સંઘપ્રદેશ દમણના કોસ્ટલ રોડ પર આવેલા સી ફ્રન્ટ પર સર્જાયો વિચિત્ર અકસ્માત

author img

By

Published : Feb 6, 2020, 1:19 AM IST

સંઘપ્રદેશ દમણ, સી ફ્રન્ટ, અકસ્માત

સંઘપ્રદેશ દમણના કોસ્ટલ રોડ પર એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરપાટ ઝડપે દોડતી કાર રસ્તો કૂદીને સીધી સી ફ્રન્ટના ફૂટપાથ પર ચડી ગઈ હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા કાર ચાલકને સારવાર અર્થે મરવડની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

દમણ: સંઘપ્રદેશ દમણમાં જામપોર બીચથી મોટી દમણ તરફ જતા કોસ્ટલ રોડ પર એક વેગનઆરના ડ્રાઈવરે કાબુ ગુમાવતા કાર સીધી જ સી ફ્રન્ટના ફૂટપાથ પર ચડી ગઈ હતી. જેમાં વચ્ચે આવેલી સ્ટ્રીટ લાઇટોનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો. આ વિચિત્ર અકસ્માતમાં સ્ટ્રીટ લાઈટો અને સી ફ્રન્ટની દીવાલ સાથે ટકરાયેલી કારનો આગળનો ભાગ ચગદાઈ ગયો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલા ડ્રાઈવરને સારવાર અર્થે મરવડની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સહેલાણીઓથી હંમેશા ધમધમતા આ સી ફ્રન્ટ પર સદનસીબે કોઈ સહેલાણી કે વ્યક્તિ હાજર ન હતા. જેથી મોટી દુર્ઘટના બનતા ટળી હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.

સંઘપ્રદેશ દમણના કોસ્ટલ રોડ પર આવેલા સી ફ્રન્ટ પર સર્જાયો વિચિત્ર અકસ્માત
Intro:Location :- મોટી દમણ


દમણ :- સંઘપ્રદેશ મોટી દમણ દરિયા કિનારેથી પસાર થતા કોસ્ટલ રોડ પર બુધવારે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં પુરપાટ ઝડપે દોડતી કાર માર્ગ કૂદીને સીધી દરિયાના કાંઠે બનાવવામાં આવેલા સી ફ્રન્ટના ફૂટપાથ પર ચડી ગઈ હતી. અકસ્માતમાં કારના આગળના વ્હીલ છુટ્ટા પડી ગયા હતાં અને સ્ટ્રીટ લાઈટનો કચ્ચરઘાણ વળી ગયો હતો.Body:સંઘપ્રદેશ દમણમાં જામપોર બીચથી મોટી દમણ તરફ જતા કોસ્ટલ રોડ પર એક વેગન આર કાર નંબર DD-03-F-2830નો ચાલક પોતાની કારને પુરપાટ ઝડપે હંકારી રહ્યો હતો. જે દરમ્યાન ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી જ માર્ગની બાજુમાં આવેલા સી ફ્રન્ટના ફૂટપાથ પર ચડી ગઈ હતી. જેમાં વચ્ચે આવેલી સ્ટ્રીટ લાઇટોનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો. અને ખાસ્સું એવું નુકસાન થયું હતું. 


આ વિચિત્ર અકસ્માતમાં સ્ટ્રીટ લાઈટો અને સી ફ્રન્ટની દીવાલ સાથે ટકરાયેલી કારનો પણ આગળનો ભાગ ચગદાઈ ગયો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલા કાર ચાલકને સારવાર અર્થે મરવડની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે સહેલાણીઓથી હંમેશા ધમધમતા આ સી ફ્રન્ટ પર સદનસીબે અકસ્માત સમયે કોઈ સહેલાણી કે વ્યક્તિ હાજર ન હોય મોટી દુર્ઘટના બનતા ટળી હતી.


Conclusion:બનાવની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને કારને સાઈડ પર કરીને આગળની તપાસ હાથ ધરી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.