ભાજપ માટે ચપ્પલ ઘસીને કામ કરનારા બચુભાઈ ખાબડ ફરી બન્યા રાજ્યપ્રધાન, સરપંચ બનતાં જ રાજનીતિમાં થયો હતો પ્રવેશ

author img

By

Published : Dec 13, 2022, 8:36 AM IST

ભાજપ માટે ચપ્પલ ઘસીને કામ કરનારા બચુભાઈ ખાબડ ફરી બન્યા રાજ્યપ્રધાન, સરપંચ બનતાં જ રાજનીતિમાં થયો હતો પ્રવેશ

દાહોદની દેવગઢબારિયા બેઠક (Devgadhbariya Assembly constituency) પરથી વિજય મેળવનારા ભાજપના ધારાસભ્ય બચુભાઈ ખાબડને રાજ્યકક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યા છે. આ સાથે જ તેઓ ત્રીજી વખત પ્રધાન (Bachubhai Khabad become State Minister in Gujarat ) બન્યા છે. તો આ વખતે તેમને કયા વિભાગ સોંપવામાં આવ્યા છે. તેમ જ ભૂતકાળમાં તેમની કેવી કામગીરી રહી હતી. તે અંગેની વિગત જોઈએ આ અહેવાલ.

દાહોદ જિલ્લાની દેવગઢ બારીયા વિધાનસભા બેઠકના (Devgadhbariya Assembly constituency) ભાજપના ઉમેદવાર બચુભાઈ ખાબડ વર્ષ 2022ની ચૂંટણી દરમિયાન 44,201 મતની લીડ સાથે આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) ઉમેદવાર સામે વિજય બન્યા છે. સતત 4 ટર્મથી લીડ સાથે દેવગઢબારિયા બેઠક પર ભગવો લહેરાવીને વર્ષ 2022માં પણ વિજય બનનાર અને કોળી સમાજમાં સમાજસેવા સાથે દબદબો જાળવી રાખનાર ધારાસભ્ય બચુભાઈ ખાબડને પંચાયત (Bachubhai Khabad become State Minister in Gujarat) અને કૃષિ વિભાગને ફાળવણી કરવામાં આવી છે. તેમણે રાજ્યપ્રધાન તરીકે સોમવારે ગાંધીનગરમાં શપથ ગ્રહણ કર્યા હતા.

ખેડૂત પરિવારમાં જન્મેલા બચુભાઈ ખાબડના સંઘર્ષ અને સાહસે લોકચાહના વધારી દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપેરો ગામમાં 1 એપ્રિલ 1955ના રોજ ખેડૂત પરિવારમાં બચુભાઈ ખાબડનો (BJP MLA Bachubhai Khabad) જન્મ થયો હતો. ખેડૂત પરિવારમાં જન્મેલા બચુભાઈ મગનભાઈ ખાબડે પિતાની સીમિત આર્થિક આવક સાથે પોતે ઘરની જવાબદારી ઉઠાવી હતી. ઓલ્ડ એસએસસી પાસ બચુભાઈ ખાબડ સંઘર્ષમય જીવન સાથે સતત સમાજ સેવાના કારણે લોકચાહના મેળવી હતી. ગામમાં સારી ચાહના કારણે સરપંચમાં ઝંપલાવ્યું હતું. ત્યારબાદ પંથકમાં તેમની લોકશાહીના ધીરે ધીરે વધવા માંડી હતી.

સરપંચ બનવા સાથે રાજકારણમાં પ્રવેશ કરી ધારાસભ્ય બન્યા બચુભાઈ ખાબડ (BJP MLA Bachubhai Khabad) પીપેરો ગામના સરપંચ બનવા સાથે રાજકારણમાં પગ પેસારો કર્યો હતો. શરૂઆતમાં કૉંગ્રેસનો ગઢ ગણાતા દેવગઢ બારીયા વિધાનસભા મતવિસ્તારમાં (Devgadhbariya Assembly constituency) રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે લીમખેડા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે અને ધાનપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે કામગીરી કરી છે. તેમ જ 3 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીના દાહોદ જિલ્લા ઉપપ્રમુખ અને 6 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીના દાહોદ જિલ્લા પ્રમુખ તરીકે સંગઠનમાં જવાબદારી નિભાવી હતી.

જિલ્લામાં ભાજપને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી આ ઉપરાંત જિલ્લા પ્રમુખ (BJP MLA Bachubhai Khabad) તરીકેની કામગીરી દરમિયાન તેમણે દાહોદ જિલ્લાની વિધાનસભાની બેઠકો જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વર્ષ 2002 દરમિયાન પ્રથમ વખત દેવગઢ બારીયા બેઠક પર (Devgadhbariya Assembly constituency) ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર વિજેતા બન્યા હતા અને સતત સંગઠનમાં કામગીરી કરી પંથકમાં અને કોળી સમાજમાં તેમણે પોતાનો આગો પ્રભુત્વ જમાવી રાખ્યું હતું.

ધારાસભ્ય બનવા સાથે સતત વિજયની લીડ જાળવી રાખતા પ્રધાન બન્યા દેવગઢ બારીયા વિધાનસભા મતવિસ્તારમાં (Devgadhbariya Assembly constituency) આશરે 80 ટકા બક્ષીપંચ કોળી સમાજના લોકો વસવાટ કરી રહ્યા છે. દાહોદ જિલ્લામાં વસવાટ કરતા કોળી સમુદાયના લોકોમાં લોકચાહના પામનાર બચુભાઈ મગનભાઈ ખાબડ (BJP MLA Bachubhai Khabad) વર્ષ 2002 વર્ષ 2012, વર્ષ 2017 અને વર્ષ 2022માં સળંગ 4 વખત અવિરત ચૂંટાઈ આવ્યા છે. વર્ષ 2012માં 83,753 મતોથી ગુજરાતમાં બીજા નંબરની લીડ પ્રાપ્ત કરી હતી અને તેમને આનંદીબેન પટેલની સરકારમાં રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ પ્રધાન બનાવવામાં આવ્યા હતા.

વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election 2022) કૉંગ્રેસના હરિત ઉમેદવારને 45,694 મતોની લીડથી પરાજય આપ્યો હતો, જેના કારણે તેમને વિજયભાઈ રૂપાણીની સરકારમાં ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ પશુપાલન અને ગૌસંવર્ધન પ્રધાન બનાવ્યા હતા. અને વર્ષ 2022ની ચૂંટણીમાં (Gujarat Election 2022) 44,200 એક મતની લીડ સાથે વિજેતા થતા તેમને વર્તમાન સરકારમાં પણ રાજ્યકક્ષાના પ્રધાનનો તાજ મળ્યો છે અને હાલ સરકારમાં તેમને પંચાયત અને કૃષિ વિભાગનું ખાતું મળ્યું છે.

સતત ત્રિજી વખત મંત્રી બનતા કોળી સમાજમાં ખુશીનો માહોલ દાહોદ પંચમહાલ અને મહીસાગરમાં વસવાટ કરતા બક્ષીપંચ, કોળી સમાજમાં લોકશાહના સાથે આગવું પ્રભુત્વ ઊભો કરનારા બચુભાઈ ખાબડને (BJP MLA Bachubhai Khabad) ત્રીજી વખત ભાજપ સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યા છે. બચુભાઈ ખાબડને સતત ત્રીજી વખત વડાપ્રધાન મળવાના કારણે દેવગઢ બારીયા અને દાહોદ જિલ્લા પંથક સિવાય પંચમહાલ અને મહીસાગર જિલ્લા આ કોળી સમુદાયમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.