World Tribal Day 2022: ઝાલોદ મુખ્યપ્રધાને આદિવાસીઓને વિકાસ કામોની આપી ભેટ

author img

By

Published : Aug 9, 2022, 9:04 PM IST

World Tribal Day 2022: ઝાલોદ મુખ્યપ્રધાને આદિવાસીઓને વિકાસ કામોની આપી ભેટ

દાહોદમાં રાજ્ય કક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી(World Tribal Day 2022) કરવામાં આવી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યપ્રધાન દ્વારા 1000 કરોડથી વધુ રકમના વિકાસ કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

દાહોદ: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વિશ્વ (CM Bhupendra Patel )આદિવાસી દિવસ નિમિત્તે ઝાલોદના કંબોઈ ધામ મુકામે ગુરુ ગોવિંદ મહારાજની સમાધીએ દર્શન કર્યા બાદ ઝાલોદ મુકામે વિશ્વ આદિવાસી દિવસના (World Tribal Day 2022)સંમેલનમાં ભાગ લીધો હતો. તેમજ 1000 કરોડથી વધુ રકમના કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સંમેલનમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને જનમેદની ઉપસ્થિત રહી હતી.


આ પણ વાંચોઃ દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે બિરસા મુંડા ભવનનું ખાતમુહૂર્ત તેમજ વૃક્ષારોપણ કરાયું

27 સ્થળોએ એક સાથે રાજ્ય સરકારના કાર્યક્રમો - વિશ્વ આદિવાસી દિવસની (World Tribal Day) રાજ્ય કક્ષાની ઉજવણી દાહોદ જિલ્લાના ઝાલોદ મુકામે સરકાર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સવારના 10:30 કલાકે આદિવાસીઓના (Tribal society)મસિહા ગુરુ ગોવિંદ મહારાજની કંબોઈ ધામ મુકામે આવીને સમાધિએ દર્શન કર્યા બાદ ઝાલોદમાં વિશ્વ આદિવાસી દિવસના સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ઝાલોદ સહિત ગુજરાતના 27 સ્થળોએ એક સાથે રાજ્ય સરકારના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં દાહોદ જિલ્લાના ઝાલોદમાં રાજ્યકક્ષાના કાર્યક્રમ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

આ પણ વાંચોઃ World Tribal Day 2022: આદિવાસીઓના અપ્રતિમ બલિદાનને દેશ ક્યારેય ભૂલશે નહીં

વિકાસ કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત - આ કાર્યક્રમ દરમિયાન મુખ્યપ્રધાન દ્વારા 1000 કરોડથી વધુ રકમના વિકાસ કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ 7500 આવાસો માટે રૂપિયા 90 કરોડના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વન અધિકાર અધિનિયમ અંતર્ગત અધિકાર પત્રનો વિતરણ તેમજ સિકલ સેલના 6,000 જેટલા દર્દીઓને રૂપિયા 3.6 કરોડની સહાય વિતરણ કરવામાં આવી હતી. 12,00,000 વિદ્યાર્થીઓને ગણવેશ તથા શિશુવૃત્તિના રૂપિયા 160 કરોડની સહાય આપવામાં આવી હતી. 2500 લોકોને દુધાળા પશુઓના લાભ અને 2000 ખેડૂતોને ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓના લાભ આપવામાં આવ્યા હતા. વિશ્વ આદિવાસી દિવસના સંમેલનમાં આદિજાતિ વિકાસ પ્રધાન નરેશ પટેલ સાંસદ જશવંતસિંહ ભાભોર ધારાસભ્ય અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.