રાજસ્થાન અને મધ્યપ્રદેશ પોલીસ સાથે દાહોદમાં ઇન્ટર સ્ટેટ બોર્ડર પોલીસની બેઠક યોજાઈ

author img

By

Published : Feb 5, 2021, 4:02 PM IST

Inter State Border Police held a meeting

ભાગેડુ ગુનેગારોને ઝડપી પાડવા રાજસ્થાન અને મધ્યપ્રદેશ પોલીસ સાથે દાહોદમાં ઇન્ટર સ્ટેટ બોર્ડર પોલીસની બેઠક યોજાઈ હતી. જેમાં ભાગેડુ ગુનેગારોને પકડી પાડવા ઉપરાંત ચૂંટણી સમયે નશાબંધીના કાયદાનો વધુ ચુસ્તપણે અમલ કરાવવા, પરસ્પર સંકલન રાખવા સહમતિ સાધવામાં આવી.

  • ગોધરા રેંજના નાયબ પોલીસ મહાનિરીક્ષકે ચૂંટણીને ધ્યાને રાખી ઇન્ટર સ્ટેટ બોર્ડર પોલીસની બેઠક યોજી
  • સંકલનને વધુ મજબૂત બનાવવા માટે આ બેઠક યોજી
  • ભાગેડુ ગુનેગારોની યાદીની આપ-લે કરવામાં આવી
    ભાગેડું ગુનેગારોને ઝડપી પાડવા રાજસ્થાન અને મધ્યપ્રદેશ પોલીસ સાથે દાહોદમાં ઇન્ટર સ્ટેટ બોર્ડર પોલીસની બેઠક
    ભાગેડું ગુનેગારોને ઝડપી પાડવા રાજસ્થાન અને મધ્યપ્રદેશ પોલીસ સાથે દાહોદમાં ઇન્ટર સ્ટેટ બોર્ડર પોલીસની બેઠક

દાહોદઃ સ્થાનિક સ્વરાજ સંસ્થાની આગામી ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાય તે માટે એક વિશેષ પહેલના ભાગરૂપે આજે ગોધરા રેંજના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ. ભરાડા દ્વારા મધ્યપ્રદેશ પોલીસના અધિકારીઓ સાથે ઇન્ટર સ્ટેટ બોર્ડર પોલીસના નેજા હેઠળ બેઠક યોજવામાં આવી હતી. જેમાં ભાગેડું ગુનેગારોને પકડી પાડવા ઉપરાંત ચૂંટણી સમયે નશાબંધીનો વધુ ચુસ્તપણે અમલ કરાવવા, પરસ્પર સંકલન રાખવા સહમતી સાધવામાં આવી હતી.

મધ્યપ્રદેશ અને રાજસ્થાનના પોલીસ અધિકારીઓ સાથે ઇન્ટર સ્ટેટ બોર્ડર પોલીસ બેઠક યોજાઈ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની આગામી ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાય તે માટે રેંજના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ.ભરાડાએ જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના જાબુઆ, અલીરાજપુર, ધાર અને બાંસવાડાના પોલીસ અધિકારીઓ સાથે ઇન્ટર સ્ટેટ બોર્ડર પોલીસ બેઠક યોજવામાં આવી હતી. જેમાં બન્ને જિલ્લાના ભાગેડું ગુનેગારોની યાદીની આપ-લે કરવામાં આવી છે.

સંકલનને વધુ મજબૂત બનાવવા માટે આ બેઠક યોજી

ગુજરાત પોલીસ દ્વારા બન્ને રાજ્યોની પોલીસને જે-તે રાજ્યના ગુનેગારોને પકડવામાં તમામ પ્રકારની મદદ કરવામાં આવે છે તે જ પ્રકારે ગુજરાત પોલીસને પણ બન્ને રાજ્યો તરફથી મદદ મળતી રહે છે. ચૂંટણીને ધ્યાને રાખીને સંકલનને વધુ મજબૂત બનાવવા માટે આ બેઠક યોજવામાં આવી હતી જેમાં બન્ને રાજ્યોની સરહદે પોલીસ તપાસ નાકાને વધુ સઘન બનાવવા પણ ચર્ચા કરવામાં આવી હતી.

વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલે પણ કેટલાક મહત્વના સૂચનો કર્યા

ઇન્ટર સ્ટેટ બોર્ડર પોલીસ બેઠકમાં ટેક્નોલોજીની મદદથી ગુનેગારોની ઓળખ અને તેનું પગેરૂ શોધવાનું નિયત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્થાનિક કક્ષાએથી બન્ને રાજ્યોની પોલીસ વચ્ચે સંકલન વધુ સારી રીતે થાય એ બાબત પણ સુનિશ્ચિત કરવામાં આવી હતી. આ બેઠકમાં વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલે પણ કેટલાક મહત્વના સૂચનો કર્યા હતા.

બેઠકમાં પોલીસ અધિક્ષક કક્ષાના અને નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

બેઠકમાં દાહોદના ડીએસપી હિતેશ જોયસર, છોટાઉદેપુરના ડીએસપી ધર્મેન્દ્ર શર્મા, જાબુઆના એડિશનલ એસપી આનંદસિંહ વાસ્કલે, નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીઓ દિલીપસિંહ બિલાવલ, એ. બી. સિંહ, દાહોદના ભાવેશ જાદવ, ડો. કાનન દેસાઇ તથા બેંકર ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.