વાપી GIDCમાં બીલખાડી પર બની રહેલ બ્રિજનું કામ વિલંબ બાદ હવે ટૂંક સમયમાં થશે પૂર્ણ

author img

By

Published : Nov 23, 2021, 3:53 PM IST

Updated : Nov 23, 2021, 4:15 PM IST

વાપી GIDCમાં બીલખાડી પર બની રહેલ બ્રિજનું કામ વિલંબ બાદ હવે ટૂંક સમયમાં થશે પૂર્ણ

વર્ષ 1968માં વાપી ઔદ્યોગિક વસાહતનો પાયો નંખાયો ત્યારથી રસ્તાઓ સહિતની પાયાગત સુવિધા માટે નોટિફાઇડ એરિયા ઓથોરિટી સતત કાર્યરત છે. હાલમાં પણ વાપી નોટિફાઇડ દ્વારા કરોડોના ખર્ચે જુના બ્રિજના(Vapi Old Bridge) સ્થાને નવા બ્રિજ, ડાયવર્ટ રૂટ સહિતની કામગીરી હાથ ધરી છે. જે અંતર્ગત બીલખાડી પર બની રહેલ અદ્યતન બ્રિજનું(Bilkhadi Bridge) નિર્માણ કામગીરીમાં વિલંબ બાદ હવે ટુંક સમયમાં બ્રિજનું કામ પૂર્ણ કરી ઉદ્યોગોના(Vapi Industries) વાહનો માટે ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ખુલ્લો મુકવામાં આવશે.

  • બીલખાડી પરનો બ્રિજ ટૂંક સમયમાં પૂર્ણતાને આરે
  • જુના બ્રિજના સ્થાને નવો ફોરલેન બ્રિજ મળશે
  • વરસાદી પાણી, કોરોના વાયરસ વચ્ચે કામનો વિલંબિત થયું હતું

વાપી : વાપી GIDCનો 1968માં પાંયો નાખ્યા બાદ આ વિસ્તાર પર સતત ઉદ્યોગો(Vapi Industries) માટે મહત્વનો ઔદ્યોગિક વિસ્તાર બન્યો છે. કુલ 1117 હેકટરમાં પથરાયેલ આ વિસ્તાર નોટિફાઇડ એરિયા ઓથોરિટી(Vapi Notified Area Authority) હસ્તક છે. નોટિફાઇડ દ્વારા અહીં અનેક પાયાગત સુવિધાઓ પુરી પાડવામાં આવી છે. હાલમાં પણ નોટિફાઇડ દ્વારા બીલખાડી પર જર્જરિત સિંગલ લેન બ્રિજને તોડી તેના સ્થાને નવો ફોરલેન બ્રિજ(Forlane Bridge gujrat) બનાવવાની કામગીરી ચાલી રહી છે. જો કે વર્ષ 2021ના જાન્યુઆરી માસમાં બ્રિજ નિર્માણની કામગીરી શરૂ થયા બાદ તેમાં સતત વિલંબ થતો રહ્યો છે. જેને લઈને આ વિસ્તારના ઉદ્યોગોમાં આવતા વાહનોની અવરજવર પર મોટી અસર થતી હતી. પરંતુ હવે આગામી ટુંક સમયમાં બ્રિજનું(Vapi Bridge workings)નિર્માણ કાર્ય પૂર્ણ કરી વાહનચાલકોને ફોરલેન બ્રિજની ભેટ મળવાની છે તેવું નોટિફાઇડના ચીફ ઓફિસર દેવેન્દ્ર સગરે જણાવ્યું હતું.

અડચણો આવતી હતી બ્રિજ નિર્માણમાં

ચીફ ઓફિસરના જણાવ્યું હતું કે, બીલખાડી બ્રિજ તોડ્યા બાદ નિર્માણ કાર્યમાં અનેક અડચણો ઉભી થઇ હતી. વરસાદી સિઝન દરમ્યાન પાણી ખાડી ભરાઈ જતું હતું. જે સુકાયા બાદ જ આગળની કામગીરી હાથ ધરવી પડતી જતી. જેને કારણે કામમાં વિલંબ થયો છે. જો કે હવે ટૂંક સમયમાં બ્રિજ પૂર્ણ કરી ખુલ્લો મુકાશે.

વાપી GIDCમાં બીલખાડી પર બની રહેલ બ્રિજનું કામ વિલંબ બાદ હવે ટૂંક સમયમાં થશે પૂર્ણ

ઉદ્યોગકારોને ઉત્તમ સુવિધા મળશે

નોટિફાઇડ એરિયા ઓથોરિટી દ્વારા વાપી GIDCમાં ઉદ્યોગોને સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર(infrastructure industry growth) મળે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો અપાવવા આ વિસ્તારમાં કેટલાક ડાયવર્ટ રૂટ તૈયાર કરવામાં આવ્યા છે. એ ઉપરાંત બીલખાડીને સુંદર બનાવવા સાથે તેના પરના અન્ય જુના પુલોને પણ તોડી નવા પુલ નિર્માણ કરવાનું આયોજન છે. હાલમાં આ કામગીરીને કારણે ટ્રાફિક સહિત સમયની બરબાદીની સમસ્યા ઉભી થઇ છે. પરંતુ ઉદ્યોગકારો અને વાહનચાલકો જો થોડી ધીરજ રાખશે તો તેમને ઉત્તમ સુવિધા મળશે.

3.42 કરોડના ખર્ચે બની રહ્યો છે અદ્યતન બ્રિજ

ઉલ્લેખનીય છે કે બીલખાડી પર બની રહેલ આ બ્રિજ ફોરલેન બ્રિજ છે. જે 3.42 કરોડના ખર્ચે નિર્માણ પામી રહ્યો છે. આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા(Vapi Industrial Area) માર્ગ આસપાસની ગાયત્રી પેપરમિલ, હુબર ગ્રુપ સંધ્યા ગ્રુપ, સરના કેમિકલ, હેરનબા કેમિકલ, વાઈટલ લેબોરેટરીઝ, યશો ઇન્ડસ્ટ્રીઝ જેવી કેમિકલ ઇન્ટરમીડિયેટ તેમજ અન્ય કલરની, પેકેજીંગની, એન્જીનિયરિંગ કંપનીઓમાં આવતા વાહનો માટે મુખ્ય માર્ગ છે. જેની વિલંબિત કામગીરી ઉદ્યોગકારો અને વહનચાલકો માટે અનેક સમસ્યા ઉભી કરનારી સાબિત થઈ હતી. જો કે હવે ટુંક સમયમાં આ સમસ્યામાંથી છુટકારો મળજે અને એક સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગોના વિકાસમાં(development of industries in india) પણ મદદરૂપ સાબિત થશે.

આ પણ વાંચોઃ કોરોનાના કારણે રાજ્યના થિયેટર્સને 3,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું, હજી પણ ઘણાં થિયેટર્સ બંધ હાલતમાં

આ પણ વાંચોઃ અગ્રણી બેન્ક્સ સાથેની રિવ્યૂ બેઠકમાં CM ભુપેન્દ્ર પટેલે કહ્યું- રાજ્ય સરકાર MSMEને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ

Last Updated :Nov 23, 2021, 4:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.