વાપીમાં હસ્તકલાના મેળામાં વેપારીઓ ભૂલ્યા કોરોના, 10 દિવસના મેળામાં કોરોનાને આમંત્રણ

author img

By

Published : Jul 10, 2021, 12:17 PM IST

વાપીમાં હસ્તકલાના મેળામાં વેપારીઓ ભૂલ્યા કોરોના

વાપીમાંં 9થી 18 જુલાઈ સુધી ગુંજન વિસ્તારમાં આવેલા રામલીલા મેદાનમાં “હસ્તકલા પ્રદર્શન-સહ વેચાણ હાટ” નું આયોજન કરવામાં આવ્યું છે. જો કે, કોરોના(Corona) કાળમાં આયોજિત આ મેળો વાપીના લોકો માટે કોરોનાને નોતરું આપવા સમાન છે. મેળામાં કોરોનાની ગાઈડલાઈન(Corona guideline)ના પાલન માટે સૂચના બોર્ડ લગાવ્યા છે. જ્યારે આ સૂચનાઓનું ખુદ 100 જેટલા સ્ટોલ ધારકો જ ભંગ કરતા જોવા મળ્યા હતાં.

  • વાપીમાં હસ્તકલા પ્રદર્શન યોજાયું
  • કોરોના કાળમાં મેળાનું આયોજન
  • કોરોના ગાઈડલાઈનના તમામ નિયમો નેવે મુક્યા
  • વેપારીઓ માસ્ક વગર તો મુલાકાતીઓ માસ્ક સાથે

દમણઃ વાપીમાં Indext C (Industrial Extension Cottage) રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક કામ કરતી સંસ્થા દ્વારા ગુજરાત રાજયના હસ્તકલા અને હાથશાળની કલા ક્ષેત્રે કામ કરતાં કારીગરોને સીધુ જ માર્કેટીંગ પ્લેટફોર્મ પુરૂ પાડવા હસ્તકલા મેળા(Handicraft Fair)નું આયોજન કરવામાં આવ્યું છે.

વાપીમાં હસ્તકળા મેળામાં વેપારીઓ ભૂલ્યા કોરોના
વાપીમાં હસ્તકળા મેળામાં વેપારીઓ ભૂલ્યા કોરોના

આ પણ વાંચોઃ સાબરકાંઠાના ઇડરમાં માથાસુર ગામમાં લગ્ન પ્રસંગે કોરોના ગાઇડલાઇનના ધજાગરા

શુક્રવારથી આ મેળાનું વિધિવત થયું છે ઉદ્ઘાટન

મેળાના મુખ્ય પ્રવેશ દ્વાર પર મોટા-મોટા બેનર લગાડવામાં આવ્યાં છે. જેમાં લખેલા કોરોના ગાઇડલાઈન(Corona guideline)ના નિયમોનો મેળાના 100 જેટલા સ્ટોલ ધારકો જ ભંગ કરતા નજરે પડ્યા હતાં. ત્યારે વાપીવાસીઓ ચેતશે નહિ, તો આ મેળો વાપી(Vapi)માં ફરી કોરોનાને પગપેસારો કરાવશે. શુક્રવારથી આ મેળાનું વિધિવત ઉદ્ઘાટન થયું છે. પ્રવેશ દ્વાર પર મોટા-મોટા બેનર લગાડ્યા છે. જેમાં કોવિડ -19ને હરાવવા મુલાકાતીઓ તેમજ કારીગરો માટે અગત્યના સૂચનો લખ્યા છે.

વાપીમાં હસ્તકળા મેળામાં વેપારીઓ ભૂલ્યા કોરોના
વાપીમાં હસ્તકળા મેળામાં વેપારીઓ ભૂલ્યા કોરોના

આ નિયમોના માર્યા પાટિયા

  • આરોગ્યસેતુ એપનો ઉપયોગ કરીએ
  • પરિસરમાં પ્રવેશ માટે થર્મલ સ્કેન કરાવવું
  • પરિસરમાં પ્રવેશ પહેલા સેનિટાઈઝરથી હાથ સ્વચ્છ કરવા
  • પરિસરમાં પાન-મસાલા ખાવાની સખ્ત મનાઈ છે
  • પરિસરમાં થુંકવાની સખ્ત મનાઈ છે
  • સોશિયલ ડિસ્ટન્સીન્ગનું પાલન કરીએ
  • પરિસરમાં ફેસમાસ્ક પહેરવું ફરજીયાત છે
  • હાથ મિલાવવાનું ટાળીએ
  • ડિજીટલ પેમેન્ટનો આગ્રહ રાખીએ
  • 10 વર્ષથી નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, વડીલોએ પ્રવેશ ટાળવો
  • સરકારના અનલોકના તમામ નિયમો પાળીએ

