Leopard attacks on women: દેવગઢ બારિયામાં બે મહિલાઓ પર દીપડાએ કર્યો હુમલો

author img

By

Published : Apr 11, 2022, 9:39 PM IST

Leopard attacks on women: દેવગઢ બારિયામાં બે મહિલાઓ પર દીપડાએ કર્યો  હુમલો

જિલ્લાના દેવગઢ બારિયામાં વારંવાર વિવિધ દીપડાના હુમલાઓથી(leopard attacks woman in india) લોકો ઘાયલ થયા છે. ત્યારે નગરમાં નાયક વાડા વિસ્તારમાં બકરા ચરાવતી બે મહિલાઓ પર દીપડાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં(leopard attack devgadh baria) બંન્ને મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

દાહોદ: દેવગઢ બારિયા નગરમાં નાયક વાડા વિસ્તારમાં બકરા ચરાવતી બે મહિલાઓ દીપડાએ હુમલો(leopard attack in gujarat) કર્યો હતો. ખેતરમાં બકરા ચરાવતી બે આધેડ મહિલા ઉપર દીપડાએ એકાએક હુમલો(leopard attack latest news) કરી દેતા બંન્ને મહિલાઓને ગંભીર ઇજા થઈ હતી. 60 વર્ષિય આધેડ મહિલાએ દીપડાનો સામનો કરતા દીપડો જંગલ તરફ ભાગી છૂટ્યો(leopard ran into jungle) હતો. બંન્ને મહિલાઓ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ બનાવની જાણ વાયુવેગે પ્રસરતા વન કર્મીઓ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.

દેવગઢબારિયા નગરમાં નાયક વાડા વિસ્તારમાં બકરા ચરાવતી બે મહિલાઓ દીપડાએ હુમલો કર્યો હતો. આ બંને આઘેડ મહિલાઓને ગંભીર ઇજાઓ થતાં બંનેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા.
દેવગઢબારિયા નગરમાં નાયક વાડા વિસ્તારમાં બકરા ચરાવતી બે મહિલાઓ દીપડાએ હુમલો કર્યો હતો. આ બંને આઘેડ મહિલાઓને ગંભીર ઇજાઓ થતાં બંનેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા.

આ પણ વાંચો: નાસિકમાં રાત્રે સુતેલા કુતરાને ઉઠાવીને લઈ ગયો દીપડો

ઝમકુબેને દીપડાનો સામનો કરી બૂમાબૂમ કરી દીધી - દેવગઢ બારિયા નગરના નાયક વાડા વિસ્તારમાં રહેતી લીલાબેન પ્રભાતભાઈ નાયક 53 વર્ષ, ઝમકુ બેન ચંદુભાઈ નાયક 60 વર્ષ આ બંન્ને મહિલાઓ દેવગઢના ડુંગરની નજીકમાં આવેલ ખેતરમાં સવારના દસ વાગ્યે બકરા ચરાવતી હતી. તે વખતે જંગલ તરફથી અચાનક આવેલા દીપડાએ(જંગલી દીપડો) લીલાબેન પર હુમલો કરતાં લીલાબેનના મોઢા પર(દીપડાનો આતંક) ગંભીર ઇજાઓ થઈ હતી. આ દરમિયાન લીલાબેન જમીન પર ઢસડાઈ પડી હતી. ત્યારે દીપડાના અચાનક હુમલાને લઇ અન્ય આધેડ મહિલા જમકુબેન આ બનાવને જોઈ ડરી ગઈ હતી. દીપડો લીલાબેનને ફાડી ખાશે તે દહેશતથી ઝમકુબેને દીપડાનો સામનો કરતા પત્થર મારી બૂમાબૂમ કરી દીધી હતી.

આ પણ વાંચો: panther was caught: અંકલેશ્વરના બાકરોલ ગામમાં દીપડો ઝડપાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

ઝમકુબેને દીપડાનો સામનો કરતા દીપડા જંગલમાં નાસી ગયો - જ્યારે દીપડાએ લીલાબેનને છોડી ઝમકુબેન પર હુમલો કર્યો હતો ત્યારે ઝમકુબેને દીપડાનો સામનો કરતા આખરે દીપડો જંગલ તરફ ભાગી ગયો હતો. ત્યારે ઝમકુબેને બુમા બુમ કરતા આસપાસના લોકો(દેવગઢ બારિયા ગામ) દોડી આવ્યા હતા. લીલાબેનના મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતાં લોહીલુહાણ હાલતમાં અને ઝમકુબેનના મોઢા તેમજ છાતીના ભાગે ઇજાઓ થતા બન્ને મહિલાઓને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયાં હતા. લીલાબેનને ગંભીર ઇજાના કારણે વધુ સારવાર અર્થે વડોદરા સરકારી હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. જ્યારે નગરમાં વન્ય પ્રાણી દીપડાએ હુમલો કર્યો હોવાની જાણ નગરજનોને થતા નગરમાં ફફડાટ(આદમખોર દીપડાનો આતંક યથાવત ) ફેલાઇ જવા પામ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.