Rain in Dang: પૂર્વ મંજૂરી વિના જિલ્લા અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવાની તાકીદ

author img

By

Published : Aug 1, 2022, 4:44 PM IST

Rain in Dang:  પૂર્વ મંજૂરી વિના જિલ્લા અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવાની તાકીદ

ડાંગમાં વરસાદના પગલે (Rain in Dang) જિલ્લા પ્રશાસન દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યાં છે. સુબીર તાલુકાના બંધ કરાયેલા માર્ગની જાણકારી આપવા સહિત ડાંગ કલેક્ટર (Dang District Collector ) દ્વારા પ્રવાસીઓને પણ કેટલીક અપીલ કરી હતી.

ડાંગ- વરસાદી પાણીથી અસરગ્રસ્ત થયેલો સુબીર તાલુકાનો બંધ થયેલો એક માર્ગ યાતયાત માટે બંધ કરવામાં આવ્યો છે. ડાંગ કલેક્ટર ભાવિન પંડ્યાએ (Dang District Collector ) અસરગ્રસ્ત માર્ગોની સતત દેખરેખ સાથે હોમગાર્ડ અને પોલીસ જવાનોની સેવા ઉપલબ્ધ રાખવાની સૂચના આપી દીધી છે. તેમણે વરસાદી પાણીને (Rain in Dang) લઈને ઉદભવતી ગંદકી, કાદવ સત્વરે દૂર કરવાની પણ તાકીદ કરી હતી.

પ્રવાસીઓને અપીલ- પ્રવાસીઓને જોખમી રીતે સેલ્ફી કે ફોટોગ્રાફી ન કરવા સાથે જાહેર માર્ગો ઉપર આડેધડ વાહન પાર્કિંગ ન કરવાની અપીલ કરવામાં આવી છે.જિલ્લામા નોંધાયેલા સાર્વત્રિક વરસાદને (Rain in Dang) પગલે પૂર્વપટ્ટીના સુબીર તાલુકાના જિલ્લા પંચાયત હસ્તના એક માર્ગ ઉપર પાણી ફરી વળતા, યાતાયાત માટે બંધ કરાયો હતો. જે સવારે દસ વાગ્યાની સ્થિતિએ વરસાદી પાણી ઓસરી જતા ખુલ્લો થયો છે.

આ પણ વાંચોઃ Flood damage in Dang : ડાંગમાં વરસાદથી મોતના કિસ્સામાં રોકડ સહાય ચૂકવણી શરુ

આ માર્ગ યાતયાત માટે બંધ - ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયત હસ્તકના માર્ગ મકાન વિભાગ દ્વારા મળેલી વિગતો મુજબ સુબીર તાલુકાના કાકડવિહીર-ખેરીન્દ્રા-ચમારપાડા રોડ ઉપર વરસાદી પાણી (Rain in Dang)ફરી વળતા આ માર્ગ યાતયાત માટે બન્ધ કરાયો છે. વિશિષ્ટ ભૃપુસ્ઠ ધરાવતા ડુંગરાળ ડાંગ જિલ્લાની પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખતા કલેકટર ભાવિન પંડ્યાએ (Dang District Collector ) જિલ્લાના લો લેવલ કોઝ વે સહિતના માર્ગો ઉપર ઠેર ઠેર સિક્યુરિટી ગાર્ડને તહેનાત કરી, કોઈ વાહન ચાલકો, પશુપાલકો, સ્થાનિક ગ્રામજનો જોખમી રીતે માર્ગ, કોઝ વે કે પુલ ક્રોસ ન કરે તેની તકેદારી દાખવવાની સૂચના આપી છે.સાથે વરસાદી પાણી, ભૂસ્ખલન સહિતના કારણોસર ઉદભવતી ગંદકી, કાદવ કીચડ, કે વૃક્ષો ધરાશાઈ થવાના પ્રસંગે તાત્કાલિક આવો કચરો હટાવવાની પણ સૂચના આપી છે.

આ પણ વાંચોઃ પાણીજન્ય રોગને અટકાવવા તંત્ર એક્શનમાં, ઘરે ઘરે જઈને કર્યું આ કામ

હેડ ક્વાર્ટર ન છોડવાની પણ તાકીદ - ડાંગ કલેક્ટર ભાવિન પંડ્યાની (Rain in Dang) અસરગ્રસ્ત માર્ગોની સતત દેખરેખ સાથે હોમગાર્ડ અને પોલીસ જવાનોની સેવા ઉપલબ્ધ રાખવાની સૂચના આપી છે. જ્યારે પર્યટકોને, વન વિસ્તારમા નદી, નાળા, જળધોધ પાસે જોખમી રીતે સેલ્ફી અને ફોટોગ્રાફી ન કરવાની અપીલ કરવા સાથે, જાહેર માર્ગો ઉપર આડેધડ વાહનો પાર્ક ન કરવાની તાકીદ કરી છે. સાથે જ જિલ્લા અધિકારીઓને પૂર્વ મંજૂરી વિના તેમનું હેડ ક્વાર્ટર ન છોડવાની પણ (Dang District Collector ) તાકીદ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.