300 ફૂટ ઊંચેથી ખાબકતા ગિરમાળ ધોધનો અદભુત નજારો, ગુજરાતનો સૌથી ઊંચો ધોધ

author img

By

Published : Aug 3, 2021, 2:11 PM IST

Updated : Jul 23, 2022, 2:56 PM IST

ગિરમાળ ધોધનો અદભુત નજારો

ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના ગીરા નદી ઉપર આવેલો "ગિરમાળનો ધોધ"(Girmad waterfall)અને "વન દેવીનો નેકલેસ" એટલે ગીરા નદીનો યુ આકારનો વળાંક ચોમાસાની ઋતુમાં મનમોહક બની ખીલી ઉઠ્યા છે. કુદરતે અહીં છૂટા હાથે સૌંદર્ય વેરતા અહીં ચોમાસાની ઋતુ દરમિયાન અસંખ્ય પ્રવાસીઓ ઉમટી પડે છે.

  • ડાંગના ગીરા નદી પર આવેલો ગિરમાળ ધોધ
  • ગુજરાતનો સૌથી ઊંચો ધોધ, 300 ફૂટ ઊંચેથી ખાબકતો ગિરમાળ ધોધ
  • ગીરા ધોધ કરતાં કુદરતી સૌંદર્યથી ભરપૂર ગિરમાળ ધોધ
  • ગીરા નદીના પહાડોમાં યુ ટર્ન આકર વન દેવીનું નેકલેસ તરીકે પ્રખ્યાત

ડાંગ: ચોમાસું વરસાદ થતાં જ જિલ્લાની ચારેય નદીઓ સક્રિય બને છે. આ નદીઓમાં વહેતાં ઝરણાંઓ આકર્ષકનું કેન્દ્ર બને છે. સાથે જ ભારે વરસાદના કારણે જિલ્લાના અનેક ધોધ સક્રિય બને છે. નાના જળ ધોધની સાથે અહીં વઘઇ નજીક આવેલી અંબિકા નદીનો ગીરા ધોધ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત ધોધ તરીકે ઓળખાય છે, પરંતુ આ સિવાય પણ ડાંગમાં ગીરા નદી પર ગિરમાળ ધોધ (Girmad waterfall)આવેલો છે, જે ગીરા ધોધથી પણ ઓળખાય છે. આ ધોધ સુબિર વિસ્તારના અંતરિયાળ વિસ્તારમાં આવેલો છે.

ગિરમાળ ધોધનો અદભુત નજારો
ગિરમાળ ધોધનો અદભુત નજારો

આ પણ વાંચો-ડાંગના ગીરાધોધ પર શિયાળાની અસર, જુઓ ગીરાધોધના આહલાદક દ્રશ્યો

ગુજરાતમાં આવેલો સૌથી ઊંચો ગિરમાળ ધોધ

ડાંગ જિલ્લાનો સૌથી ઉંચામાં ઉંચો ધોધમાં ગિરમાળના ગીરાધોધનો સમાવેશ થાય છે. ડાંગ ઉપરાંત ગુજરાતના સૌથી ઉંચા ધોધમાં ગિરમાળ ધોધ(Girmad waterfall)નો સમાવેશ થાય છે. આ ધોધ આશરે 300 ફૂટની ઊંચાઇથી પડે છે. ચોમાસાની ઋતુ દરમિયાન ગીરા નદીના પાણીની આવક સાથે ગિરમાળનો ધોધ સક્રિય બને છે. ગિરમાળનો ધોધ અંતરિયાળ વિસ્તારમાં હોવા છતાંય પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓ અહી અચૂકપણે મુલાકાત લઈ યાદગાર સંભારણુ બનાવે છે.

ગિરમાળ ધોધનો અદભુત નજારો

નદીના યુટર્ન આકારમાં ડહોળુ પાણી લીલીછમ વનકન્દ્રાઓની સુંદરતામાં વધારો કરે છે

ગિરમાળ ગીરા ધોધ જતા પહેલા ગીરા નદી પર આવેલું અન્ય આકર્ષક સ્થળ એવા વનદેવીનો નેકલેસની વાત કરીએ તો ચોમાસાની ઋતુ દરમિયાન નદીના યુટર્ન આકારમાં ડહોળુ પાણી લીલીછમ વનકન્દ્રાઓની સુંદરતામાં વધારો કરે છે. આ લિલી વનકન્દ્રાઓને ગીરા નદીના પાણીથી ભરેલો યુટર્ન આકાર આભૂષણ તરીકે નેકલેશની ગરજ સારતા આ સ્થળ વનદેવીના નેકલેસ તરીકે પ્રવાસીઓની નજરને ઠરીઠામ બનાવે છે.

300 ફૂટ ઊંચેથી ખાબકતા ગીર માળ ધોધનો અદભુત નજારો
300 ફૂટ ઊંચેથી ખાબકતા ગીર માળ ધોધનો અદભુત નજારો

આ પણ વાંચો-ડાંગ જિલ્લાનો વઘઇ ગીરા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો

કુદરતનું અદભુત સૌંદર્ય વન દેવીનું નેકલેસ

ચોમાસાની ઋતુમાં ગિરમાળ ધોધ(Girmad waterfall) અને વનદેવીના નેકલેસના સ્થળોએ કુદરતી સૌંદર્યના બેનમૂન નજારા અહીં ફરવા આવતા પ્રવાસીઓના આંખોને તાજગી બક્ષી રહ્યા છે.

Last Updated :Jul 23, 2022, 2:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.