રાજકીય પુત્ર પ્રેમ, પોતાના દીકરા માટે સાંસદે કરી ટિકિટની માંગ

author img

By

Published : Sep 5, 2022, 2:16 PM IST

રાજકીય પુત્ર પ્રેમ, પોતાના દીકરા માટે સાંસદે કરી ટિકિટની માંગ

છોટાઉદેપુર વિધાનસભાની બેઠક (Chhotaudepur assembly seat) પર કોંગ્રેસના સાંસદ નારણ રાઠવાએ પોતાના પુત્ર માટે ટિકિટની માંગણી કરી છે. તો બીજી તરફ છોટાઉદેપુર વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ખેંચતાણ ઉભી થઇ છે. MP Naran Rathwa demanded son ticket

છોટાઉદેપુર : વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે રાજકીય ગતિવિધિઓ સ્પીડ પકડી છે. વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ થોડા દિવસ પહેલા 64 ધારાસભ્યોને રીપિટ કરવાનું નિવેદન આપ્યું હતું. એ બાદ સિનિયર ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ પણ નિવેદન આપ્યું હતું કે, હું પોતે ચૂંટણી લડવા માંગતો નથી પણ મારા પુત્ર રાજેન્દ્ર રાઠવાને ટિકિટ આપવામાં આવે એવું નિવેદન આપ્યું હતું. જ્યારે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ પ્રેસ કોન્ફરન્સ યોજી પોતાના દીકરાને ટિકિટ આપવામાં આવે (Chhota Udepur assembly seat) એવું નિવેદન આપ્યું છે.

રાજકીય પુત્ર પ્રેમ, પોતાના દીકરા માટે સાંસદે કરી ટિકિટની માંગ

નિવૃત્તિ જાહેરને લઈને વાત કરી રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ છોટાઉદેપુરના નિવાસ્થાને પોતાના દીકરાને વિધાનસભાના ઉમેદવાર તરીકે ટિકિટ આપવાની માંગ કરી છે. તેઓએ જણાવ્યું હતુ કે, વિપક્ષનેતા સુખરામ રાઠવા નિવૃત્તિ લે અથવા તો લોકસભા લડે અને પોતાના જમાઈ રાજેન્દ્ર રાઠવાને જેતપુર પાવી વિધાનસભા બેઠક પર વિધાનસભાની ટિકિટ આપીને લડાવે તો હુ આજે જ નિવૃત્તિ જાહેર કરું છું. મારી આગામી 2023માં મારી ટર્મ પૂરી થાય છે. હું પણ આગામી લોકસભા અથવા રાજ્યસભાની ચૂંટણી નહિ લડુ, પણ રાહુલ ગાંધી પણ હવે યુવાઓને તક આપવાની વાત કરી છે, ત્યારે યુવાને તક આપવી જોઈએ.

ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ખેંચતાણ આ અગાઉ મોહનસિંહ રાઠવાએ બે વખત કમિટમેન્ટ આપ્યું હતું કે, વર્ષ 2017ની ચૂંટણીમાં મારા પુત્ર સંગ્રામ સિંહને ટિકિટ આપવામાં આવશે. જેને લઇને અમે બે વખત વિધાનસભામાંથી ખસી ગયા હતા. પરંતુ વર્ષ 2022ની આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી મારા પુત્ર સંગ્રામસિંહને ટિકિટ આપવામાં આવે. અમારું કાર્યાલય જિલ્લાના હેડક્વાટર છોટાઉદેપુર ખાતે આવેલું છે, જ્યારે ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું કાર્યાલય છોટાઉદેપુરથી 25 કિલોમીટર દૂર આવેલું છે. છોટાઉદેપુર વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ખેંચતાણ ઉભી થઇ છે. MP Naran Rathwa demanded son ticket, Gujarat Assembly Election 2022, Gujarat Election Congress

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.