પરિવારે લગ્નમાં વિલંબ કર્યો તો યુવાને વૃક્ષ સાથે ઓઢણી ઓઢીને કરી આત્મહત્યા

author img

By

Published : Sep 29, 2022, 3:19 PM IST

પરિવારે લગ્નમાં વિલંબ કર્યો તો યુવાને વૃક્ષ સાથે ઓઢણી ઓઢીને કરી આત્મહત્યા

ડાંગમાં પરિવારજનો દ્વારા લગ્ન ન કરી આપતા યુવાને (suicide case in Dang) ફાંસો ખાઈ આત્મહત્યા જીવ ટૂંકાવ્યું છે. યુવાન ખેતર જઈને વૃક્ષ સાથે ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. (men committed suicide in Dhulchond village)

ડાંગ રાજ્યમાં આત્મહત્યાના કેસ દિવસેને દિવસેથી વધી રહ્યા છે. તેમાં ખાસ કરીને વર્તમાન સમયમાં પ્રેમી પંખીડાઓ (Love suicide case in Dang) આત્મહત્યા કરી લીધી હોય તેવા સમાચાર અવારનવાર સામે આવ્યા રાખે છે. ત્યારે ડાંગ જિલ્લાના એક નાનકડા ગામમાં યુવાને આત્મહત્યાનો કેસ સામે આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. પરિવારજનો દ્વારા લગ્ન ન કરી આપતા વૃક્ષ સાથે ઓઢણી વિટીને આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવની પોલીસને જાણ થતાં તાત્કાલીક ઘટના સ્થળે દોડીને કાર્યવાહી હાથ ધરી હતી. (suicide case in Dang)

શું હતી ઘટના મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ધૂળચોડ ગામના વિશાલ કમલેશભાઈ રાઠોડ જેઓને ગૌર્યા ગામના કુંભીપાડા ગામે રહેતી તેજલ સાથે એક વર્ષ પૂર્વેથી પ્રેમ સંબંધ બંધાયો હતો. આ બન્ને પ્રેમી પંખીડાઓ (Love suicide case in Dang) પરિવારને અવગણીને સાથે જ રહેતા હતા. યુવાન વિશાલ રાઠોડના માતા પિતા દ્વારા થોડા સમય પછી લગ્ન કરવાનું કહેતા હતા, પરંતુ યુવાન સ્વીકારતો ન હતો. જેથી વિશાલ રાઠોડે રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં મોટાભાઈની મોટરસાયકલ પર સવાર થઈ ગૌર્યાનાં કુંભીપાડા ખાતે તેજલબેનને મળવા ગયો હતો. (men committed suicide in Dhulchond village)

વૃક્ષ સાથે ઓઢણી ઓઢી જ્યારે બીજા દિવસે યુવાન વિશાલ રાઠોડ ગૌર્યા ગામના કુંભીપાડા ફળીયાનાં (Suicide farm at Dhulchondvillage) જાનુ ગાવીતના ખેતરમાં દૂર એક વૃક્ષ સાથે ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જે આસપાસના લોકોને જાણ થતાં ચકચાર મચી ગઈ હતી. જોકે આ બનાવની જાણ વઘઇ પોલીસની ટીમને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. હાલમાં મૃતક યુવાનનાં પિતા કમલેશ સોમાભાઈ રાઠોડના ફરીયાદના આધારે વઘઇ પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. (Kumbhipada village suicide case)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.