તૌકતે ચક્રવાતને ધ્યાનમાં રાખીને દાહોદ ST વિભાગ દ્વારા બસો બંધ કરાઈ

author img

By

Published : May 18, 2021, 2:11 AM IST

તૌકતે ચક્રવાતને ધ્યાનમાં રાખીને દાહોદ ST વિભાગ દ્વારા બસો બંધ કરાઈ

તૌકતે વાવાઝોડાના પગલે દાહોદ જિલ્લાનું મુખ્ય મથક એવા દાહોદ શહેરના મુખ્ય બસ સ્ટેશન ખાતે બસ ડેપો દ્વારા ST બસોના તમામ રૂટો બંધ કરી દીધી છે. અંદાજે ૫૫થી 60 જેટલા જુદા જુદા બસના રૂટો બંધ કરી બસ સ્ટેશન ખાલી કરાવવામાં પણ આવી રહ્યું છે.

  • તૌકતે ચક્રવાતને ધ્યાનમાં રાખીને દાહોદ ST વિભાગ દ્વારા બસો બંધ કરાઈ
  • દાહોદ ST ડેપોની અંદાજિત ૬૦ જેટલી બસ બંધ કરાઈ
  • દાહોદ ST બસ સ્ટેન્ડ ખાલી કરાવાયું

દાહોદ: તૌકતે વાવાઝોડાના પગલે દાહોદ જિલ્લાનું મુખ્ય મથક એવા દાહોદ શહેરના મુખ્ય બસ સ્ટેશન ખાતે બસ ડેપો દ્વારા ST બસોના તમામ રૂટો બંધ કરી દીધી છે. અંદાજે ૫૫થી 60 જેટલા જુદા જુદા બસના રૂટો બંધ કરી બસ સ્ટેશન ખાલી કરાવવામાં પણ આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ નવસારીમાં તૌકતે વાવાઝોડાને પગલે પ્રભારી પ્રધાન ઈશ્વર પરમારે બેઠક કરી સ્થિતિનું નિરીક્ષણ કર્યું

તૌકતે ચક્રવાતના પગલે ST વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત સહિત તમામ ST બસોના રૂટ રદ કરાયા

તૌકતે વાવાઝોડાના પગલે ગુજરાત રાજ્યમાં એલર્ટ જાહેર કરવાની સાથે NDRFની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. તૌકતે ચક્રવાત ગુજરાત હવામાન વિભાગ જાણકારી આપી છે, તો બીજી બાજુ દાહોદ જિલ્લામાં તૌકતે ચક્રવાતની અસર જોવા મળી રહી છે. આ વાવાઝોડામાં પ્રવાસીઓને કોઈ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને તકેદારીના ભાગરૂપે દાહોદના મુખ્ય બસ સ્ટેશનની અંદાજે ૫૫થી ૬૦ જેટલી બસો બંધ કરી દેવામાં આવી છે. આ તમામ રૂટો હાલ નિર્ધારીત સમય માટે બંધ કરી દેવામાં આવ્યા છે. સાઉથ ઝોન, સૌરાષ્ટ્ર અને કચ્છ જતી તમામ બસો બંધ કરી દેવામાં આવી છે. આ સિવાયની બસોના રૂટો પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

એડવાન્સ ટિકિટ બુકિંગ કરાવેલ પ્રવાસીઓને રિફંડ ચૂકવાયું

પ્રવાસીઓએ એડવાન્સ બુકિંગ કર્યું હતું. તેમને દાહોદ ST ડેપો દ્વારા રિફંડ પણ આપી દીધું છે, ત્યારે આ રૂટો કેટલા દિવસો માટે બંધ કરવામાં આવ્યાં છે તે હાલ જાણી શકાયું નથી, પરંતુ ST વિભાગને અને પ્રવાસીઓને કોઈ નુકસાન અને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. બસ સ્ટેશનને ખાલી પણ કરવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.