તમામ નિયમોને નેવે મુક્યા

જો કે, આ તમામ નિયમો પણ માત્ર લખવા ખાતર જ લખ્યા હતાં. 100 જેટલા સ્ટોલ ધારકો કે આવનાર મુલાકાતીઓમાં કદાચ મોટાભાગના લોકો આ નિયમનો અમલ કરતા હશે કે કેમ તે શંકા છે. પરિસરમાં થર્મલ ગનની સુવિધા જ નથી. માત્ર એક જ સ્થળે 2 સેનિટાઈઝર રખાયા છે. જ્યાં સિક્યુરિટી ખુદ માસ્ક વગર એકબીજાની નજીક ખુરશીઓ ખેંચી બેઠેલા હતા, જ્યારે મુલાકાતીઓ બિન્દાસ્ત આવજા કરતા હતાં. સ્ટોલ ધારકો માસ્ક વગર જ દરેક ચીજો વેચતા હતાં. કોઈક સ્ટોલમાં બે કે ત્રણ વેપારીઓ હતા પણ તમામ માસ્ક વગરના હતાં.

વાપીમાં હસ્તકળા મેળામાં વેપારીઓ ભૂલ્યા કોરોના
વાપીમાં હસ્તકળા મેળામાં વેપારીઓ ભૂલ્યા કોરોના

કારીગરો જ માવા-ગુટખા ખાતા મળ્યા જોવા

હસ્તકલા મેળા(Handicraft Fair)માં પોતાની ચીજવસ્તુઓ વેચવા આવેલા કેટલાક સૌરાષ્ટ્રના અને મધ્ય ગુજરાતના કારીગરો હતા. જે હાથમાં માવો ચોળતા હતા, કોઈકના ગલોફામાં માવો અને ગુટખા ભરાવ્યાં હતાં. એ જ રીતે તેઓ ચીજવસ્તુઓનું વેચાણ કરતા હતા. મુલાકાતીઓ ચીજવસ્તુઓ જોતા હતા અને ખરીદતા હતા. સ્ટોલ ધારકોએ માસ્ક પહેર્યા નહોતા, હાથ મોજા પહેર્યા નહોતા, દરેક ચીજવસ્તુઓ પોતાના હાથથી જ મુલાકાતીઓને બતાવતા હતા અને કોરોના ગાઇડલાઈન(Corona guideline)ના તમામ નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતાં.

વાપીમાં હસ્તકળા મેળામાં વેપારીઓ ભૂલ્યા કોરોના
વાપીમાં હસ્તકળા મેળામાં વેપારીઓ ભૂલ્યા કોરોના

ઘરે રહો સુરક્ષિત રહો

ઉલ્લેખનીય છે કે, Indext C (Industrial Extension Cottage) રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક કામ કરતી સંસ્થા છે. (Indext C) Industrial Extension Cottage દ્વારા ગુજરાત રાજયના હસ્તકલા અને હાથશાળની કલા ક્ષેત્રે કામ કરતાં કારીગરોને સીધુ જ માર્કેટીંગ પ્લેટફોર્મ પુરૂ પાડવા રાજયના વાપી જેવા વિવિધ નગરોમાં હાથશાળ - હસ્તકલાના મેળા(Handicraft Fair)ઓ યોજે છે.

વાપીમાં હસ્તકળા મેળામાં વેપારીઓ ભૂલ્યા કોરોના
વાપીમાં હસ્તકળા મેળામાં વેપારીઓ ભૂલ્યા કોરોના

આ પણ વાંચોઃ રાજકોટમાં યોજાયેલા હસ્ત કલા પર્વના યુવા ઉદ્યમીઓને પ્રોત્સાહન પૂરૂં પાડતી રાજય સરકાર

મેળામાં જો આવી રીતે જ નિયમોના ધજાગરા ઉડશે, તો કોરોના વિસ્ફોટ ચોક્કસ થશે

વાપીમાંં 10 દિવસ માટે GIDC એસ્ટેટમાં ગુંજન વિસ્તારમાં અંબા માતા મંદિર નજીક આવેલા રામલીલા મેદાનમાં “હસ્તકલા પ્રદર્શન-સહ વેચાણ હાટ” નું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના મહામારી દરમિયાન યોજાયેલા આ મેળામાં જો આવી રીતે જ નિયમોના ધજાગરા ઉડશે, તો મેળા બાદ વાપીમાં કોરોના વિસ્ફોટ થવો ચોક્કસ છે. એટલે ઘરે રહો સુરક્ષિત રહો અને મેળામાં જવાનું ટાળો. એ જ કોરોના સામે રક્ષણ મેળવવાનો એકમાત્ર અકસીર ઈલાજ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.