજન તારીખ 13મી એ મંગળવારે પ્રભાતફેરી સવારે 5:30 કલાકે, દ્વારકાધીશજી ધ્વજાજી પૂજન, અભિષેક વગેરે સવારે 8:30 કલાકે, રામનામ મહારાજ તથા ગુપૂજન સવારે 11 કલાકે, નગર કિર્તન (શોભાયાત્રા) સાંજે 4 કલાકે તેમજ ગુરૂ પ્રસાદી તારીખ 13મીએ બ્રહ્મપુરી નં.1માં બપોરે તેમજ રાત્રે યોજાનાર છે. 13મી સુધી રાત્રે 10થી 12 વાગ્યા સુધી વિશેષ રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા ધર્મપ્રેમી જનતાને સર્વે ધાર્મિક આયોજનનો લાભ લેવા અનુરોધ કરાયો છે. Harinam Sankirtan Akhand Ramdhun Program , Program at Harinam Sankirtan Temple, Dwarka, Akhand Ramdhun Celebration in Dwarka

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.